________________
સિદ્ધાંતને અપનાવ્યો અને સમગ્ર ભારતમાં તેને વ્યાપક બનાવી દીધો. ગાંધીનું કુટુંબ બરાબર એ જ પંથનું હતું કે જેમાં સૌથી વધારે ભાર અહિંસાના આચરણ પર મૂકવામાં આવતો હતો. ગાંધી માટે રાજનીતિ કરતાં ધર્મ અને આઝાદી કરતાં માનવતા વધુ અગત્યની હતી. ધર્મ અંગેની તેની મૂળ વિભાવના હતી : સમગ્ર જીવન માટે અહોભાવ. એણે આ હિન્દુ સિદ્ધાંતમાં ઈસુ ખ્રિસ્તનો ‘પોતાના દુશ્મનને ચાહવા’નો સિદ્ધાંત ઉમેર્યો. અનેકવાર એણે પોતાના દુશ્મનોને માફ કરી દીધા છે. એના ઉદાર ચિત્તની વિશાળતામાં તો અંગ્રેજ સજ્જનોને પ્રેમ કરવાનો પણ સમાવેશ થાય છે.
આમ તે કંઈ સાવ માંધ નથી, તે અપવાદોને પારખી શકે. છે. ‘‘હું માનું છું કે જ્યારે કાયરતા અને હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે હું હિંસાની હિમાયત કરીશ.” જો કોઈ વ્યક્તિ માત્ર ભયના કારણે શાંત હોય તો ગાંધી તેમને હિંસક બનવાનું કહેશે. લાભલિક હિંમત અને સચ્ચાઈ સહિત પોતાની નેતાગીરીને જોખમમાં મૂકીને પણ એ એક જ શબ્દમાં કહે છે, “હિન્દુ, નિયમ તરીકે, કાયર જ હોવાનો.'' કેટલાક હિન્દુઓએ લૂંટારાઓને પોતાનાં ઘર લૂંટવાની અને સ્ત્રીઓની બેઈજ્જતી કરવા દીધી. ગાંધી તેમને પૂછે છે : “જેમનાં ઘર લૂંટાઈ ગયાં એ માલિકોએ જણસ બચાવવાના પ્રયાસમાં જીવ કેમ ન દીધો? મારી અહિંસા ભયથી ભાગી જવાનું અને સ્વજનોને રક્ષણ રહિત છોડી દેવાનું સ્વીકારતી નથી.'' કારણ કે નામર્દ લોકો માટે અહિંસા તો માત્ર તેઓની ‘બેશરમ કાયરતાને ઢાંકવાનું મહોરું બની ગઈ છે.'' એ કહે છે, ‘‘અહિંસાના ગુણગાન ગાવામાં લાગી જતાં પહેલાં લોકો હિંસા આચરીને પણ પોતાની જાતને બચાવવા શીખી જાય તે અપેક્ષિત નથી?’’ આમ તો, આવા કિસ્સામાં હિંસક વિરોધ કરતાં પણ કોઈ ઉન્નત બાબત રહેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ પ૨ આક્રમણ થાય ત્યારે તે શક્ય તેટલા પ્રયાસથી હિંસા વગર તેનો અવરોધ કરે છે અને પછી ઉપરવટ જઈને, તાબે થવા ઈન્કાર કરે છે. પરંતુ તે પ્રતિકાર વગર ધા સહન કરે છે અને જો જરૂર પડે તો તે જ જગ્યાએ જીવ પણ ત્યાગી દે છે. ભારતના લોકોએ આમ કરવું જોઈએ.
સમગ્ર પ્રજાને નામર્દ બનાવવા કરતાં હું હજાર વખત હિંસા કરવાનું જોખમ ખેડીશ. પોતાના અપમાનનો કાયરતાપૂર્વક લાચાર શિકાર બની રહેવા કરતાં, પોતાના સન્માનને રક્ષવા કાજે ભારત શસ્ત્રનો આશરો લે તે હું વધુ પસંદ કરીશ, પરંતુ હું માનું છું કે કે હિંસા કરતાં અહિંસા અનંતગણી શ્રેષ્ઠ છે.
