________________
(મિચ્છામિ દુક્કડમ્) ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્'
શશિકાંત લ. વૈધ
વિશ્વનો કોઈ એવો ધર્મ નથી જે અહિંસાનો સ્વીકાર ન થયું હોય તો તમારી ક્ષમા માંગુ છું. આની અસર પેલા ભાઈ પર
એવી પડી કે એ મારા મિત્રને ત્યાં આવીને એમણે ક્ષમા માગી. મનમાંથી ધિ છોડી, અશાંત મને હવે શાંત થયું. 'ગીતા' પણ કહે છે અશાંત મનમાં સુખ હોય જ નહિ. જૈન ધર્મનો આ મહામંત્ર સ્નેહની પરાકાષ્ઠા સૂચવે છે.’
કરે. જૈન ધર્મનો પ્રાણ સિદ્ધાંત છે ઃ ‘અહિંસા પરમો ધર્મ' સવારથી સાંજ સુધી આપણે જાણે અજાણે આપણા વર્તનથી કોઈને કઠોર વાણીમાં કંઈ કહીએ છીએ જેનાથી સામી વ્યક્તિને દુઃખ થાય છે. આવું આપણું વર્તન ધર્મયુક્ત નથી - આ પણ પાપ જ છે. ટૂંકમાં મન, વચન અને કર્મ દ્વારા કોઈને દુભાવવું જોઈએ નહિ. મનથી પણ કોઈના પ્રત્યે ખરાબ વિચારવું તે પણ ધર્મની દૃષ્ટિએ પાપ જ છે. કોઈને આપણે વચન આપીએ અને તેનું પાલન ન કરીએ તે પણ બરાબર નથી. ટૂંકમાં આપણી વાણી મધુર અને સહજ હોવી જોઈએ. અરે જૈન ધર્મમાં તો શ્રમણને એવી આજ્ઞા કરવામાં આવી છે કે જ્યાં સુધી તારી ભૂલની ‘ક્ષમા' ન માગે ત્યાં સુધી થૂંક પણ ન ગળાય. કોઈ વ્યક્તિ તમને વારંવાર દુઃખ આપે તેના તરફ પણ સ્નેહ રાખવો. ઈસુ કહેતા કે કોઈ એક ગાલ પર તને ઘોલ મારે ત્યારે હું બીજો ગાલ પણ ધરજો. આ કેવું? આપણા જેવા- સામાન્ય માણસને આ ગળે ઉતરે નહિ. પણ ધર્મ આવું કહે છે. આને પ્રેમયુક્ત વર્તન કહેવાય જેની અસર સામી વ્યક્તિ પર સારી પડે છે. જો તમે ખૂબ નિખાલસ હો તો. ટૂંકમાં આપણી ભૂલની આપણે ક્ષમા યાચના માગવી જોઈએ. ક્ષમાનો એક અર્થ છે નિગ્રંથ થવું
એટલે કે - ગ્રંથિ છોડવી. આજે આપણે આવી ગણી ગાંઠો
ગ્રંથિઓ મનમાં રાખીએ છીએ - જે યોગ્ય નથી. જૈન ધર્મ કહે છે ક્ષમા સહજ હોવી જોઈએ. મનમાંથી સામી વ્યક્તિ પ્રત્યે સહેજ પણ અભાવો ન રહેવો જોઈએ. બધું ભૂલી-જઈને ખૂબ પ્રેમ પૂર્વક કહેવું કે ‘મને ક્ષમા કરો' આનો પડઘો ખરેખર સારો પડશે. સામી વ્યક્તિને તમારા સારા વર્તન માટે માન ઉપજશે. પ્રભુ પણ રા રહેશે. આમાં તમારું અને સામી વ્યક્તિનું કલ્યાણ છે. આને જૈનધર્મમાં ‘મિચ્છામિ દુક્કડમ્' કહે છે. જૈન ધર્મના પર્વોમાં શ્રેષ્ઠ પર્વ તે પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. આ ક્ષમાપનાનો પવિત્ર દિવસ ગણાય છે.
આ સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવે છે. મારા એક મિત્ર જૈન છે. એમનાં ધર્મપત્નીનો જૈનધર્મના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવી રહ્યાં છે. ખૂબ પ્રેમાળ... પણ એમના પડોશી સ્વભાવે બરાબર નહીં. ઘણીવાર ખૂબ નજીવી વાતે ઝઘડી પડે અને ક્રોધમાં કંઈક ન બોલવાનું બોલી જાય. આટલું બધું થાય તો પણ મારા મિત્ર કે એમનાં પત્ની ખૂબ શાંતિ રાખે. પછી તો એમણે સામી વ્યક્તિને કહ્યું : ‘ભાઈ, આપણે તો પડોશી છીએ. જો તમને મારાથી દુ:ખ
ઑક્ટોબર- ૨૦૧૮
'મિચ્છામી દુક્કડમ્મી' - મધુર સુગંધ છે - જે બીજાના દિલ સુધી અસર કરે છે. પવિત્ર પર્યુષણના અંતિમ દિવસ એટલે ક્ષમાપન પર્વ. આ દિવસ ખૂબ પવિત્ર ગણાય છે કારણ કે આ દિવસે શ્રધાળુ જૈન ભક્તો પોતાની ક્ષતિને સ્વીકરી અને બીજાની ભૂલોને માફ કરવાનો મૂલ્યવાન પ્રસંગ અંતરને પરમશક્તિનો અનુભવ કરાવે છે. કહે છે દુનિયાને મળેલી જૈન ધર્મની આ અદ્ભુત ભેટ છે. હિન્દુ ધર્મનું પણ એક મૂલ્યવાન સૂત્ર છે જે કંઈક આવું સત્ય રજૂ કરે છે – જે શાશ્વત છે. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ – ક્ષમા એ વીરનું ભૂષણ છે, શોભા છે. હિન્દુ ધર્મમાં કોઈ પૂજા વિધિના અંતે એક શ્લોક બોલાય છે જેનો ભાવ પણ આવો જ છે. ‘આવાહનું ન જાનામિ ન જાનામિ તવ અર્ચનમ્, પૂજા ચૈવ ન જાનામિ, ક્ષમ્યતાં પરમેશ્વર' આ મંત્ર ક્ષમા મંત્ર છે, જે રટવાથી હૃદય પવિત્ર બને છે. અંગ્રેજા પણ કોઈ ભૂલ માટે Iam sorry' કહે છે જે એમની
સભ્યાતાનો ભાગ છે. અંતે એક મહાત્મા ધર્મપ્રવર્તકની દિવ્ય
વાણી અહીં રજૂ કરું છે. ‘જે શબ્દો મૂલ્યવાન છે.
જૈતને અન્યાય કરે તેને તું ક્ષમા આપજે.'
જે તને પોતાનાથી વિખૂટો કરે તેની સાથે મેળ કરજે. જે તારો પ્રત્યે બૂરાઈ કરે તેના પ્રત્યે તું ભલાઈ કરજે અને હંમેશાં સત્ય બોલ જે, પછી મને તારી વિરૂદ્ધ જતું હોય!
આ પવિત્ર શબ્દો કોણે ઉચ્ચાર્યા હશે? મહાવીર પ્રભુએ, ભગવાન બુદ્ધે, ઈસુએ, જરથોસ્તે, મહંમદ સાહેબે કે મહાત્મા ગાંધીએ, તમેજ શોધો. અહીં જાણે ‘મિચ્છામિ દુકડમ્’ની પવિત્ર મંત્રની મધુર સુવાસનો અનુભવ થાય છે. અંતે સૌને મારું ‘મિચ્છામિ દુક્કડમ્' મહાવીર પ્રભુને મારા લાખ લાખ પ્રણામ.
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
unn ૫૧, 'શિલાલેખ' ડુપ્લેક્ષ, અરુણોદય સર્કલ પાસે, અલકાપુરી-વડોદરા - ૩૯૦૦૭
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૧૮૯