________________
મહાનતામાં ખીલી ઊઠ્ય, અગાઉ જ્યારે એક જ વાર બુદ્ધે બધા ગુજરાતી ભાષાન્તર જ સજીવ જીવો વચ્ચેના ભાતૃભાવ અને કરુણાના સત્યની ઘોષણા શીર્ષક : એક મુકદમો ભારતની તરફેણમાં કરી હતી ત્યારે આમ થયું હતું.
અનુવાદક : મહેન્દ્ર ચોટલિયા કદાચ ગાંધી નિષ્ફળ જશે - સાવ ડાર્વિનવાદી બની ગયેલા આ પ્રકાશન : ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. જગતમાં સંતો નિષ્ફળ જાય તેવી શક્યતા હોય છે જ. પરંતુ જો (અમૂલ) (૨૦૦૮)
ક્યારેક ક્યારેક જીવન આપણી સફળતાના ચહેરાને આવી કોઈક નિષ્ફળતાથી રંગી ન દે તો આપણે જીવનનો સ્વીકાર કેવી રીતે
૮, જાનકી એપાર્ટમેન્ટ કરી શકીએ?
નૂતન ક્લબ પાસે, નાના બજાર મૂળ પુસ્તક : A case for India (1930)
વલ્લભ વિદ્યાનગર - ૩૮૮૧૨૦ લેખક : Will Durant
mahendra.chotalia@gmail.com પ્રકાશન : Strand Book Stall, Mumbai -2007
| M. 9879528129 ધર્મધર્મનો વિચાર ગાંધીજીના માનમાં રાજકોટના ઠાકોરસાહેબે એક ગાર્ડન પાર્ટી આપી હતી. ગાંધીજી બેઠા હતા એ જ ટેબલ ઉપર એક બાજુ ઠાકોર સાહેબ અને બીજી બાજુ બ્રિટિશ પોલિટિકસ એજન્ટ હતા. વાતો ચાલતી હતી. એટલામાં ગાંધીજીએ ઠાકોરસાહેબ આગળની શરાબની બાટલી ઊંચકીને પોલિટિકલ એજન્ટ આગળ મૂકી દીધી. | ધર્માધર્મનો ખ્યાલ રાખનાર કોઈ સામાજિક પહેરેગીરે આ વિશે ગાંધીજીને કાગળ લખીને ખુલાસો માગ્યો કે, “તમારા જેવા મદ્યપાન-નિષેધક આવે ઠેકાણું ભોજન લઈ જ શી રીતે શકે? તમે ભોજન લીધું એટલું જ નહીં, પણ શરાબની બાટલી પણ પીનાર આગળ કરી!' ' ગાંધીજીએ જવાબમાં એટલું જ લખ્યાં કે, “આ પ્રસંગે કઈ રીતે વર્તવું એનો સૂથમ વિવેક હું જાણું છું. તમેને હું એટલું જ કહી શકું કે તમારા જેવા મારું અનુકરણ ન કરે.''
માંસાહાર પરત્વે પણ આવા જ સવાલ ઉઠાવવામાં આવે છે. આપણે માંસાહારને વ્યસન નથી ગણતા પણ પાપ ગણીએ છીએ. ધૂમપાનને વ્યસન ગણીએ છીએ, પાપ નખી ગણતા કેટલાય ખાવાઓ અખંજ ચલમ ફૂંકતા હોય છે, એ વ્યસન છે એની તેઓ પણ ના નથી પાડી શકતા. અને છતાં એમનું સાધુત્વ તેટલા પ્રમાણમાં ઓછું છે એમ સમાજ નથી માનતો. સ્વામી વિવેકાનંદ જેવા આધુનિક સંન્યાસીઓ પણ હુક્કો છોડવાની આવશ્યકતા માનતા ન હતા. એમના પ્રત્યેનો મારો આદર આ કારણે તેલમાત્ર ઓછો ન થયો. છતાં હું માનું છું કે ધૂમ્રપાન એ સાધુજીવનમાં એબ ગણાવું જોઈએ. - જે લોકોના આહાર જ માંસ છે એમને પ્રાણીહત્યાનું કાંઈ લાગતું નથી. દુનિયાની આજની નીતિની કલ્પના જોતાં, તેઓ પાપ કરે છે એમ ન કહેવાય. છતાં પ્રાણીહત્યા એ ક્રૂરતા અને પાપ છે જ, પણ જેઓ એ વાત નથી સમજતા અથવા નથી માનતા, અથવા ટેવને કારણે માંસાહાર ચલાવવા માગે છે, તેમનો વાંક ન કઢાય.
ત્યારે શું આપણે સમાજના, માંસાહાર કરનાર અને ન કરનારા એવા બે ભાગ પાડવા ? અને બે વચ્ચેનો વહેવાર તોડી જ નાખવો? વર્જેલાને જાતિ ઊંચી અને ન વર્જેલાઓની નીચી, એમ નક્કી કરી વર્જેલાઓનું અભિમાન પોષવું? અને ન વર્જલાઓ ઉપર ઊતરતાપણાનો ખ્યાલ ઠોકી બેસાડવો?
આપણે હિંદ લોકોએ એ બધું કરી જોયું છે. એમ કરીને આપણે સમાજની ઉન્નતિ નથી સાધી. વર્જેલા અને ન વર્જેલા અને ન વર્જલા વચ્ચેનો વહેવાર તોડવાથી વર્જલાઓનો નિશ્ચય વધારે મજબૂત થવાનો સંભવ છે એટલે આપણે માની લઈએ, પણ ન વર્જેલાઓની નોખી ન્યાત પાડવાથી તેમનામાં સુધારો થવાનો સંભવ પણ આપણે અટકાવીએ છીએ એ ન ભૂલવું જોઈએ.
ઈંગ્લંડમાં ગાંધીજીને એક પાદરીએ દર રવિવારે પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપી રાખ્યું હતું. જમવાના ટેબલ ઉપર મિશનરીનાં કુટુંબીઓ માંસાહારની વસ્તુ આણીને ખાતાં. ગાંધીજીનો આહાર ચુસ્ત ‘વર્જેલો રહેતો. આહારનાં પુણ્યપાપ વિશે ત્યાં વાત ન છોડવા જેટલો વિવેક ગાંધીજી પાસે હતો. પણ મિશનરીનાં બાળકો પૂછવા લાગ્યાં કે, ‘અમુક વાનીઓ મિ. ગાંધી કેમ નથી પણ મિશનરીનાં બાળકો પૂછવા પડ્યું કે, “એમના ધર્મમાં એ પાપ ગણાય છે.''
‘‘શા માટે પાપ ગણતા હશે?' ' ‘તેઓ માને છે કે પશુપક્ષીઓને આત્મા છે, સુખદુ:ખની લાગણી છે, પ્રાણીઓને મારવામાં કૂરતા છે - પાપ છે.'' “વાત તો સાચી લાગે છે. તો આપણે કેમ એ વસ્તુને પાપ નથી ગણતાં?'' ‘‘આપણે માનીએ છીએ કે પશુપક્ષી આદિ મનુષ્યતર પ્રાણીઓને આત્મા નથી હોતો.''
“તે કોણ જાણે, પણ એમને મારવામાં કૂરતા તો છે જ. મારતી વખતે તેઓ નાસભાગ કરે છે, જોરથી રુએ છે, એટલું તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આવતી કાલથી અમે એ વસ્તુઓ નથી ખાવાનાં.'
નહીં, ખાઓ તો નબળાં પડશો.' ' ‘ત્યારે મિ. ગાંધી કેમ નથી મબળા પડતા?'' અંતે પાદરીએ ગાંધીજીની માફી માંગી અને રવિવાનું જમવાનું આમંત્રણ પાછું ખેંચી લીધું. આ આખો પ્રસંગ શો બોધ આપે છે?
એમ જમાનો હતો જ્યારે જૈન લોકો માંસાહારી લોકો વચ્ચે જઈને ધર્મપ્રચાર કરતા હતા. કેટલાક જૈનો માંસાહાર કરતા હતા, એવો ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાં મળે છે. ટેવને કારણે માંસાહાર કરનાર લોકોને જૈન ધર્મમાં પ્રથમ લઈ લીધા હશે, તેઓ ધીમેધીમે માંસાહારનું વર્જન કરશે એમ આશા રાખી હશે, અને તે સફળ પણ થઈ હશે.
ત્યાર પછી પ્રાણીઓને બચાવવાની વૃત્તિ શિથિલ થઈ. ફક્ત પોતાનો ધર્મ બચાવવાની વૃત્તિ બાકી રહી હશે. એટલે જૈન લોકોએ માંસાહારી લોકો સાથે ભળવાનું છોડી દીધું હશે. પરિણામે નવા લોકો જૈનધર્મમાં આવતા અટક્યો, પણ માંસાહાર ન કરનાર ચુસ્ત જૈનોમાંથી કોઈ માંસાહાર તરફ નથી જ લપસ્યું, એમ કહી શકાત તો કેવું સારું થાત!
ધર્માધર્મનો વિચાર બહુ સૂક્ષ્મ હોય છે.
(ઑક્ટોબર- ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
(સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૬૩)