________________
‘વિધિ વિદ્ધિ સ્વતત્ત્વમ્-નારા પોતાના તત્ત્વને જાણ સ્વરૂપને નિહાળ...'
પ પક્ષ સ્વરૂપમ્... તારા આત્મસ્વરૂપને નિહાળ... ' અને એ ગુંજી રહેલા પડઘાઓની સાથે ભીતરથી હું આત્મસ્વરૂપમાં ઊંચે ને ઊંચે ઊઠતો, બહારથી અનિચ્છાએ રત્નકૂટની એ પહાડી આશ્રમી ધરતી પરથી નીચે ઊતરી રહ્યો હતો - એ આશ્રમના કેન્દ્ર અને મારા જીવનના આરાધ્ય પરમગુરુ શ્રીમદ્દ્ના ભવ્યાત્માને મનોમન પ્રણમી રહીને ઃ
‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; એ જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગબત. '
મારી એ સાધના-યાત્રા બહારથી સમાપ્ત થઈ છે... પણ અંદરમાં ચાલુ છે. આજે સ્થૂળરૂપે એ યોગભૂમિથી દૂર છું અને
જ્ઞાન સંવાદ
ઉત્તર આપનાર : વિદ્વાન સુબોધીબેન સતીશ મસાલી પ્રશ્ન ૧ : “મને પણ પરમાત્મા પૂજાના ફળરૂપે શીવ્રતાથી ચારિત્રની પ્રાપ્તિ થાય અને હું પણ આ છકાયજીવોનો રક્ષક બનું... તો શું પૂજાનું ફળ માંગવું જોઈએ?''
ઉત્તર : મહાવીરના સિધ્ધાંત અનુસાર કોઈપણ ધાર્મિક ક્રિયાનું ફળ માંગવાનું જ નથી. કોઈપણ પ્રકારનું નિયાણુ કરવાનું જ નથી. શાસ્ત્રમાં રાવણનું દષ્ટાંત આવે છે કે રાવણે ખૂબજ એકાગ્રતા પૂર્વક અઠ્ઠમ તપ કર્યો પણ એના ફળ રૂપે એણે બહુરૂપી વિદ્યા માંગી, મહાવીરના નિર્વાણ પછી લગભગ ૫૦ વર્ષે થયેલા વિમલાચાર્ય લખે છે કે રાવણે આટલીજ એકાગ્રતા પૂર્વક ફક્ત કર્મનિર્જરાને લક્ષ્યમાં રાખી અનુમતપ કર્યો હોત તો કર્મ ખપાવી રાવણ કેવળજ્ઞાન મેળવત એટલી તાકાત હતી આ અઠ્ઠમ તપમાં... આવા તો કેટલાય ઉદાહરણો મૌજૂદ છે શાસ્ત્રમાં. પણ આપણે સમજ્યા વિના બસ માંગણવેડા ચાલુજ રાખીએ છીએ.
મહાવીર કહે છે કે આપણા પૂર્વે આ ભવચક્રમાં અનેકવાર ચારિત્ર લીધું છે. કદાચ ઓઘાના ઢગલા કરો તો પર્વત જેટલા થઈ જાય. પણ હજી આપણા ભવનો નિસ્તાર થયો નથી. માટે માંગવું હોય તો મોક્ષ જ માંગો, આત્માની મુક્તિજ માંગી. કેમકે એમાંજ ચારિત્ર સમાઈ ગયું... કેમકે અત્યંતર ચારિત્ર્ય વિના મોક્ષ છે જ નહિ પછી દ્રવ્ય ચારિત્ર હોય કે ન હોય. માટે શાસ્ત્રના શબ્દોનો
ગૂઢાર્થ જાણ્યા વગર ભીક્ષા માંગનારનું પાત્ર ખાલી જ રહે છે.
૨૦૦
હજુય દૂર ને દૂર થઈ રહ્યો છું, પરંતુ રત્નકૂટની ગુફાઓના એ ગંભીર જ્ઞાનઘોષ મારા કર્મના પ્રત્યેક સંસારમાં - યોગના પ્રત્યેક પ્રવર્તનમાં - વિવેક ને વિશુદ્ધિ, નિર્લેપતા ને જાગૃતિ જાળવી રાખવા પળે પળે પ્રેરી રહ્યા છે, નિત્ય-નૈમિત્તિક કર્તવ્યો અને જીવન-વ્યવહારોની વચ્ચેથી ‘સ્વરૂપમાં સાંધી રાખતા પડઘા સતત પાડી રહ્યા છે -
વિદ્ધિ વિદ્ધિ સ્વતત્ત્વનું... પય પશ્ય સ્વરૂપમ્...'
‘જેણે આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું...!'
સુબોધીબેન સતીશ મસાલીઆ
પ્રશ્ન ૨ : ‘અક્ષર જ્ઞાન ભુંસાઈ જશે પણ પ્રતિક રૂપે જ્ઞાન જીવંત રહેશે.'' શું પ્રતિકને શું જ્ઞાન તે જણાવો.
ઉત્તર : દેરાસર એ આપણા શરીરનું પ્રતિક છે અને તેમાં
સત્ય-અહિંસા-અપરિગ્રહ
પણ
૧૨, કેમ્બ્રિજ રોડ, અલ્સર, બેંગલોર - ૫૬૦0૮.
રહેલ મૂર્તિ તે આપણા આત્માનું પ્રતિક છે. આપણને અત્યારે ત્રણ પ્રકારના શરીર છે. જે બાહ્ય દેખાય છે તે ઔદારિક શરીર છે. ઔદારિક એટલે એવું શરીર કે જે શરીર સડી સકે, ગળી શકે, બળી શકે વગેરે... તેની અંદર તેજસ શરીર, જેને લીધે શરીર ગરમ રહે છે. તેની અંદર કાર્માણ શરીર જે આઠ કર્મોનો સમૂહ છે તેને કાર્માણ શરીર કહે છે. એટલે કે આપણે કરેલા કર્મોનું શરીર જેનાથી આત્મા ઢંકાયેલો રહે છે.
હવે કોઈ પ્રાચિન દેરાસરને નજર સમક્ષ લાવો. દા.ત. શંખેશ્વરનું દેરાસર. તેને ધ્યાનમાં રાખી નીચેના પ્રતિકને સમજો, (૧) દેરાસરનું રંગમંડપ તે આપણા ઔદારિક શરીરનું પ્રતિક છે. (૨) દેરાસરનો પ્રાર્થના હોલ - ને આપણા તેજસ શરીરનું પ્રતીક છે.
(૩)દેરાસરનો ગભારો - તે આપણા કાર્યણ શરીરનું પ્રતીક છે. (૪)મૂર્તિ - તે આપણા આત્માનું પ્રતિક છે.
(૫) ગભારામાં રહેલો અંધકાર - તે આપણા અજ્ઞાનનું પ્રતિક છે. (૬) દ્રવ્ય દિપક - સમ્યક્ જ્ઞાનનું પ્રતિક છે.
(૭) દિપક પ્રગટ થતાં મૂર્તિના દર્શન - તે આપણા સમ્યક્ દર્શન નું પ્રતિક છે.
-
પ્રશ્ન ૩ : આ બધા પ્રતિક આપણને શું જ્ઞાન આપે છે, શું કહે છે તે જણાવો.
ઉત્તર તે કહે છે કે જો તારે ભગવાનની મૂર્તિના દર્શન કરવા કરો તે ત્યાં સુધી પહોંચવા માટે પહેલાં રંગમંડપ આવશે... જો તું રંગમંડપમાં જ અટકી ગયો, રંગ મંડપના સાજ-શણગાર કરવામાં જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
ઑક્ટોબર- ૨૦૧૮