________________
રસ્કિન અને મહાત્મા ગાંધી
પ્રો. એમ. એલ. દાંતવાલા
કર્મશીલ મૂલ્યનિષ્ઠ મૂર્ધન્ય અર્થશાસ્ત્રી હતા. એમને વેધક સંશોધનો કર્યા અને વિપુલ પણ તેજસ્વી લેખનોથી એમના અધ્યયન દ્વારા ખૂબ પ્રખ્યાત થયા હતા. કૃષિ અર્થવિજ્ઞાનને વિદ્યાશાખામાં મોભાસ્પદ દરજ્જો એમના પ્રયત્નોથી પ્રાપ્ત થયો હતો. ગાંધીમૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા તેઓ એ માર્ગે મહત્વનું કાર્ય કરે છે. એક દિવસ શ્રી ચિત્તરંજન વોરા રસ્કિનના અન્ટુ ધિસ લાસ્ટનું ભાષાંતર લઈ મારે ત્યાં આવ્યા. તેમણે મને પ્રસ્તાવના લખી આપવા વિનંતી કરી. એ મેં તરત સ્વીકારી પણ પછી મને લાગ્યું કે આ જવાબદારી લેવામાં મેં કંઇક ઉતાવળ કરી. રસ્કિન અને ફ્કતઃ ગાંધીજીની આર્થિક વિચારસરણીની તમામ બાબતનું સમર્થન કરવાનું મારે માટે શક્ય ન હતું તે સ્પષ્ટ હતું. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ચિંતક એવી ભાવનાથી પુસ્તક તૈયાર કરે કે રસ્કિન (અને ગાંધીજી)ની આર્થિક લિસૂફી હજુ આજે પણ સુસંગત છે અને ગુજરાતના વાચકો સુવિખ્યાત પુસ્તક અન્ટુ ધિસ લાસ્ટના ભાષાંતર મારફત તેને મનમાં વધુ ઉતારે, ત્યારે તેની પ્રસ્તાવનામાં મારો અલગ મત હું કેટલી મક્કમતાથી વ્યક્ત કરી શકીશ? પણ એક વાર વચન આપ્યા પછી વિશ્વાસે રહેલા મિત્ર સાથે બીજો વિચાર કરવાનું ઠીક ન ગણાય, એટલે પછી વચ્ચેનો માર્ગ કાઢ્યો. ચિત્તરંજને અન્ટુ ધિસ લાસ્ટના વિચારોનું તાત્પર્ય અને તેની સંગતિ બતાવતો પરિચય લખવો અને મારે ઉપોદ્ઘાત લખવો.'
મારે કબૂલ કરવું જોઈએ કે ચિત્તરંજનની વાત મેં તરત સ્વીકારી લીધી તેની પાછળ બીજું એક કારણ રસ્કિન અને ગાંધીજીના વિચારો સાથેના મારા અનુસંધાનનું છે. મારા મનમાં એ નૈતિક અને બૌદ્ધિક બંને રીતે રહ્યું છે. અને વળી ખાસ તો ગાંધીજીએ અન્ટુ ધિસ લાસ્ટ વાંચ્યા પછી અનુભવ્યું તે, એમણે લખ્યું: “આ પુસ્તકના આદર્શ । આદર્શ મુજબ મારું જીવન બદલવાનો મેં નિશ્ચય કર્યો... જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ (આત્મકથા પાન ૨૭૨)' વળી અન્યત્ર એમણે કહ્યું છેઃ “અન્ટુ બિસ લાસ્ટ એ શબ્દોમાં જે આશય છે તેને હું વળગી રહું છું... અન્ટુ ધિસ લાસ્ટમાં કહેલા સિદ્ધાંત પાળવાનું ને તેનો અમલ કરવાનું ખાસ જરૂરી છે, એમ હું માનું છું. તે સિવાય માણસજાતિ તેના બંધુતા અને સમાનતાનાં ધ્યેયને જીવનમાં ઉતારી શકે નહીં અને આગળ વધી શકે નહીં.” (હરિજન, ૨૫-૮-૧૯૪૬, પા. ૨૮૧)
૧૭૨
મેં રસ્કિન તથા રસ્કિન અને ગાંધી ઉપર લખાયેલું વધુ કેટલાંક પુસ્તકો વાંચ્યાં. એ વાચને મને આ ઉપોદ્ઘાત લખવાની હામ આપી. રસ્કિનની આર્થિક અને સામાજિક ફિલસૂફી ઉપર
સત્ય-અહિંસા-અપરિગ્રહ
પરિચયમાં ચિત્તરંજને વિગતે લખ્યું છે. હવે હું તેને બૃહદ્ શાસ્ત્રવિચારણાના સંદર્ભમાં રજૂ કરવાનો પ્રયત્ન કરીશ.
નાનકકક્ષા માટેના મારી પાસેના પાઠ્યપુસ્તક હિસ્ટરી ઓફ ઇકૉનૉમિક ડૉક્ટ્રિનમં તેના લેખકો ચાર્લ્સ ગિદ અને ચાર્લ્સ રિસ્ટ (જ્યૉર્જ હાર્પ, ૧૯૧૫), રસ્કિન, ટૉલ્સ્ટૉય અને કેટલેક અંશે બંનેના પુરોગામી થૉમસ કાર્લાઈલને એક વિશિષ્ટ દરજ્જામાં મૂકે છે. એમને ભાર દઈને અધ્યાત્મવાદી (‘મિસ્ટિક્સ') કહે છે. ગાંધીજીની વિચારસરણી પર આ ત્રિપુટીની અસર તારવવાનો પ્રયાસ પણ અહીં કર્યો છે.
આ ત્રણેયને ગાંધીજીની જેમ જ પ્રશિષ્ટ ('ક્લાસિકલ') અર્થશાસ્ત્ર આપેલાં સિદ્ધાંતો અને નીતિઓ માન્ય ન હતાં. તેના એ પ્રખર ટીકાકાર હતા. (રસ્કિન તો જૉન સ્ટુઅર્ટ મિલ પર આક્રમક હુમલો જ કરે છે.) ટૉલ્સ્ટૉય અને રસ્કિન, એ બંને સુખવાદી સિદ્ધાંત (‘હીડૉનિસ્ટિક’) ને વખોડે છે. એ બંને શરીરશ્રમની હિમાયત કરે છે. એ જ શક્તિ છે. તેના વડે માનવીને મુક્તિ મળશે અને સમાજમાં નવચેતના આવશે. (ગિદ અને રિસ્ટ પા. ૫૧૦) તેમ છતાં ભાવિ સમાજની કલ્પના બાબત બંનેમાં ભિન્નતા છે. રસ્કિન ભવિષ્યના સમાજને સાદર્યલક્ષી હોવા ઉપરાંત તેમાં સમૃદ્ધિ અને ભદ્રશીલ સભ્યતા કહ્યું છે. ટૉલ્સ્ટૉયને મન તેમાં સમાનતા, સામુહિકતા હશે, ને ખાસ તો નૈતિકતા હશે, રસ્કિન અને ટૉલ્સ્ટૉયની પ્રેરણાને લીધે ગાંધીજીમાં શરીરશ્રમ (ચરખા) માટેનો આહ અને ટૉલ્સ્ટૉયની પ્રેરણાને લીધે તેમનામાં નિરપવાદ નૈતિક મૂલ્યોનો, સત્ય અને અહિંસા માટેનો દઢ આગ્રહ આવ્યો હોય એમ લાગે છે. રસ્કિનના સામાજિક નવચેતનાના કાર્યક્રમનો ગિદ અને રિસ્ટ નીચે મુજબ સમારોપ કરે છેઃ
(૧) દરેક વ્યકિત માટે શરીરશ્રમ ફરજિયાત હોવો જોઈએ. અન્યના શ્રમને નિચોવી. તેનો કસ કાઢીને થતા ફાયદા ઉપર જીવવાનું બેહૂદું અને આત્મવંચનાથી ભરેલું છે... જે યંત્ર પવન કે પાણીની શક્તિ વડે ચાલતાં હો, જે પ્રકૃતિની રમણીય પવિત્રતાને પ્રગટ કરે તેવાં હોય પણ જે કોલસા વડે ચાલનાર પેઠે પ્રદૂષણ પેદા કરનારાં ન હોય, તે સિવાયનાં બધાં યંત્રનો ત્યાગ કરવો જોઈએ. હરેક મજૂર કુશળ કારીગર બને એમ રસ્કિન ચાહતા અને કારીગર પછી કલાવાન પણ બને એવી તેમની ઝંખના હતી. ત્યારે બીજી બાજુ ટૉલ્સ્ટૉય કલા જેવા સંસ્કાર માટે ખાસ ખેવના રાખતા પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