________________
‘હવે દવાઓ પણ બંધ કરીએ. બધું ઇશ્વર પર છોડીએ.’
દરમિયાન બા ઘડીમાં ભાનમાં આવતાં હતાં, ઘડીમાં ભાન ચાલ્યું જતું હતું. તેવામાં એક વાર ભાનમાં આવતાં કપાળ પર એક સૌમ્ય સ્પર્શ અનુભવતાં તેમણે જોયું તો તે બાપુનો હાથ હતો. આટલી પીડામાં પણ તેમના ચહેરા પર આનંદની સુરખી આવી.
ત્રણ વાગ્યે દેવદાસ ગંગાજળ લઈ આવ્યો. બાએ સંતોષપૂર્વક મોં ખોલ્યું અને થોડાં ટીપાં જળ પીધું. પછી ક્ષીણ અવાજે બાપુ અને બીજા બધા તરફ જોઈ બોલ્યાં, ‘કોઈએ રડવાનું નથી. દુ:ખી થવાનું નથી, મારું મૃત્યુ શોકનો નહીં, આનંદનો પ્રસંગ બનવો જોઈએ.' ત્યાર પછી તેમણે આંખો બંધ કરી, ધીમા અવાજે કહ્યું, હે ઇશ્વર, તું જ મારો ઉદ્ધારક છે, હું તારા શરણે છું.’
જીવનના ક્ષીણ તંતુ સાથે બાનો દેહ જોડાયેલો હતો - દેવદાસ બા માટે મંગાવેલી પેનિસિલિનની દવા આવી પહોંચી ત્યારે સાંજે સાત વાગ્યા હતા. દેવદાસે બાપુ અને ડૉક્ટરને બાજુમાં બોલાવ્યા ને કહ્યું, 'બાને પેનિસિલિનનાં ઇંજેક્શન આપીએ.’
બાપુએ જ્યારે જાણ્યું કે આ ઇંજેક્શન દર છ કલાકે આપવાં પડશે ત્યારે તેણે દેવદાસને કહ્યું, ‘શા માટે તારી બાને મૃત્યુ સમયે નવી પીડા આપવા માગે છે? હવે તે નથી બચવાની, તું ગમે તેટલી ચમત્કારી દવા લાવશે તોપણ નથી બચવાની. છતાં જો તારે તેનો પ્રયોગ કરવો હોય તો પછી હું આડો નહીં આવું.’ દેવદાસે માથું ઝુકાવી દીધું. તે કંઈ કહે તે પહેલાં તો બાના ઓરડામાંથી કોઈ બાપુને બોલાવવા આવ્યું.
‘બા તમને યાદ કરે છે, જલદી ચાલો.'
કસ્તૂરબા પથારીમાં અર્ધા બેઠા થયાં હતાં અને શ્વાસ લેવાની કોશિશ કરતાં હતાં. બાપુ તેમની બાજુમાં બેઠા અને તેમના ખભે હાથ વીંટાળ્યો. ‘શું થાય છે?’ તેમના અવાજમાં આશ્વાસન હતું, પ્રેમ હતો. બાએ કહ્યું, સમજાતું નથી અને પોતાનું માથું બાપુના ખભા પર મૂકયું. બાપુએ ધીરે ધીરે તેમના વાળમાં હાથ ફેરવવા માંડ્યો. બાના ચહેરા પર આછું સ્મિત આવ્યું.
થોડી ક્ષણોમાં તેમનો શ્વાસ બંધ થઈ ગયો, ત્યારે સાંજે સાત વાગી ને પાંત્રીસ મિનિટ થઈ હતી. બાની આજુબાજુ ઊભેલા લોકોના કંઠમાંથી ધીમા ડૂસકાં સરી પડ્યાં, પણ તરત જ સૌએ પોતાની લાગણીઓ સંભાળી લીધી. તેઓએ બાને ગમતી પ્રાર્થના ગાવી શરૂ કરી. બાપુ પણ અવરુદ્ધ કંઠે તેમાં જોડાયા. પછી ઊઠીને ઓરડાના એક ખૂો ચાલ્યા ગયા અને સ્વસ્થતા ટકાવવાનો પ્રયત્ન કરતા આખી રાત ત્યાં જ બેસી રહ્યા.
કપાળે કંકુનો ચાંદલો કર્યો. મીરાંબહેને ફૂલોનો હાર પહેરાવ્યો. બાના હાથમાં કાચની પાંચ બંગડી હંમેશા રહેતી - તેમનાં લગ્ન થયાં ત્યારથી. એ બંગડીઓ પર પણ ફૂલો વીંટ્યાં. બાના દેહને ઓરડાની ભોંય પર મૂક્યો અને બાના આખા શરીરને તાજાં પુષ્પોથી ઢાંકી દીધું. તેમના મસ્તક પાસે દીવો પ્રગટાવીને મૂક્યો.
