Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દહેગામ-મંત્રણ નીચે થઈ ગયે અને આ મંત્રણા કેઈપણ રીતે ન થવા પામે તે માટે તેઓ કટિબદ્ધ થયા. પરિણામે અત્યાર સુધી ફકત ચર્ચાઓથી જ ક્ષુબ્ધ બનેલું વાતાવરણ એક જાતની રાજરમતમાં પલટાઈ ગયું.
દહેગામ-મંત્રણ પરિષદમાં ભાગ લેવા આવી રહેલા સાધુઓને અણધાર્યા કેટલાક શ્રાવકેનાં દર્શન થવા લાગ્યાં અને દહેગામ મંત્રણ વિષે ભળતી જ વાતે તેમના મુખમાંથી સંભળાવા લાગી. લુહારની પોળના ઉપાશ્રયના વહીવટદારો દહેગામ મુકામે શ્રી વિજયનીતિસૂરિને મળી એકદમ અમદાવાદ ચાલ્યા આવવાનું અમે દબાણ કરવા લાગ્યા અને તેમ મ કરવા માટે સામા પક્ષ તરફથી પણ યોગ્ય સમજાવટ થવા લાગી.
દહેગામ–મંત્રણ પરિષદને ઉપરના જેન તિના વિહાર સમાચારમાં પ્રગટ થએલા નામો ઉપરાંત પણ બીજા સાધુઓને સહકાર મળ્યો. શ્રી વિજયલાજરિ તથા વિજય ન્યાયમુરિ અમદા વાદથી વિહાર કરી દહેગામ આવી ગયા. શ્રી દર્શનવિજયજી, શ્રી જ્ઞાનવિજયજી અને શ્રી ન્યાયવિજયજીએ પણ તેના પ્રત્યે સંમતિ દર્શાવી. શ્રી જયસિંહરિ તથા વિજયમાણિક્યસિંહરિ અને ભૂપેન્દ્રસૂરિ તથા પાર્જચંદ્ર ગચ્છના સાગરચંદ્રજી મહારાજ આદિ બીજા પણ ધણાઓએ તેના પ્રત્યે સહકારની લાગણી વ્યક્ત કરી. આ રીતે જોતજોતામાં જૈન સમાજના જુના અને નવા વિચારવાળાઓ વચ્ચે ભારે રસાકસી ઉત્પન્ન થઈ.
ગમે તેવા પ્રયત્નો કરવા છતાં દહેગામ કાર્યક્રમ બદલાય નહિ; ફકત શ્રી વિજયનીતિસૂરિ કેટલાક કારણે દહેગામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org