________________
એક રૂડું કામ
મનુભાઈ પંચોળી – 'દર્શક'
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર નવલકથા, નવલિકા, નિબંધ, ઈતિહાસ લેખન કર્યું છે. ‘ઝેર તો પીધાં જાણી જાણી' નામક પ્રસિદ્ધ નવલકથાના સર્જક)
ગાંધીજીએ જ્યારે પોતાની આત્મકથામાં રસ્કિનને પોતાના પર પ્રભાવી ત્રણ મહાપુરુષોમાંના એક તરીકે ગણાવ્યા અને તેના શકવર્તી પુસ્તક અન્ટુ ધિસ લાસ્ટના વાચને કેમ એમનું જીવનપરિવર્તન કર્યું એ વર્ણવ્યું, ત્યારે જ આ દેશના લોકોનું ધ્યાન રસ્કિન તરફ ખેંચાયું હતું. જોકે ઇંગ્લેન્ડમાં અને કંઈક અંશે યુરોપમાં રસ્કિન એ તે કાળની યુગચેતના છે, તેમ કહેનારા લોકો હતા જ. ઈંગ્લેન્ડની લેબર પાર્ટી જ્યારે પહેલી વાર પાર્લમેન્ટમાં મજબૂત લઘુમતી તરીકે પ્રવેશી ત્યારે તેના સભ્યોને પુછાયેલું કે તેઓ સમાજવાદ તરફ કેમ આકર્ષાયા? ત્યારે ત્રણ ચતુર્થાંશ સભ્યોએ ઉત્તર આપેલો કે ‘‘અન્ટુ ધિસ લાસ્ટ પુસ્તક વાંચીને.’’
‘‘પુસ્તકો લખ્યું કે વાંચ્યું શું વળે? દુનિયા તો કાં બળથી ચાલે, કા છળથી ચાલે અને કા ધનથી. ચોપડીથી? જવા દો વાત!'' એમ કહેનારા હતા અને છે. પણ, ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાંયે ન મળે ને બીજી ત્રાંબિયાના તેર લેખે મળે.
ન
જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં અન્ટુ ધિસ લાસ્ટ અક્ષયપાત્ર છે.
આજની બધી લેબર પાર્ટીઓ અને બધે સ્વીકૃત થયેલ કલ્યાણ રાજ્યના પાયામાં આ નાનકડી પુસ્તિકા છે. ચપટી દારૂ જેમ મોટા આલીશાન કિલ્લાને ઉડાડી મૂકે તેમ આ પુસ્તિકાએ દરેક પોતાને માટે અને રહી ગયો તે મૂવો' તે સૂત્રને પોતાનો પાયો માનનાર અર્થશાસ્ત્રની ઈમારત એવી તોડી પાડી કે હવે એવી વાત કરવાની હિંમત કોઈ અર્થશાસ્ત્રી કરી શકતો નથી. મજૂરોને પૂરતું વેતન આપવું જ જોઈએ, તેની માંદગીમાં સંભાળ લેવી જ જોઈએ, તેને વૃદ્ધાવસ્થામાં નિભાવનાર વીમા યોજના હોવી જ જોઈએ, તે ખરી રીતે ધન-ઉત્પાદનમાં ભાગીદાર જ ગણાય. તેની બેકારી માટે કારખાનેદાર જવાબદાર છે જ, બાળમજૂરી તો ન જ હોઈ શકે, ‘‘ફાવે તેના ભલ્લા’’ તેવું તો હવે સ્વપ્નમાં પણ કોઈ મૂડીદાર કે કોઈ અર્થશાસ્ત્રી બોલી શકતા નથી, તે રસ્કિનના પ્રતાપે. આ નાનકડા ગ્રંથમાં આ બધી વાતો અકાટ્ય દલીલોથી અને તેજસ્વી ભાષામાં કહેવાઈ છે, ઉપાયો પણ સૂચવાયા છે.
તે વખતે અર્થશાસ્ત્રીઓ વગર સંકોચે કહેતા કે નીતિને અને અમને શાનો સંબંધ? અમારું કામ તો સંપત્તિ વધારવાનું. રસ્કિન તેમને પડકાર્યા. ‘સંપત્તિ વધારો એટલે શું? અને તે કોને ભોગે? કેવી રીતે? અરે, ખુદ 'સંપત્તિ એટલે શું?” તેણે નિર્ભીક રીતે પુછ્યું કે ‘“હવેલી આગમાં બળી જાય તેથી કોલસા સસ્તા થાય જ,
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૧૭૮
એટલે શું હવેલી બાળવાનો કાર્યક્રમ લઈ શકાય? કે કોઈ લે તો તે વાજબી ગણાય? કે ધરતીકંપ થયા પછી ઇંટો સસ્તી થઈ જાય, એટલે શું ધરતીકંપ થયો તે ઠીક થયું ! ચાલો ધરતીકંપ થાય તેવી પ્રાર્થના કરીએ, એવું કરાય? રસ્કિને કહ્યું કે, “તમારી વ્યવસ્થા ધનોત્પાદન કરે છે, માલ સસ્તો કરે છે, પણ હજારો ઘરોને ઉજ્જડ કરે છે, મજૂરોનાં જીવન ભસ્મીભૂત થાય છે તેનું શું? એ ધરતીકંપ કે આગ નથી? અને સસ્તું એટલે શું?’’ એવો પાયાનો પ્રશ્ન ચોગાનમાં મૂક્યો. રસ્કિને કહ્યું કે મારા ખિસ્સામાંની ગીની’ની કિંમત સામેનાના ખિસ્સામાં ગીની નથી તે કારણે છે. સામાવાળાના ખિસ્સામાં – બધાના ખિસ્સામાં ગીની મૂક્યા પછી જે સસ્તું થાય તે સાચું સસ્તું. બીજાના અભાવ, બીજાની શંકતા, બીજાની ગરજ પર જે સંપત્તિનું ઉત્પાદન થાય છે તે સંપત્તિ નથી પણ વિપત્તિ છે. અને કેવો અવિસ્મરણીય દાખલો આપ્યો! કૅલિફોર્નિયા પાસે જહાજ તૂટતાં જે સૈનિકોના ગજવામાં સોનું હતું તે વહેલા તળિયે ગયા, એમ કહી રસ્કિન વીંધી નાખનારો પ્રશ્ન પૂછે છે, ‘“એ ડૂબતા હતા ત્યારે સોનું તેમના કબજામાં હતું કે તેઓ સોનાના કબજામાં હતા?’’ અને છેવટે ફોડ પાડીને સમડાવ્યું કે, “સંપત્તિ જેવી કોઈ સાર્વભૌમ સ્વાયત્ત વસ્તુ જ નથી, જીવન જ સંપત્તિ છે.''
જીવનનો નાશ કરે તેને સંપત્તિ કહેવી તે વાણીનો દુર્વ્યવાર
છે.
તે વખતે ચર્ચાતા બજાર કિંમત, મૂળ કિંમત, વાજબી કિંમત જેવા પ્રશ્નો ચર્ચા પ્રતિપાદિત કર્યું, ''તે જ વાજબી કિંમત છે જેમાં બંને પક્ષો સરખી રીતે શ્રમમૂલ્યની લેવડદેવડ કરે છે, બાકી તો કાયદેસર લૂંટ છે, અને તમે ગમે તેવા શણગારેલા શબ્દોમાં સજાવો, પણ લૂંટ તે લૂંટ જ છે.''
આજે પિશ્ચમના આગળ વધેલા દેશો આવું સમાન શ્રમમૂલ્ય આપ્યા વિના પછાત દેશોમાંથી કાટો અધપાકો માલ સસ્તામાં લઈ જાય છે તેની સામેની પછાત દેશોની ફરિયાદનો મૂળ સમર્થક રસ્કિન છે.
આજનું અર્થશાસ્ત્ર કામ પરના કે બેકારને કામ ન મળે ત્યાં સુધી ખરીદશક્તિ આપવી જોઈએ તો જ મંદી અટકે અને મંદી આવી હોય તો જલદી ટળી જાય તેમ માને છે. તે પણ મૂળમાં રસ્કિનના અદલાબદલામાં માગ અને જથ્થાના મોટા પાયા પર નહીં પણ સમાન શ્રમમૂલ્યનો સ્વીકાર થાય તે જ સિદ્ધાંત, સમયની પરિભાષામાં છે. ઘણી વાર હું શ્રોતાઓને કહેતો કે આજની ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક