________________
શાંતિની તાકાત આપે.'
ઉપવાસ વખતે તો તેઓ ખાસ રામનામ કે પ્રાર્થનામય રહેતા. તેઓ કહેતાઃ “પ્રાર્થનાથી ઉપવાસ સહેલો થાય છે અને હળવો થાય છે.’ એકબાજુથી તમારા શરીરમાં દવાના બાટલા રેડ્યા કરો ને બીજી બાજુથી રામનામ બબડ્યા કરો એ ફારસ જેવું થાય. રામનામ દરદને મટાડે છે, માણસને તે શુદ્ધ કરે છે અને તેને ઊંચે ચડાવે છે. ગાંધીજીએ પોતાના હજારો પત્રોમાં રામનામનો મહિમા તો ગાયો છે, સ્વાસ્થ્ય માટે પણ તેને અનિવાર્ય દર્શાવ્યું છે, લખ્યું છેઃ ‘રામનામ જેવી કોઈ ઔષિધ નથી.'
પંચમહાભુત, આહાર, રામનામ ઉપરાંત ગાંધીજી કસરત, વ્યાયામ અને વિશ્રામ પર પણ ભાર મૂકતા. માણસ જાતને જેટલી જરૂર હવા, પાણી અને અનાજની છે તેટલી જ કસરતની છે.” ‘કસરત વિના સ્વસ્થ ન રહી શકાય.” કસરત એટલે શારીરિક શ્રમ જ નહી, અલબત ગાંધીજી સહુએ શારીરિક શ્રમ કરવો જોઈએ તેમ માનતા, પણ સાથે સહુએ બૌદ્ધિક શ્રમ પણ કરવો જોઈએ તેમ કહેતા. ‘કસરત શરીરને તેમજ મનને બંનેને જોઈએ.' ખેડૂત અથવા જે મહેનત કરે છે તેમને શારીરિક કસરત કરવાની જરૂર નથી પણ માનસિક શ્રમ-વાંચન, સર્જન આદિ કરવું જોઈએ.
ચાલવાની કસરતને તેઓ ઉત્તમ માનતા. દક્ષિણ આફ્રિકામાં તો તેઓ ખૂબ ઝડપથી અને લાંબું ચાલતા. રોજના ૫૦ થી ૬૦ કિલોમીટર! બે માઈલ ચાલવાને ચાલવું ન કહેવાય, દસ-બાર માઈલ ચાલો તો જ લાભ મળે.' ૩ જૂન ૧૯૩૪ના કમલનયન બજાજ પરના પત્રમાં તેમણે કેટલીક શીખ આપી છે, તેમાંથી એક છેઃ ‘અભ્યાસ ધ્યાનથી કરજે' અને પછી લખે છે ‘કસરત જરૂર કરજે’ અને ‘મિતાહારી રહેજે’
વ્યક્તિ સાજી થઈ જાય!' તેમણે આ વાત વહેતી અટકાવી પણ તેમના આ જાદુઈ સ્પર્શની વાત ઘણાએ લખી છે. દક્ષિણ આફ્રિકામાં પણ ‘બોઅર યુદ્ધ’ અને ‘ઝુલું બળવા’ વખતે તેઓ તેમની શુશ્રુષા ટુકડીમાં રહેલા.
ઉરુલીકાંચનમાં ૧૯૪૬ના માર્ચના છેલ્લા અઠવાડિયામાં તેઓ દસ-અગિયાર દિવસ રહ્યા અને દરરોજ દરદીઓને જોયા ને સારવાર આપી-સૂચવી. બીજે દિવસે સવારથી જ દરદીઓ આવવા લાગ્યા. પહેલે દિવસે ૩૦ દરદી આવ્યા અને દરેકને ઉપચાર સૂચવ્યા. રામનામનો જય, સૂર્ય સ્નાન, ઘર્ષણ અને કટિસ્નાન, દૂધ, છાશ તથા ફળ કે ફળના રસ અને ઠીક ઠીક પ્રમાણમાં તાજે સ્વચ્છ પાણી પીવાની ભલામણ કરી.
ચિકિત્સક ગાંધી
માંદાની સારવાર એ ગાંધીજી માટે અત્યંત આનંદનો અને રસનો વિષય હતો. ભલભલું કામ, અગત્યની મિટીંગ વચ્ચેથી પણ ઊભા થઈને નિયત સમયે જરૂરી સારવાર માટે દરદી પાસે પહોંચી જતા અને અત્યંત પ્રેમથી સારવાર કરતા. દક્ષિણ આફ્રિકામાં અને સેવાગ્રામમાં પણ કહેવાતું કે 'ગાંધીનો હાથ અડે એટલે
૫૨ સત્ય-અહિંસા-અપરિગ્રહ
પણ
ગાંધીજી ગમે ત્યાં હોય તેમનું મન તેમના દરદીઓમાં જ લાગેલું રહેતું. પરચુર શાસ્ત્રી સેવાશ્રમ આવ્યા તો કોંગ્રેસ મહાસભાની અગત્યની કારોબારી મિટીંગ વચ્ચેથી તેમની સારવાર કરી આવ્યા! નેતાઓએ કહ્યું ‘તમારા માર્ગદર્શનની જરૂર છે, રોકાઈ જાઓ.' તો તેમણે કહ્યું ‘મેં તેમને આ સમય આપ્યો છે, મારે જવું પડશે.’ અને પછી કહે “મારા દરદીઓની સારવાર એ મારે માટે સ્વરાજ જેટલું જ અગત્યનું છે!' દરદીઓને જરૂર પડ્યે જાતે સ્પંજ આપે, માલિશ કરે, એનિમા આપે અને જરૂરી સૂચનાઓ આપે.
તેઓ આશ્રમમાં ન હોય તો પોતાનાં દરદીઓ માટે જરૂરી સઘળી વ્યવસ્થા કરીને જાય અને જ્યાં હોય ત્યાંથી પત્ર દ્વારા કે અન્ય રીતે દરદીઓના આહાર વિહાર તેમજ સારવારની સૂચનાઓ કરતા રહે. ઉપરાંત દરદીઓની સ્થિતિની વિગતો મંગાવે.
દરદીઓની કાળજી લેવામાં તેઓ જરાપણ કંટાળતા નહીં. પ્રત્યેક દરદીની ઝીણામાં ઝીણી તપાસ કરે-શું ખાય છે? ઊંઘ આવી હતી? ઝાડો-પેશાબ કૈવા કેટલા થયા? તેઓ દરદીનો ઝાડો-પેશાબ
વ્યાયામની જેમ જ વિશ્રામ, ઊંઘ જરૂરી છે. ગાંધીજી સતત-જાતે સખત કામ કરતા પત્ર વચ્ચે થોડો વિશ્રામ લઈ લેતા. ઊંઘ પર તો તેમનો અદભુત કાબૂ હતો. તેના અનેક પ્રસંગો છે, અને તેમની આરોગ્યની એક ચાવી 'હાસ્ય', 'વિનોદ'માં હતી, અહીં તેની વાત અત્યારે નથી કરવી, પણ તેમના વિષેનું વાંચતાં તેમનું વિનોદી વ્યક્તિત્વ, હળવાશ, રમૂજવૃત્તિના પ્રસંગો મળી રહેશે. જેલમાં અને જેલ બહાર પણ અને તેઓ કહેતાઃ ‘વિનોદથી જ મારું બ્લડ પ્રેશર હું કાબૂમાં રાખું છું!'
તપાસતા પણ ખરા. અલબત જરૂર હોય તો ડૉક્ટર પાસે દરદીને મોકલતા અને ડૉક્ટરને બોલાવતા પણ ખરા.
ગાંધીજની સારવારના પાર વિનાના પ્રસંગો છે. સ્થાનાભાવે તે અહીં મૂકવા મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકામાં, તથા ફિનિક્સ વસાહતમાં કે ટોલ્સટોય ફાર્મમાં, સાબરમતી આશ્રમ, સેવાગ્રામ કે પ્રવાસમાં – બધે જ દરદીની કાળજી કંટાળ્યા વગર તેમણે કરી છે. ૧૯૪૬થી તેમની નોઆખલીની યાત્રા દરમિયાન, ત્યાં બધાં જ દવાખાનાં લૂંટી લેવાયેલાં અથવા તેનો નાશ કરાયેલો. ગાંધીજી ગામે ગામ જાય ત્યાં દાક્તર બની જાય. લોકો તેમના ‘દર્દ નિવારક જાદુઈ સ્પર્શ'ની વાત કરવા લાગ્યા હતા.
સરદાર પટેલ, ઘનશ્યામદાસ બીરલા, જમનાલાલજી બજાજ, વાઈસરોયથી માંડી ગંગાબહેન, પ્રભાવતીબહેન, કાકા સાહેબ, કિશોરલાલભાઈ અને અદનામાં અદના ગ્રામીણને તેમણે પત્રો દ્વારા કે પ્રત્યક્ષ કુદરતી ઉપચારોથી સારવાર આપી છે. દવા નહીં ઑક્ટોબર- ૨૦૧૮ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક