________________
પરિણમશે.''
ન્યાયના આ કાર્યને બે બાબતોમાં એ નિરૂપે છે ઃ
આ મુજબ, ન્યાયનું સર્વપ્રથમ અને તાકીદનું કાર્ય ધનસંપત્તિની શક્તિને ઘટાડતા જવાનું છે, એક તો એશઆરામના મોજશોખ મેળવવામાં અને બીજું તે નૈતિક પ્રભુત્વ જમાવવાની બાબતમાં કોઈ એક માલિક પોતાના સ્વાર્થ-હિત માટે શ્રમિકજનોના વિશાળ સમુદાય ઉપર એકહથ્થુ ઈજારો ભોગવી શકે નહીં, કે બૌદ્ધિકોના વિશાળ સમુદાયને પોતાની મુનસફી પ્રમાણે ચાહે તેમ પોતાની સેવામાં જોતરી શકે નહીં.
આજે આ બંને રીતે ન્યાયની પ્રસ્થાપના માટે આપણો સમાજ જોજનો દૂર છે. હકીકતમાં એ બંનેમાં ઘાર અન્યાયભરી પરિસ્થિતિએ આપણી લોકશાહી સામે જબરદસ્ત પ્રશ્નાર્થ ખડો કરે છે. એ જ આંતરરાષ્ટ્રીય મૂડીવાદી આક્રમણ અંગે, તેમજ ઘરઆંગણે વપરાશ ધોરણ અને ટૅક્નૉલૉજીના સુસંગત વિકલ્પ પસંદ કરવા અંગે, તેમજ પર્યાવરણની સમતુલા અને કુદરતી સૌંદર્યની સાચવણી અંગેના સવાલ છે.
એક બાજુ નફા વડે સંપત્તિ એકઠી કરવામાં સમૃદ્ધિ રહેલી છે એવી સામાજિક માન્યતા હોય અને બીજી બાજુ સાધનહીન બિનકુશળ શ્રમિક મજૂર બની ગયેલા વ્યાપક જનસમાજને જીવન જીવવા માટે કારમી ગરીબી ભોગવવી પડતી હોય ત્યારે સામાજિક શાસ્ત્રના
હેતુમાં કેન્દ્રસ્થાને આશય શું હોય; નફા વડે સંપત્તિની સમૃદ્ધિ કેમ એકઠી કરવી તે, કે પછી સમાજના તમામ લોકોને, નબળામાં નબળાને પણ ન્યાયપૂર્વક જીવન જીવવા જેટલી વપરાશ કેમ મળે, તે? એ રીતે, સમાજ સામે આવા પાયાના સવાલ શા છે એટલું પણ સમજવાની ક્ષમતાનો અભાવ આપણી લોકશાહીમાં મૂડીવાદની અંધાધૂંધીનાં મૂળમાં છે. તે અભાવ માટે સમજ અને તેના સંચાલનમાં સભાનતા પેદા કરવાની શક્તિ રસ્કિન વિચાર વડે મળી શકે તેમ છે. રસ્કિનની પ્રસ્તાવનામાં જાણે નવયુગના ઉદ્ઘાટનની ઉદ્ઘોષણ
છે :
પુરસ્કર્તા જો કોઈ ગણાય તો તે રસ્કિન જ છે. તેમણે જ આ ગ્રંથમાં ખાસ એ બાબત છેક ૧૮૬૧માં લખ્યું ઃ તેમ જ યુદ્ધવિરોધી શાંતિવિચા૨ક પણ એ જ પ્રથમ છે, તેમણે લખ્યું: “આજ સુધી તો માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાના ભાઈઓનો કેમ નાશ કરવો તેમાં કર્યો છે. લડાઈઝઘડા, લૂંટફાટ વગેરેમાં નિપુણતા તરફ તેણે પ્રગતિ કરી છે. માણસ આ પ્રકારની પશુવૃત્તિ કરતાં કંઈક વિશેષ ઊંચેરો છે તેમ જો વિચારીએ તો તેની બુદ્ધિને કાબૂમાં રાખવા માટે આવા પશુજગતના નિયમો કંઈ જરૂરી નથી. માનવવિકાસ અને વૃદ્ધિના માર્ગમાં પડેલા અંતરાય તો તેનામાં રહેલ પ્રેમની ઊણપ અને હિંમતના અભાવના છે, બીજા નહીં. બંને ખામીઓ તેની મર્યાદાઓ છે. તેને પાર હજુ પહોંચી શકાયું નથી કે આવનારા યુગો સુધી કદી પહોંચી શકાય તેમ પણ લાગતું નથી.'' ઉપરાંત વિશ્વના સર્વપ્રથમ પર્યાવરણરક્ષાના ચિંતક પણ રસ્કિન છે; તેમણે લખ્યું : ‘‘જીવન જીવવાની એક કળા છે. તે એક ખાસ નજર માગી લે છે. મનથી એમ લાગવું જોઈએ કે જે કુદરતમાં છે અને તેમાં જે સુંદરતા છે તે પણ ખૂબ જરૂરી છે. ખેતરનું અનાજ જેટલું જરૂરનું છે તેટલું જ જંગલમાં નજરે પણ ન પડે તેમ ખીલતું વગડાઉ ફૂલ પણ જરૂરી છે. પાળેલાં પશુ જરૂરી છે તો કલ્લોલ કરતાં વનનાં પંખી ને જંગલી જનાવર પણ એટલાં જ જરૂરી છે. માણસ માત્ર એક રોટલાને આધારે જ નથી વી શકતો. તે સિવાય પણ તેને બીજી અનિવાર્ય આવશ્યકતાઓ છે.’’
અર્જુ ધિસ લાસ્ટના લેખક મહામના રસ્કિન માનવજાતિના વિકાસના આખા પ્રશ્નમાં ફ્રેંચ ક્રાંતિમાં હિંસાચારના મૂળમાં રહેલ તે ખામી, પ્રેમ અને હિંમતના અભાવરૂપ બે અંતરાય જુએ છે. બીજાને ન્યાય મળે તેવો આગ્રહ તેમને માટે પ્રેમ હોય તો જ સંભવી શકે. અને પોતાને હાથે બીજાને અન્યાય ન થાય, તે માટે ત્યાગપૂર્વક, સ્વેચ્છાએ, સાદું જીવન જીવવાનું સ્વીકારી લેવામાં, ભારોભાર હિંમત જરૂરી છે.
હિંદ સ્વરાજમાં આ સિદ્ધાંતોની સફ્ળતા માટે સત્યાગ્રહના વિચારનું વિકસિત વ્યવહારુ અમલનું સ્વરૂપ મહાત્મા ગાંધીએ ‘સ્વરાજ'ની વ્યાખ્યામાં આપ્યું, સૌએ સૌ માટે મેળવવાનું'' સ્વરાજ. એ 'કલ્યાણરાજ્ય તેમજ સમાજવાદ' કરતાં ભિન્ન છે. અને તાત્કાલિક તે પૂરેપૂરી કાર્યયોજના વિકસાવીને નહીં પણ ‘‘એક જ ડગલું બસ થાય'' એવી દિશાનો છેલ્લા અને સર્વપ્રથમ ન્યાયનો વિકલ્પ છે, કેમ કે રસ્કિને સમાપનમાં કહ્યું છે તેમ, .........સૌને ઉપલબ્ધ હોય તેવો નિર્દોષ ઉચ્ચ પ્રકારનો આનંદ આપણે સૌએ આવતી કાલ ભોગવવાનો છે, પણ તે બધાંને મળે ત્યારે તથા સહુના સહિયારા પુરુષાર્થથી મળે ત્યારે.''
જગતના પર્યાવરણના હોય કે આર્થિક વિષમતાના હોય, સઘળા સવાલોમાં કેન્દ્રવર્તી મહત્ત્વ વ્યક્તિનાં માનસિક વલણોનું
સત્ય-અહિંસા-અપરિગ્રહ
રાષ્ટ્રની સંપત્તિનું માપ તેનો વપરાશ શું છે, તે જ છે. અસલ સ્વરૂપ માનવતા સ્વયં છે, પૈસો એ તો તેના પડછાયા પાછળની દોડ છે.
જીવન કરતાં અધિક એવી કોઈ સંપત્તિ નથી. ("There is no wealth but life.")
વપરાશ એ જ ઉત્પાદનકાર્યની કસોટી પણ છે. ઉત્પાદનનું લક્ષ્ય વપરાશ છે. અને વપરાશનું લક્ષ્ય જીવન છે, કેમ કે જીવન એ જ સંપત્તિ છે. આ નહીં સ્વીકારવાનું પરિણામ સ્થૂળ હીરાઝવેરાત જેવી બિનઉપજાઉ સંપત્તિ-સોના પાછળની હિંસક દોડમાં માણસ આજ સુધી કેવળ લડાઈઝઘડા કરતો આવ્યો છે, એ છે : એવું પોકારીને લખનાર વિશ્વના સર્વપ્રથમ અહિંસક સામાજિક ન્યાયના
ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
૧૬૯