Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 144
________________ ઉપર્યુક્ત ચાર વિશિષ્ટ વિચારો એ આ જમાનામાં ભારતે વિશ્વભર વૈચારિક-સમૃદ્ધિને દીધેલું મહત્ત્વનું યોગદાન છે. આમ, અત્યાર સુધી પૂજા-ઉપાસનાદિમાં જ સીમિત રહેલ ભક્તિમાં હવે સેવાકાર્ય પ્રગટ થયું, તેમજ કેવળ ચિંતન-મનન પ્રધાન વેદાંતમાં સુદ્ધા માનવસેવાની ઉમદા વાતનું જોડાણ થયું તે રામકૃષ્ણ પરમહંસની પ્રેરણાને કારણે. આ સમન્વયને આગળ વધારતાં, ગાંધીજીએ એક સાચા કર્મયોગીની અદાથી તેમાં ઉત્પાદક પરિશ્રમ (productive labour) નું તત્ત્વ જોડયું. આમ વેદાંત, ભક્તિમાર્ગ, સેવા, ઉત્પાદક કર્મયોગ – એ બધું જ્યાં સમન્વિત થઈ ગયું, ત્યાં ભારતીય સંસ્કૃતિ સર્વોચ્ચ સમન્વય થઈ ગઈ અને તે મહાત્મા ગાંધી જેવા વિરલ સત્યોપાસક એવા મહાપુરૂષની એકનિષ્ઠાને કારણે. આજે ૨જી ઓક્ટોબરે તેમના જન્મ-દિન નિમિત્તે આપણા રાષ્ટ્રપિતાને નતમસ્તક પ્રણામ છે. num પુષ્પક એપાર્ટમેન્ટ, અટમાઉન્ટ રોડ, મુંબઈ ગાંધીજીના થઈ ગયા પહેલાં હું ક્રાંતિકારી દળમાં હતો. ક્રાંતિકારી નેતાઓની દેશભક્તિ ઉજ્જ્વળ હતી. ત્યાગ અને બલિદાન માટે તેઓ હંમેશાં તૈયાર રહેતા. ફાંસીએ ચડવાની તૈયાર. પણ અંગ્રેજોનો મુકાબલો કરવો હોય તો આપણી તૈયારી કેટલી હોવી જોઈએ, એનો હિસાબ નેતાઓ પાસે નહોતો. લોકાગૃતિ માટે શું કરવું જોઈએ, એનો અંદાજ એમનામાં ન હતો. સરકારે નેતાઓને સખત સજાઓ કરી, અને કઠોરતાથી પ્રજાને દબાવી દીધી. મેં જોયું કે કોઈ પણ રાજદ્વારી પક્ષની અસર જનતા પર ખાસ દેખાતી નથી. લોકો અસંતોષ કેળવે છે, પણ શક્તિ કેળવતા નથી. મારા પર વેદાંતનો પ્રભાવ હતો. સંતસાહિત્યનો પણ પ્રભાવ હતો. દેશમાં કશું નક્કર કરવાની આશા જ્યારે દેખાઈ નહીં, ત્યારે આધ્યાત્મિક પ્રેરણા મેળવવાની અને પ્રજાય ઓળખી એના પર અસર કરવાની યોગ્યતા મળે એ ઇચ્છાથી હું હિમાલયમાં ગયો. હિમાલયમાં કુદરતી ભવ્યતાનાં દર્શન કરતાં કરતાં હું આધ્યાત્મિક સાધના તરફ વળ્યો. પણ એક સંકલ્પ મને બાકીનું જીવન પૂરું કરવા પાછો લઈ આવ્યો. એ સંકલ્પ હતો ભારતમાતાની સ્વતંત્રતાનો. ભારતમાકાને ગુલામીમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી મને પોતાને મોક્ષ મળે તોયે મારે એ માણવો નહોતો. મારામાં એક વિચાર મજબૂત થયો હતો કે સમસ્ત પ્રજામાં રાષ્ટ્રીય કેળવણી દ્વારા આધ્યાત્મિક તેજ પેદા કર્યા વગર પ્રજાકીય ઉત્થાન શક્ય નથી, એ અરસામાં રવીન્દ્રનાથ ઠાકુરના કેળવણી-વિષયક અને આધ્યાત્મિક વિચારોનો રંગ પણ મને લાગ્યો હતો. મેં રવિબાબુને પત્ર લખ્યો કે, “હું રાષ્ટ્રીય શિક્ષણના પ્રેમી છું. ચાર-છ મહિના શાંતિનિકેતમાં રહી આપના શિક્ષણના આદર્શનું અને પતિનું અધ્યયન કરવાની મારી ઇચ્છા છે.'' રવિબાબુનો તરત જવાબ આવ્યોઃ ‘‘આવો’’ ૧૯૫૧ માં ગાંધીજી આફ્રિકાથી હિંદુસ્તાનમાં આવ્યા, અને શાંતિનિકેતનમાં હું એમને મળ્યો. એમની સાથે ઘણી ચર્ચા કરી. એમાં મેં કહ્યું : ‘‘આપની તેજસ્વિતા અને કાર્યકુશળતાથી હું પ્રભાવિત થયો છું. પણ અહિંસા દ્વારા ભારતને સ્વરાજ્ય મળી શકશે, એ વિશે વિશ્વાસ બેસતો નથી. દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે શસ્ત્રયુદ્ધ પણ કરવું પડશે, એમ હું માનું છું.'' ગાંધીજીએ એટલું જ કહ્યું, ‘‘તમે મારી પાસે આવો. હું આશ્રમ ખોલવાનો છું, એમાં રહો. મારી કાર્યપદ્ધતિ સમજી લો. વિશ્વાસ જામે તો રહો, નહીં તો મને છોડીને ચાહ્યા જાવ.'' છેલ્લે મેં દલીલ કરી, ‘‘અહિંસા પ્રત્યે મારા મનમાં આદર છે. હું અલ્પમતીમાં છું. તમારા જેવાનો ત્યાગ કરું, તો મને સેવક ક્યાંથી મળવાના? અહિંસાની શક્તિ વિશે તમારામાં વિશ્વાસ પેદા કરવો, એ મારું કામ છે.'' એ જવાબથી હું માત થયો. મારા ક્રાંતિદળના સાથી કૃપાલાની તે વખતે મુઝફ્ફરપુરની કૉલેજમાં અધ્યાપક હતા. મેં તાર કરીને એમને પણ ગાંધીજીને મળવા બોલાવી લીધા. એમણે પણ ગાંધીજી સાથે ખૂબ ચર્ચા કરી. વાંકાચૂકા અનેક પ્રશ્નો પૂછ્યા. ગાંધીજીએ એમને વ્યવસ્થિત જવાબો આપ્યા. કૃપાલાનીએ છેલ્લે કહ્યું, 'હું ઇતિહાસનો અધ્યાપક છું અહિંસા દ્વારા રાષ્ટ્ર સ્વતંત્ર થયાનો એક પણ દાખલો મને મનુષ્ય જાતિના ઇતિહાસમાં મળ્યો નથી.'' ૧૪૪ જાણે કોઈ સામાન્ય વાત બોલતા હોય એમ ગાંધીજીએ અત્યંત નમ્રતાપૂર્વક, પણ તેટલા જ આત્મવિશ્વાસથી, ઉત્તર દીધોઃ ‘“તમે ઇતિહાસ શીખવનારા છો, હું ઇતિહાસ ઘડનારો છું. અહિંસક પ્રતિકાર દ્વારા આપણે ભારતને સ્વરાજ્ય મેળવી આપીશું. પછી ઇતિહાસના અધ્યાપકો એના પર વ્યાખ્યાનો આપશે.'' કૃપાલાની પણ મારી પેઠે ગાંધીના થઈ ગયા. સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212