________________
ગાંધીનું વિજ્ઞાન
ડૉ. પંકજ જોશી
બ્રહ્માંડવિધાના દેશના અગ્રણી વૈજ્ઞાનિક. વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હૉકીંન્સના આસિસ્ટન્ટ રહી ચૂકેલા આ વરિષ્ઠ સંશોધક વર્ષો સુધી દેશની વિખ્યાત ટાટા ફન્ડામેન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ સાથે સંકળાયેલા હતા. હાલ ચરોતર સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના કુલપતિ. બ્લેક હૉલ થિયરી અને સિગ્યુલારીટીના મહત્ત્વનાં પુસ્તકોના લેખક. વૈજ્ઞાનિક સિદ્ધાન્તો સ્કૂલ કૉલેજોનાં બાળકો સમજી શકે એ માટે ગુજરાતી ભાષામાં સરળતાથી સમજાવતાં અનેક ગુજરાતી પુસ્તકોના પણ લેખક.
ગાંધી અને વિજ્ઞાન? ગાંધી સંત હતા, મહાત્મા હતા એ બધું સાચું, પણ તેઓ અને વિજ્ઞાન એ બંને વચ્ચે વળી શું સંબંધ? દેશના બુદ્ધિશાળી વર્ગમાં આજે પણ આવો પ્રશ્ન પુછાયા કરે છે. મહાત્મા ગાંધી લોકોને ભેગા કરી જાણતા, ભારતની આઝાદી લાવવામાં તેમણે મદદ કરી, પણ એમની વિચારવાની પદ્ધતિ તો ઘણી અવૈજ્ઞાનિક હતી અને તેઓ તો વિજ્ઞાનના વિરોધી હતા, આવું વિધાન પણ અવારનવાર સંભાળવા મળે છે. ખાસ કરીને દેશના ભણેલા ગણેલા અને બુદ્ધિપ્રધાન લોકોમાં તેઓ એક ધાર્મિક વ્યક્તિ જરૂર હતા પણ વૈજ્ઞાનિક અભિગમવાળા નહિ, અને આથી જ આજના વિજ્ઞાન યુગમાં તેઓ ઘણા અંશે અપ્રસ્તુત પણ ખરા, એવું પણ કહેવાય છે. એટલું જ નહિ, ઘણા લોકો તો ગાંધીના વિચારોને આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં સાવ પછાત પણ ગણે-ગણાવે છે.
આજે પણ આવા વિચારો અને છાપ ભારતના બુદ્ધિશાળી વર્ગમાં વ્યાપક છે. પછી સંત મહાત્મા તરીકે તેઓ ભલે ગાંધીજીને માન અને આદર આપતા હોય, પણ એ તો અલગ વાત છે. આઝાદી પછી આ વિચાર અને છાપ એટલી હદે વ્યાપક થયા છે. કે કરવામાં આવ્યા છે કે આપણા દેશના ભાવિ ઘડતરના કે આર્થિક આયોજનોની વાત આવે ત્યારે, અથવા વિજ્ઞાન વિષયક નીતિઓની વાત આવે ત્યારે સરકાર, નીતિઓ અને આયોજનો ઘડનારા તથા વિજ્ઞાનીઓ દ્વારા ગાંધીનું ભાગ્યે જ નામ લેવાય છે. ખરેખર તો એ બધાં કાર્યોમાં ગાંધીને પ્રસ્તુત મનાયા જ નથી અને આ રીતે દેશની બૌદ્ધિક તથા વિજ્ઞાનનીતિઓ તથા દેશના ભાવિ આયોજનો અને દ્રષ્ટિમાં ગાંધી જાણે ગેરહાજર જ રહે છે. આ જ રીતે બીજી બાજુએ જો ગાંધી વિષેના અભ્યાસો અને ગાંધી સાહિત્ય જોઈએ તો તેમાં પણ વિજ્ઞાન વિષેની કોઈ પણ વાતનો મોટા ભાગે અભાવ જોવા મળે છે.
સલાહની તકલીફ એ છે કે તે અમલમાં મૂકી શકાય તેવી નથી ............ શું અર્ધ માનવજાતિનો આપણે વિનાશ કરવો છે?’’ જવાહરલાલ નેહરુએ એનો જવાબ આપતા હકસલીને લખ્યું કે ગાંધીનું આ વલણ યોગ્ય નથી અને તેમાં ભૂલો હોવાનો સંભવ છે... પછી તો ભારતના વિજ્ઞાન નીતિ બનાવનારાઓએ તથા આયોજનકર્તાઓએ આ વાત ઉપાડી લીધી અને આ બધા વિષયોમાં ગાંધીને સાવ અસ્પૃશ્ય કરી મૂક્યા. દાખલા તરીકે વિજ્ઞાની મૈધનાદ સાહાએ આઝાદી પછી દેશના આયોજનોની ચર્ચા કરતી વખતે રશિયા ને લખેલું કે, “તમને જેટલો આદર તોલ્સતોય માટે છે એટલો જ આદર અમને પણ ગાંધીના આર્થિક અને સામાજિક વિચારો માટે છે.'' ટૂંકમાં ગાંધીને ગેરવૈજ્ઞાનિક અને પછાત વલણ ધરાવતા ચીતરવામાં આવ્યા અને દેશની આઝાદી પછીના કાલમાં આ છાપ બુદ્ધિશાળી વર્ગ અને નીતિના ઘડવૈયાઓમાં મજબુત જ થતી કે કરાતી ગઈ છે.
પણ શું આ સાચી વાત છે? શું ગાંધી અવૈજ્ઞાનિક અને વિજ્ઞાન વિરોધી હતા? આધુનિક સમયમાં ગાંધી સામેની આ મોટામાં મોટી ટીકા છે. આ પ્રશ્ન વિષે અહીંયા થોડો વિચાર કરીશું. શું ગાંધી હંમેશાં અને દરેક વખતે યંત્રો અથવા ઔદ્યોગીકરણની વિરૂદ્ધ જ હતા? અલબત્ત એ તો જાણીતું છે કે સીવવાના સંચાને ગાંધીએ સહુથી ઉપયોગી શોધોમાંનું એક ગણાવેલ. વળી તેમનો રેંટીયો પણ એક યંત્ર જ હતું, જેનો તેઓએ આખી જીંદગી પ્રચાર અને પ્રસાર કર્યો. આથી એમ તો નહિ કહી શકાય કે તેઓ સંપૂર્ણ યંત્ર વિરોધી હતા. સ્વાભાવિક રીતે જ, તેમનું કહેવાનું એ હતું કે યંત્રો કેવળ સાધનો છે અને તે આપણા માલિક બની જવા જોઈએ નહિ. આ વાત કહેવાની તેમણે કદી છોડી નહોતી.
વળી, પોતાના આખાએ જીવન દરમિયાન પણ અનેકવિધ યંત્રો જેવાં કે ટેલિફોન, ટેલિગ્રાફ, રેલ્વે, મોટરકાર, મુદ્રણકળા વગેર અને અનેક ઉપકરણોનો પણ ગાંધી ઉપયોગ કરતા જ રહ્યા છે તો પછી તેમની આવી વિજ્ઞાન વિરોધી હોવાની છાપ કેવી રીતે જન્મી અને વૃદ્ધિ પામી? કદાચ આનો જવાબ તેમના પુસ્તક હિન્દ-સ્વરાજ' દ્વારા મળી આવે, જેને સન ૨૦૦૯માં એકસો વર્ષ પૂરા થયા છે. તેમાં તેમણે જે વાત કરી છે અને જેવી રીતે કરી સત્ય-અહિંસા-અપરિગ્રહ ૯ ૧
દેશના કે દુનિયાના તંદુરસ્ત બૌદ્ધિક કે સંસ્કૃતિક વિકાસ માટે કદાચ આ પરિસ્થિતિ ફાયદામાં નથી એમ થોડું વિચારતા અવશ્ય જણાશે ખરેખર તો આલ્લુસ હકસલીએ સૌથી પહેલા એવું કહ્યું હતું કે ગાંધી અને તેમની ચળવળો અવૈજ્ઞાનિક છે. તેમણે કહ્યુ, ‘“તોલ્સતોય અને ગાંધીવાદીઓ કહે છે કે વિજ્ઞાનનો ત્યાગ કરીને કુદરત ભણી પાછા વળો અને આદિ માનવની જેમ જીવો આ ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક