Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ રંગ સૂરિજી કે વિજયદાનસુરિજી ત્યાં તેમના પક્ષનું કોઈ આવ્યું નહિ, અને તેમની છાવણીમાં નિરાશા ફેલાઈ.
બીજી બાજુ આ સંમેલનના પ્રમુખ કોણ થશે. તે માટે વિવિધ અટકળો થવા લાગી. કેઈએ શ્રી વિજયસિદ્ધિસૂરિ બધામાં વૃદ્ધ હેવાથી તેમની કલ્પના કરી, તે કેાઈએ શ્રી સાગરાનંદસૂરિ આગમોના બહુ અભ્યાસી હોવાથી તેમની કલ્પના કરી, તે કોઈએ શ્રી વિજયનેમિસુરિ “શાસનસમ્રાટ” કહેવાતા હોવાથી પ્રમુખ તરીકેની તેમની વરણીને જ શક્ય માની.
વળી આ સંમેલનની વિષયવિચારિણી સમિતિમાં કોણ બેસશે, તે માટે પણ અનેક જાતની કલ્પનાઓ થવા લાગી. કોઈએ માન્યું કે જેટલા આચાર્યો હશે, તે બધાની વિષયવિચારિણી સમિતિમાં ચૂંટણી થશે અને એથી કેટલાકે પિતાના સમુદાયમાં નવીન આચાર્યો બનાવ્યા. કેઈએ માન્યું કે આચાર્ય તે ગમે તેને બનાવી શકાય છે, અને જેઓ તેવી પદવીની બાબતમાં નિઃસ્પૃહ બન્યા છે, તેમની સલાહ જતી કરી શકાય નહિ; એટલે સાધુઓમાં ગ્યની જ ચૂંટણી થશે અને તે માટે વાતાવરણ તૈયાર કરવા લાગ્યા; તા કેઈએ ગવાર અમુક સભ્યો લેવાશે, તેવી પણ કલ્પના દેડાવી.
આ જ અરસામાં ‘વીરશાસનમાં પ્રગટ થયેલી કેટલીક હકીકત પરથી એ પ્રશ્ન ઊઠયો કે અમદાવાદના નગરશેઠ સમગ્ર હિન્દના સંધપતિ છે ? તે સંબંધમાં મુંબઈ જેને યુવકસંઘના મંત્રીઓએ નીચેનું નિવેદન પ્રગટ કર્યું -
વીરશાસન’ના તા. ૨–૨–૧૯૩૪, અંક ૧૮ ના ૨૬૫ માં પાનામાં, પહેલા કલમમાં, “જેન વે. મૂ. મુનિ સંમેલન”
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org