Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ રંગ
यस्य ज्ञानमनन्तवस्तुविषयं यः पूज्यते दैवत-- नित्यं यस्य वचो न दुनयकृतैः कोलाहलेलप्यते ॥ रागद्वेषमुखद्विषां च परिषत् क्षिप्ता क्षणायेन सा सश्रीवीरविभुविधूतकलुषां बुद्धिं विधत्तां मम ॥१॥
શ્રી વીરાય નમઃ પ. પૂ. અનેકગુણગણુલંકૃત શ્રીમદ્
યોગ્ય શ્રી રાજનગરથી લી. શ્રમણોપાસક શ્રી સંઘ સમસ્તની ૧૦૦૮ વાર વન્દના અવધારશોજી. વિ. હાલમાં કેટલોક સમય થયાં આપણામાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણ થયું છે. આપણા અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાળાબાધિત શ્રી વીતરાગ શાસનમાં એટલું પણ છાજે નહિ. જેથી શાંતિ માટે એક મુનિ સમેલનની ખાસ જરૂર છે, તેમ ઘણા વખતથી આપણું મુનિ મહારાજાઓમાં ચર્ચાતાં; તેઓશ્રીની ઈચ્છાનુસાર અમ શ્રી સંઘે શ્રી જૈન શ્વેતાંબર (મૂર્તિપૂજક) મુનિઓનું સમેલન અત્રે ભરવાનું નક્કી કરેલું છે. તેનું શુભ મુહૂર્ત વીર સં. ૨૪૬ ના ફાગણ વદી ૭ ને રવિવાર તા. ૪-૩-૧૯૩૪નું રાખ્યું છે. આપ શ્રીને અમારું વિનંતિ સાથે આમંત્રણ છે જે, આપશ્રી તે સમેલનમાં આપશ્રીના સકળ પરિવાર સાથે પધારવા કૃપા કરશો.
લીશ્રમણોપાસક શ્રીસંઘ સમસ્ત વંડાવાલા, અમદાવાદ કસ્તુરભાઈ મણિભાઈની મહા સુદ પઃ વિ.સં ૧૯૯૦ ૧૦૦૮ વાર વંદના અવધારશોજી.
-સવિનય વિનંતી આપશ્રીના પરિવારના જે જે સાધુ, જ્યાં જ્યાં વિચરતા હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org