________________
કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને ખાદીને ભુલશો નહી.'' ગાંધીજીએ તેમના રચનાત્મક કાર્યક્રમો પૈકી આ ચાર રચનાત્મક કાર્યક્રમો અંગે જે માર્મિક ટકોર કરી છે તે માટે ખરા હૃદયના પુરા પ્રયત્ન થયા છે કે કેમ તે આજના અવસરે આપણે સૌએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે ગાંધીજીએ જે ચાર કાર્યક્રમની વાત કરી એ ચારેય કાર્યક્રમ તેમની પુસ્તિકામાં ઉપર જણાવ્યા મુજબ ૧ થી ૪ કાર્યક્રમ અંગે તેમને ૧૩ પાનામાં સમજ આપી છે આ બધા કાર્યક્રમો અંગે આપણે આ એક લેખમાં વિગતવાર વિચારણા ન કરી શકીયે. જેમને રસ હોય તેમણે ગાંધીજીની આ પુસ્તિકા તેમજ ડૉ. રાજેન્દ્રબાબુની પુસ્તિકા જેનો મેં ઉપર ઉલ્લેખ કર્યો છે તે વિગતવાર જોઈ શકે છે પણ તેની ઉપયોગિતા આજે પણ જેમને તેમ છે આજે ભલે દેશકાળ અને સંદર્ભો બદલાયા વધુ સાધનો ઉપલબ્ધ છે આમા સ્વરાજની સરકારે પણ કેટલુંક ખેડાણ કર્યુ છે પણ સાથે આજે તેનાથી ૪-૫ ગણી વસ્તી વધી છે.
છે.
કોમી એકતાના કાર્યક્રમ અંગે મુખ્યત્વે સૌના ધ્યાનમાં અને કદાચ ગાંધીજીને પણ મુખ્ય તે બાબત ધ્યાનમાં હોવા સંભવ છે એ હિંદુ-મુસ્લિમની કોમી એકતા બાબત છે આને થોડી વિસ્તૃત રીતે જોઈએ તો ખિસ્તી વગેરે પણ આવે પરંતુ સ્વરાજ પછી આ કોમી એકતા ઉપર-ઉપર કાયદાથી કે બંધારણથી અને નવી પેઢીની સમજ અને વ્યવહારથી ભલે ઠીક-ઠીક રીતે દૂર થઈ હોય તેમાં અસ્પૃશ્યતા પણ આવી જાય પરંતુ એ જડમાંથી તો નાબૂદ થઈ નથી તે આપણે જોઈએ છીએ ગુજરાતમાં ૨૦૦૨માં અને આજે પણ ઉત્તરપ્રદેશ અને બીજા પ્રદેશોમાં હિંદુ-મુસ્લિમનું કોમી વૈમનસ્ય દેખાણું છે પરંતુ વધુ ચિંતાજનક સ્થિતિએ છે કે હિંદુઓમાં અને તેવી જ રીતે મુસ્લિમ અને તેવા અન્ય વર્ગોમાં પણ જાતિ અને પેટાજાતિ સુધી આ દૂષણ પહોંચ્યુ છે આને સ્વરાજ કે પૂર્ણ સ્વરાજ આપણે કહી શકીએ ખરા? આજે વૈધાનિક સંસ્થાઓમાં કઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિના મતદારો વધારે છે તે જોઇને ઉમેદવારો ઊભા રખાય છે. પ્રધાન મંડળો કે કમિશન, બોર્ડ, નિગમોની રચના જ્ઞાતિ અને પેટાજ્ઞાતિમાં કેટલા સભ્યોનો સમાવેશ કરાયો છે તેમ જોવાય છે. જરૂર આજે આપણે ચૂંટણી દ્વારા વૈધાનિક સંસ્થાઓ રચીએ છીએ મતદાનની ટકાવારી પણ વધે છે, મહદઅંશે શાંત ચૂંટણીઓ પણ થાય છે પરંતુ જ્યાં સુધી કોમી એકતા અને તેનાથી પણ નાત-જાતની વરવી સ્થિતિ ઉંડી ઉતરતી જાય છે ત્યાં સુધી આપણી લોકશાહીએ બંધારણ મુજબના યોગ્ય મજબૂત મૂળીયા નાંખ્યા છે તેમ કહેવાનો ઉમંગ થતો નથી. આજે પણ કલકતામાં અને પશ્ચિમ બંગાળમાં મતદારોને સાચવવા ત્યાંના સત્તાધારી પક્ષ હિંદુ-મુસ્લિમ કોમને તેમના તહેવારોમાં રિઝવવા એક યા બીજી રીતે ગાંધી વિચારની દ્રષ્ટિએ ઉચિત પગલા લેતા નથી. એજ લોકો જ્યારે વિપક્ષમાં આવે ત્યારે અને વિપક્ષ સત્તામાં હોય ત્યારે ઉલટી સ્થિતિ થઈ જાય છે એટલે કોમી એકતાની વાત કરતાં મત ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી
મેળવવાની સલામતી ધ્યાનમાં રહે છે આ એક આપણી મોટી કમનસીબી છે.
આ
અસ્પૃશ્યતા નિવારણ અંગે પણ આપણે બેધડક કહી શકીશું કે બંધારણે આપેલી વૈધાનિક સંસ્થાઓમાં કે નોકરીઓમાં કે શિક્ષણમાં આરક્ષણ પ્રથમ ૧૦ વર્ષ માટે હતું તે આજ ૭૦ વર્ષે પણ ચાલુ છે આની ફરિયાદ મને નથી. ફરિયાદ કે દુઃખ હજુ એના મૂળીયા નાબૂદ નથી થયા તે વાતનું છે. જે અનામત વિસ્તારમાં આજે શેડયુલકાસ્ટ કે શેડયુલટ્રાઈબના ઉમેદવાર ઉભા રહે છે ત્યાં આરક્ષણ હટી જાય અને એ જ્યાં ઉભા રહે ત્યાં આ વર્ગ સિવાયના હિંદુ સમાજના અને તેમાં પણ જે જાતિના વધુ મતદારો હોય તેના ઉમેદવાર ઉભા રહે તો જીતવાની વાત તો ઠીક પણ ડિપોઝીટ સલામત રાખી શકે એમ આપણે બેધડક કહી શકશું? કેટલાક એમ પૂછે છે કે આ આરક્ષણ કયાં સુધી? જ્યાં સુધી અહી વર્ણવેલી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી આરક્ષણ હટાવવાની વાતનું વિચારી શકાય ખરૂ? આને રચનાત્મક કાર્યક્રમનો અમલ કહી શકીએ ખરા?
રચનાત્મક કાર્યક્રમમાં ખાદી અને ગ્રામોદ્યોગની વાત આવે છે ખાદી અંગે ખૂબ કહેવાયું છે, લખાયું છે અને જનમાનસ કંઈક અંશે એ વાત સમજતું થયું છે ગાંધીજીએ આ કાર્યક્રમ ૧૯૧૫માં આપ્યો અને સુતરને તાંતણે સ્વરાજની વાત કરી. જવાહરલાલજીએ તેને આઝાદીનો પોષાક કહ્યો, આજના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ખાદી ફોર નેશનની વાત કરી અને યુવાનોને આકર્ષવા ખાદીને ફેશન માટે પણ ગણાવી. ગાંધીજીએ નીચેની વાત કહી છે તે અહીં ટાંકુ છું.
‘‘ખાદી કેવળ રોજી આપવાવાળો એક ઉદ્યોગ છે એ ખ્યાલ તો આપણે છોડી દેવો જોઈએ, ખાદી વસ્ત્ર નહીં પણ વિચાર છે. મારે મને ખાદી હિન્દુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્ર ને સમાનતાનું પ્રતીક છે.’’
ગાંધીજીએ ઉપરની જે વાત કહી તે સમજવા અને તેની ઉપયોગીતા માટે નીચેની વાત પણ સમજીએ.
‘‘આપણે ખાદી પહેરીયે છીએ તેમાં ખર્ચાતો પ્રત્યેક રૂપિયો કપાસ ઉગાડનાર ખેડૂતને, કાંતનારને, વણનારને, પીજનારને, ધોબીને, અને વ્યવસ્થા તંત્ર સંભાળનારની વચ્ચે વહેંચાય છે જ્યારે મિલમાં કે તેવી રીતે પેદા થતાં વસ્ત્રોમાં કાચોમાલ અને મજૂરીમાં જે હિસ્સો વપરાય છે તેનાથી વધુ રકમ તેના ઉત્પાદક મીલમાલિકને અને વિતરણ વ્યવસ્થામાં જાય છે. આમ અસમાનતા પોષાય છે. પ્રદૂષણ નોતરે છે અને શહેરીકરણ સર્જાય છે. ખાદી એ વસ્ત્ર નથી વિચાર છે એમ જે કહેવાય છે તે આ દ્રષ્ટિએ સમજવાનું છે. કેન્દ્રિત ઉત્પાદનને કારણે ધનસંચય અને તેની બૂરાઈ અને તેનાથી સમાજની સમતુલા અને શાંતિ જોખમાય છે જ્યારે ખાદી જેવા વિકેન્દ્રિત ઉત્પાદનથી ભાઈચારો, સમાનતા અને તેને પરિણામે વિશેષાંક
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૮૯