એને હિંસામાં અશ્રદ્ધા છે, કેમ કે પ્રારંભમાં એ વિચારહીન ટોળાને શક્તિમાન બનાવે છે અને અંતે એ કોઈ ન્યાયી માણસને સરતાજ નથી બનાવતી પણ સૌથી હિંસકને બનાવે છે. એ બોલ્શેવિકવાદને પણ તરછોડે છે કેમ કે એ ભારતની તાસીર અને
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૧૬૦
લો માટે પરાયો છે. “એવું બને કે બીજા દેશોમાં નિર્દય તાકાત દ્વારા સરકારને ઉથલાવી નાખવામાં આવે. પરંતુ ભારત કદી મુક્કો ઉગામીને આઝાદી મેળવશે નહીં. એનાં નવાં પ્રતિબિંબો, જેમ કે જુવાન નહેરુ, હિન્દુઓને શસ્ત્ર આપવા અને રશિયાના ઉદાહરણને અનુસરવા આતુર છે. પણ ગાંધી તેઓને ચીમકી આપે છે કે ખૂનખરાબા પર આધારિત આઝાદી માલિકોની ફેરબદલી સિવાય બીજું કંઈ હાંસલ ન કરાવી શકે. “હું સફળતા માટે કોઈ હિંસક શોર્ટકટમાં માનતો નથી, બોલ્શેવિકવાદ તો આધુનિક ભૌતિકવાદનું અનિવાર્ય પરિણામ હતું. ગાંડપણની હદ સુધીની નૈતિક બાબતોની એની ભક્તિમાંથી એક એવી વિચારધારા જન્મી કે જે માત્ર ભૌતિક પ્રગતિને જ ધ્યેય માની લે છે. એ વિચારધારાએ જીવનની અંતિમ બાબતો સાથેનો સ્પર્શ જ ગુમાવી દીધો છે.''
પશ્ચિમની વિચારસરણીથી રંગાયેલા મન માટે આ સામાજિક દર્શનનું એક ઉત્કૃષ્ટ પાસું એ છે કે એનો રૂસોના રોમાન્ટિસિઝમ (રંગદર્શિતાવાદ) અને ફ્લેગલ કાળના ‘યુવાન જર્મની’ સાથે વિશિષ્ટ મેળ બેસે છે. તેમાં પણ સભ્યતા, શહેરો અને ઉદ્યોગો માટે આવો જે વિરોધ છે અને જૂના મધ્યયુગના આદર્શોની રીતરસમો માટેની આવી જ ઝંખના. દોસ્તોવસ્તીના સ્લાવાનુરાગ (Slavophilism) ની જેમ પશ્ચિમના વિરોધમાં પૂર્વ માટેની અગ્રતા, એવો જ ઊર્મિશીલ રાષ્ટ્રવાદ અને વિદેશી વસ્તુઓ માટેનો ભય, દેશી ભાષાઓ માટેનો એવો જ લગાવ, અને પ્રારંભિક કાળમાં લખાયેલા સાહિત્યનું આવું જ પુનર્જીવન, અને મનુષ્યની નૈસર્ગિક સા૨૫ની આવી જ માન્યતા ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
પશ્ચિમ તો હંમેશા એમ જ વિચારશે કે અહિંસા એ કમજોર લોકોનો પંથ છે અને બૌદ્ધિકોની કાયરતા ઢાંકવા માટેની ખંજરપત્ર ફિલસૂફી છે. આથી જ ગાંધી પોતાની પ્રજાને કહે છે - આઝાદીની ઝુંબેશ દરમિયાન કોઈ પણ પ્રકારની પીડા ભોગવવા માટે ભારતે તત્પર રહેવું પડશે. અને છતાં ક્યારેય હિંસક પ્રતિઆક્રમણ કરવાનું નથી બંદૂકની ગોળીઓ અને ફટકાઓ, બોમ્બ અને કારતૂસોનો એક જ પ્રત્યુતર હોયઃ બ્રિટિશ વેપારીઓ, બ્રિટિશ માલસામાન અને બ્રિટિશ સરકાર સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાનો ધીરજપૂર્વકનો ઈન્કાર. “ભારત માટે યુદ્ધનાં મેદાનો પરની વીરતા અશક્ય છે, પરંતુ આત્માની વીરતાનાં દ્વાર આપણા માટે ખુલ્લાં છે. અસહકાર એટલે સ્વ-બલિદાનની તાલીમથી ઊતરતું કશું જ નહીં.'' ધન ગોપાલ મુકર્જીને એક બિરાદર તરીકે કહેવામાં આવેલું કે : ‘‘જ્યાં સુધી આપણું લોહી નદીમાં વહેતું નહીં થાય ત્યાં સુધી બ્રિટિશરાજનો પાયો કોઈ હલાવી નહીં શકે. આપણે આપણી જાતની જ આહુતિ આપવી જોઈએ. જો આપણને માર મારવામાં આવશે તો એનાથી ભારતની કાયરતા ધોવાઈ જશે.'' જ્યારે હિન્દુઓ આવા શબ્દો ઉચ્ચારે છે ત્યારે આઝાદી નજીકમાં જ છે. ૩. આલોચના