Book Title: Prabuddha Jivan 2018 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 164
________________ મહાત્મા ટૉલ્સટૉય અને મહાત્મા ગાંધી ચિત્તરંજન વોરા ગુજરાતી ભાષામાં અનેક ઉત્તમ અનુવાદો આપ્યા છે. અન ટુ ધિસ લાસ્ટનો તેમને અનુવાદ કર્યો છે, જેનું પ્રકાશન નવજીવને કર્યુ છે. મહાત્મા ગાંધીના નીચેના શબ્દ છે, એમણે આત્મકથામાં લખ્યું: મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના વૈકુંઠ તારા હૃદયમાં છે નામના પુસ્તકથી ને રસ્કિને અન ટુ વિસ લાસ્ટ - સર્વોદય નામના પુસ્તકથી મને ચક્તિ કર્યો.' મહાત્મા ટૉલ્સ્ટૉયના આ સંયે મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહની શોધ વખતે તેમની વિચારણાના પાયાને મજબૂત કર્યા. આ ગ્રંથ પ્રેમ, ક્ષમા, ભાઈચારો અને વિશ્વનાં આદિકારણને સમર્પિત જીવનનિષ્ઠાનો ગ્રંથ છે. બધા ધર્મોનાં એ સાર્વભૌમ આધ્યાત્મિક મૂલ્ય છે. તેથી આ ગ્રંથ માત્ર ખ્રિસ્તી ધર્મ પૂરતો જ નહીં પણ જગત આખાની માનવતાનો અમૂલ્ય વારસો છે. તેને ધાર્મિકતાની સંકુચિત સાંપ્રદાયિકતાથી પર ઊઠીને જ વાંચી શકાય, જેમ મહાત્મા ગાંધીએ વાંચ્યો અને તેમાંથી પોતાને માટે સાર સાર હતું તે ગ્રહણ કરી લીધું. આ ગ્રંથના અંગ્રેજી નામ ધ કિંગ્ડમ ઑફ ગૉડ ઇઝ વિધિન યૂ’ નો ગુજરાતી અનુવાદ મહાત્મા ગાંધીનો છે! તે આત્મકથાનાં ઉપરનાં અવતરણમાં વાંચવા મળે છે. તેવાં નામે ગુજરાતીમાં હજુ સુધી કોઈ અનુવાદ થયો તો નથી. પણ તેમણે લખેલ ગુજરાતી નામે મહાત્મા ટોલ્સ્ટોયનો આ ગ્રંથ માત્મયાનાં વિસ્તરતા વાચન સાથે જાણીતો બનતો રહ્યો. એટલે એમ મહાત્મા ગાંધીની કલમે સાહિત્યિક સૌંદર્યની છાંટવાળાં બનેલાં આ ગ્રંથ માટેનાં ગુજરાતી નામકરણનો અમૂલ્ય લાભ આ અનુવાદને મળ્યો, તે તો ખરે જ કલ્પનાતીત અલૌકિક સદ્ભાગ્ય જ ગણાય. મહાત્મા ગાંધીનાં જીવન અને વિચાર પર પ્રભાવ પાડનાર મહાત્મા ટૉલસ્ટૉયનાં વચન જેમ જેમ આ ગ્રંથને પાને પાને ઊઘડતાં જાય તેમ તેમ તેને પોતાની સમજમાં ઉતારનાર વાચક કોઈ અવર્ણનીય આહ્લાદનો અનુભવ કરે તેમાં શંકા નથી. ભલે દરેક વાચકને મહાત્મા ગાંધી જેવી શુદ્ધ સત્ય-અહિંસાની શોધ ન પણ હોય; તેમ છતાં, દરેકનાં મનમાં સત્ય માટે પોતાની મર્યાદા પૂરતી ઝંખના આગ્રહ અને સ્વતંત્રતા માટેની ચાહના તો રહેલ હોય જ છે. એ દરેકને પણ આ ગ્રંથમાં આદિથી અંત સુધી ઝળહળતી મૌલિકતા વિચારની નવી ક્ષિતિજોની ઝાંખી કરાવ્યા વિના રહેશે નહીં. ૧૬૪ સત્ય-અહિંસા-અપરિગ્રહ મહાત્મા ગાંધીએ પોતાના ઘડતરમાં પ્રભાવક ગણાવેલ બે ગ્રંથ પૈકી એક, રસ્કિનનો અનટુ ધિસ લાસ્ટ ગ્રંથ આજે ગુજરાતીમાં ઉપલબ્ધ છે. હવે બીજું કિંગ્ડમ ઑફ ગોંડ ઇઝ વિધિન યૂ પણ પ્રકાશિત થઈ શકે છે ત્યારે સ્વયં ગાંધીવિચારના જનક મહાત્મા ગાંધી માટે પાયાના બનેલ આ બન્ને ગ્રંથ આજે હવે ગુજરાતીમાં ઉપલબ્ધ કરી શકાયા, ચેમાં સર્વશક્તિમાનની કૃપા વિના આ કાર્યની કલ્પના પણ અમારે માટે શક્ય નથી. આ અનુવાદમાં મૂળ લેખક સિવાયના અન્ય લેખકોનાં સાહિત્યનાં વિપુલ અવતરણોમાંથી પુનરુક્તિ જેવાં કેટલાંક તથા અમુક મુદ્દાની રજૂઆતમાં સ્પષ્ટીકરણની પુનરુક્તિના અને સેવક જેવા કેટલાક અંશ લાગ્યા, તે જતા કર્યા છે. મૂળ લેખકની ચિંતનધારા અખંડ રહે એ જ ખાસ તકેદારી રાખી છે. મહાત્મા ગાંધીને મન પાયાનું મહત્ત્વ ધરાવનાર આ ગ્રંથના શબ્દેશબ્દની પાછળ મહાત્મા ટૉલ્સ્ટૉયની જીવનસાધનાનું તપ છે, તેમના હૃદયની આંતરિક ચેતનાનાં પરિવર્તન વડે સમૃદ્ધ બનેલું એમનું તપઃપૂત જીવન છે. મહાત્મા લિઓ ટૉલ્સ્ટૉય પોતાના જીવનકાળમાં પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમનો જન્મ તા. ૯ સપ્ટેમ્બર, ૧૮૨૦એ રશિયાના એક અમીર જાગીરદાર કુટુંબમાં થયો હતો. ચાર ભાઈમાં એ સૌથી નાના હતા. તેમની ઉંમરના નવ મે વર્ષે માતાનો અને સોળમે વર્ષે પિતાનો સ્વર્ગવાસ થયો. ચોત્રીસમે વરસે લગ્નજીવનમાં સ્થિર થયા ત્યાં સુધી વિવિધ સંજોગોના ખડતલ અનુભવોમાંથી એમનું જીવન પસાર થયું. પ્રાથમિક શિક્ષણ ઘરઆંગણે ફ્રેન્ચ અને જર્મન શિક્ષકો પાસેથી લઈને એ યુનિવર્સિટીમાં ભાષાવિદ્યા શીખવા ગયા ખરા, પણ એમાં ફાવ્યું નહીં એટલે કાયદાની શાખામાં દાખલ થયા. તેમાં પણ સંતોષકારક પ્રગતિ થઈ નહીં, કેમકે અભ્યાસ કરતાં વધુ તો મિજબાનીઓ અને મેળાવડાઓમાં જ પોતે તો મહાલતા રહેતા. ઓગણીસ વર્ષની ઉંમરે યુનિવર્સિટી છોડીને કૌટુંબિક જાગીરની ખેતી સંભાળવાનું શરુ કર્યું. તેમાં સફળતા મળતી નહોતી તેથી લશ્કરમાં કામ કરતા એક મોટાભાઈને અનુસરીને લશ્કરી-સેવામાં જોડાયા. ત્યાં સરહદ પર જુદે જુદે સ્થળે તેમની બદલી થતી રહેતી. તેમને પછી યુરોપમાં ક્રિમિયાના યુદ્ધમાં મોકલવામાં આવ્યા. ત્યારે તેમની ઉંમર ૨૭ વર્ષની હતી. યુવાનીના આ તબક્કે લડાઈમાં પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212