સરકારે જાણવા માંગ્યું કે હવે અંતિમવિધિ શી રીતે કરવાની છે? લોકો અંતિમક્રિયામાં ભાગ લઈ શકે તે માટે બાના દેહને જેલની બહાર લઈ જવો કે પછી જેલમાં અગ્નિસંસ્કાર કરવાં? અને બીજો પ્રશ્ન પણ ઊભો થયો - અગ્નિસંસ્કાર કોણ કરશે - મોટા પુત્ર હરિલાલનો પત્તો નહોતો, બીજો પુત્ર મિણલાલ દૂર દક્ષિણ આફ્રિકામાં હતો. બાકીના બને અથવા બેમાંથી એક પુત્રને તો અગ્નિસંસ્કાર કરવાની રજા મળવી જોઈએ.
બાપુએ કહ્યું, 'આખા દેશને અંતિમક્રિયામાં સામેલ થવાનો હક્ક છે, જો તે ન આપો તો પછી મારા પુત્રો પણ અંતિમક્રિયામાં ભાગ નહીં લે.' સરકાર મૂંઝાઈ. આનો અર્થ એ કે તમામ રાજકીય કેદીઓને પણ છોડવા પડે અને તો પછી માંડ દબાયેલું આંદોલન ફરી જોર પકડે. રાષ્ટ્રમાતાની અંતિમ ક્રિયા જેલમાં જ કરવી તેમને વધુ સલામત લાગી. બાપુએ રામદાસ અને દેવદાસને કહ્યું, ‘દેશના લોકોની બા પ્રત્યેની લાગણી દબાવી દેવી પડતી હોય તો તમારે પણ તેમ જ કરવું ઘટે. મારા પુત્રોને વિશેષ અધિકાર આપવાની તરફેણ હું નહિ કરું.'
ત્યાં સમાચાર આવ્યા કે મહાત્માના શ્રીમંત અનુયાયીઓએ બાના અગ્નિસંસ્કાર માટે સુખડ મોકલવાનું નક્કી કર્યું છે. બાપુએ કહ્યું, ‘તમારી લાગણીની હું કદર કરું છું પણ મારા જેવા ગરીબ માણસની પત્નીને આ વૈભવ શોભે નહીં. એક જેલ સુપરિન્ટેડેન્ટ આ સાંભળી બાપુ પાસે આવ્યો અને કહ્યું, ‘બાપુ, થોડું સુખડનું લાકડું મારી પાસે છે, તે વાપરીએ તો? ‘તમારી પાસે? ક્યાંથી આવ્યું?'
આપ બીમાર હતા ત્યારે, ૨૧ દિવસના ઉપવાસ વખતે સરકારે આપને કંઈ થાય તો - તેમ વિચારીને મોકલ્યું હતું.'
તેનો સંકોચ જોઈ બાપુ ફિક્કું હસ્યા અને કહ્યું, ‘તો પછી એ સુખડ તો મારું ગણાય. મારી પત્ની માટે તે વાપરવામાં વાંધો નહીં.'
બુધવારે સવારે દસ વાગ્યે, સોએક માણસોની હાજરીમાં, દરવાજા બહાર ઊભેલી શોકાકુલ ભીડની સાક્ષીમાં બાના અંતિમસંસ્કાર થયા. બાના પુષ્પાચ્છાદિત દેહને માદેવભાઈના અગ્નિસંસ્કાર કર્યા હતા તેની બાજુમાં ગોક્ક્ષાયેલી ચિતા પર મૂકવામાં આવ્યો. એ દેહને ટેકો કરતી વખતે બાપુનું ધૈર્ય ક્ષણભર ડગી ગયું. પણ શાલથી પોતાનાં આંસુ લૂછી તેમણે બાના દેહને ટેકો આપી ચિતા પર ગોઠવ્યો. શાંત અવાજે ભગવદ્ગીતા, કુરાન, બાઈબલના ટેસ્ટામેન્ટના અંશ તેમણે વાંચ્યા. મીરાંબહેને ઓલ્ડ ટેસ્ટામેન્ટ સત્ય-અહિંસા-અપરિગ્રહ ૨૧
વિશ્વભરમાં સમાચાર પહોંચ્યા. અગ્નિસંસ્કારની તૈયારી થઈ. દેવદાસ, પ્યારેલાલ અને નાના મનુ, કનુ અને રામીએ કસ્તૂરબાનો ઓરડો સાફ કર્યો. બધો સામાન બહાર કાઢી નાખ્યો. સુશીલા અને મીરાંબહેને બાને નવડાવ્યાં. વાળ ઓળ્યા અને બાપુએ કાંતેલા સૂતરની લાલ કિનારવાળી સાડી બાને ઓઢાડી. સુશીલાએ તેમના ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક