________________
(૩) નિગ્રંથ ગુરુ ગીત
કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે, એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવેનિઃશંક માર્ગ બતાવતા, જે માર્ગ અનુભવથી જુવે,
શિર ઘર્મ-જોખમ ઘારીને સદ્ગુરુ-કૃપાબળ ફોરવે. ૧૩ અર્થ - આ કળિકાળમાં પણ તેની સાચી ગુરુભક્તિનો સંભવ છે. એવો અનુભવ આપતા મેં શ્રી લઘુરાજ સ્વામીને જોયા કે જેમને રોમે રોમે ગૌતમ સ્વામીની જેમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ હતો. તેમનાથી જે મોક્ષમાર્ગ જાણ્યો અને સ્વયં અનુભવ્યો તે જ મોક્ષમાર્ગ નિઃશંકપણે ભવ્ય જીવોને તેઓ બતાવતા હતા. તથા પોતાના શિર ઉપર ઘર્મનું જોખમ ઘારણ કરી પોતામાં સદ્ગુરુ કૃપાએ જે આત્મબળ પ્રગટ્યું હતું, તેને ફોરવતા હતા. જેથી અનેક ભવ્યો સતુમાર્ગને પામી ગયા. ||૧૩
પરિષહ સહી ભારે વર્યા શ્રદ્ધા અચળ આત્મા તણી, ગંભીર સાગર સમ, ઘરા જેવી ક્ષમા ઉરે ઘણી, રવિથી વિશેષ પ્રતાપ પામ્યા, શાંતિ શશથી પણ ઘણી;
સૌ આત્મહિતના સાઘકો સેવે ચરણરજ આપની. ૧૪ અર્થ - ભારે પરિષહો સહન કરીને પણ આપ પ્રભુશ્રી આત્માની અચળ શ્રદ્ધાને પામ્યા. તેમજ સાગર સમાન ગંભીર બન્યા. જેના હૃદયમાં ઘરા એટલે પૃથ્વી જેવી અખૂટ ક્ષમા હતી. જગતમાં સૂર્યથી વિશેષ આપનો પ્રતાપ એટલે પ્રભાવ જીવો પર પડ્યો, તથા આપનામાં શશી એટલે ચંદ્રમાંથી પણ અધિક શીતળતારૂપ શાંતિ હતી. તેથી સૌ આત્મહિતના સાધકો આપના ચરણરજની સેવા કરવાને સદા તત્પર રહેતા હતા. ||૧૪
વળી તર્જી સુખ સંસાર જે ત્યાગી મહાભાગી થયા ને મુખ્ય સાવર્ગમાં ઝટ નામના પામી ગયા; નિજ રાસ જોડાયા, ગવાયા, જીવન તપમાં ગાળતા,
જ્ઞાની ગુરુનો યોગ મળતાં મોહનો મળ ટાળતા. ૧૫ અર્થ :- વળી આપ ત્રીસ વર્ષની યુવાન વયે સુખી સંસારનો ત્યાગ કરી મહાભાગ્યશાળી બન્યા તથા પુરુષાર્થના બળે મુખ્ય સાઘુવર્ગમાં ઝટ નામના પામી ગયા. આપની ખ્યાતિ ખૂબ વધવાથી આપના નામના રાસ જોડાયા, ગવાયા; છતાં આપ તો એકાંતરા ઉપવાસ વગેરે કરી જીવન તપમાં ગાળતા હતા. આપની છત્રીસ વર્ષની ઉંમરમાં જ્ઞાની પરમકૃપાળુ સદ્ગુરુદેવનો યોગ મળતાં અનાદિના દર્શનમોહના મળને ટાળી આપ સ્વયં આત્મજ્ઞાની મહાત્મા બની ગયા. ૧પ/
નહિ સાથે સંસારી ગણે, ગ્રહી એક ટેક સુમુક્તિની, બહુ પુણ્ય કેરા પુંજથી મળી યુક્તિ સદ્ગુરુભક્તિની, વિસ્મૃતિ કરી સંસારની ગુરુપદ લહ્યું ગુરુમ્ભક્તિથી,
દીવે દીવો પ્રગટાવી, પદવી ગોપવી અતિ યુક્તિથી. ૧૬ અર્થ – જ્ઞાની ગુરુદેવ સાધુ વેશમાં છે કે સંસારી વેષમાં અર્થાત્ ગૃહસ્થ વેષમાં છે તેની દરકાર કર્યા વગર, પ્રથમ ગુરુદેવ આત્મજ્ઞાની છે કે નહીં તે ખાસ જાણી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવને ગુરુ