________________
કારાગારમાં ને કેટલાક બહાર આવ્યા બાદ લખેલા એટલે કે સ્મૃતિને આધારે લખેલા અને વેલજીભાઇએ ઇન્ડિયન ઓપિનિયનની જૂની ફાઈલો સાથે સરખાવી જોયા બાદ કેટલાક સુધારા કર્યા છે. પણ પછી પોતાનો આનંદ વ્યક્ત કરતાં તેઓ લખે છે કે કોઈ પણ કે સ્થળે મહત્ત્વની વિગતમાં ચૂક થઈ હોય એવું બન્યું નથી. (જો કે આ સત્યાગ્રહમાં સ્ત્રીઓ જોડાઈ એ સંદર્ભે તેમણે કરેલી ચૂક ગંભીર પ્રકારની ગણાય. એમાં જણાવ્યા પ્રમાણે પહેલા અન્ય સ્ત્રીઓ લડતમાં જોડાઈ અને ત્યાર બાદ કસ્તુરબા. પણ વસ્તુતઃ પહેલાં કસ્તુરબા જોડાયા અને ત્યાર બાદ અન્ય સ્ત્રીઓ. સર. પરિશિષ્ટ ૨)
ઇતિહાસમાં નેતાગીરીના પ્રશ્નને પણ ગાંધીજી સ્પર્શે છે. ગાંધીજી કહે છે કે આ લડત લડવાની ત્યાંના સ્થાનિક હિંદીઓએ અશક્તિ બતાવી અને મને રહેવાનો આગ્રહ કર્યો. (સર. પૃ. ૪૪). આગણ પણ તેઓ લખે છે કે અમે કામ કરવા તૈયાર છીએ, ઇચ્છીએ પણ છીએ. (...) પણ દોરનાર નહીં હોય તો આટલું કરેલું કામ (હિંદીઓના અધિકાર બાબતે કરેલી અરજીનું કામ પણ નકામું થશે. તેથી રહેવાનો તમારો ધર્મ છે એમ અમે માનીએ છીએ' (પૃ. ૪૫). અહીં ચોખ્ખું જોઈ શકાય છે કે ગાંધીજી નેતાઓ દોરવણી આપે છે અને લોકો એ પ્રમાણે દોરવાય છે એવા અભિજાત-વર્ગીય ઇતિહાસલેખનના દૃષ્ટિબિંદુથી પ્રેરાઈને વાત કરે છે. પણ પછી આગળ તરત જ સ્પષ્ટ કરે છે કે ‘આટલી વિગતમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. સત્યાગ્રહ કેમ કુદરતી રીતે ઉત્પન્ન થયો અને કેવી રીતે કોમ તૈયાર થઈ એ વસ્તુ ઉપલી વિગતો જાણ્યા વિના વાંચનાર પૂરી રીતે ન સમજી શકે' (પૃ. ૪૮). આ સ્થળે સત્યાગ્રહ ‘કુદરતી રીતે ઉત્પન્ન’ થાય છે, એને માટે બાહ્ય દોરવણીની આવશ્યકતા નથી એવો મત જોઈ શકાય છે. “કુરલેન્ડ’ અને ‘નાદરી' આગબોટ વિશેના પ્રસંગમાં ગાંધીજી ઊતર્યા નથી, પણ એમાં પણ એમનો એ આખો પ્રસંગ સ્વયંભૂ, કોઈની ‘નેતાગીરી વિના, ઉદ્ભવ્યો હતો એ જોઈ શકાય (સર. ૫૫).
છે.
આ 'એશિયાટિક' એક્ટ વિરુદ્ધ જે ચળવળ ચાલી તેમાં ચીના જે પણ જોડાયા હતા, પણ સ્વતંત્ર રીતે, થોડા સમય બધું બરાબર ચાલ્યું, પણ છેવટે ચીનાઓના પ્રમુખ પૈસાનો ગોટાળો કરી નાસી છૂટ્યા એથી એમની ચળવળ પડી ભાંગી. આ સંદર્ભે ગાંધીજી લખે છે કે, “સરદાર ગયા પછી અનુયાયીઓએ ટકી રહેવું હંમેશાં મુશ્કેલ તો હોય જ છે' (પૃ. ૧૫૧),
આ પ્રકારના વિધાનો ઉપરથી સમજાય છે કે ગાંધીજી કોઈ પણ ચળવળ સ્વયં ઉત્પન્ન થાય છે એ સ્વીકારે છે પણ સાથે જ એ ચળવળને સરખી રીતે ચલાવવા માટે નેતાની આવશ્યકતા પણ સમજે છે.
૧૩૨
સત્ય-અહિંસા-અપરિગ્રહ
નાગાપન, નારાયણસામી જેવા અજાણ્યા સત્યાગ્રહીની એમણે કરેલી વાત (૨૩૪) કે વાલિયામાં (૨૯૦-૯૧) અને હરબતસિંગની (૩૧૫-૩૧૬) શહીદીની નોંધ એમને મન નાના માણસો પણ મહત્ત્વપૂર્ણ છે એ સ્પષ્ટ કરે છે. તો જણાવે છે કે, “આ પ્રકરણો નામો' અમર રાખવા સારું નથી લખાતા, પણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવવા તથા એનો વિજય કેમ થાય, તેમાં કેવા વિઘ્નો આવે છે અને તેમને કેમ દૂર કરી શકાય, તે બતાવવા લખાય છે. જ્યાં જ્યાં નામો અને નામધારીઓની ઓળખ આવે છે ત્યાં પણ મુદ્દો એ જ છે કે, દક્ષિણ આફ્રિકામાં નિરક્ષર ગણાય એવા માણસોએ કેવા પરાક્રમ કર્યાં' જ્યાં ગુણોની ઓળખ કરાવી છે ત્યાં તેનું નહીં પણ કેવળ તેના ગુણનું સ્તવન કર્યું છે. (૨૨૭). આ બતાવે છે કે ઇતિહાસને કોઈ ઉદ્દેશ હોય છે, એ માત્ર વિદ્વત્કૃત્ય નથી, અને સમાજ ઉપયોગિતા એ ઇતિહાસનો મોટો ઉપયોગ છે.
ઇતિહાસમાં સાલવારી અગત્યની બાબત ગણાય છે. એ સંદર્ભે ગાંધીજી લખે છેઃ “વાંચનારે કેટલીક મુખ્ય તારીખો આ પુસ્તક સમજવાને સારું યાદ રાખવી પડશે. પુસ્તકને છેડે તારીખવાર મુખ્ય બીનાઓનું પરિશિષ્ટ આપ્યું છે એ વખતોવખત જોઈ જશે તો લડતનું રહસ્ય અને રૂપ સમજવામાં મદદ મળશે” (પૃ. ૪૧). આમ છતાં, મુખ્ય ગ્રંથમાં ભાગ્યે સાલવારી આવે છે. એનું કારણ પુનઃ એમણે સ્મૃતિને આધારે આ ગ્રંથ લખ્યો છે એ જણાય છે. આ જ કારણે કેટલીયે વાર સાલવારી છોડી ગાંધીજી ભૂતકાળની વાત કરવા લાગે છે. (સર. પૃ. ૧૮૦). તેઓ ઇતિહાસ આલેખતી વેળાએ આ જ કારણે સામાન્ય રીતે સાલવારીને પકડી રાખતા હોવા છતાં કેટલીયે વાર એનું આયોજન મુદ્દા પ્રમાણે કરે છે. દા. ત. ‘કાછલિયા શેઠના જીવનના જે બનાવોનું વર્ણન હું આપી ગયો છું તે બધા કંઈ આ પ્રકરણમાં વર્ણવેલી કમિટીની મીટિંગ પછી બન્યા એમ નથી. પણ એ વર્ણન એક જ વખતે આપી દેવું એ યોગ્ય ધારી તેને અહીં જગ્યા આપેલી છે' (પૃ. ૨૦૬). અથવા જ્યારે તેઓ એશિયાટિક એક્ટ (બીજો) અને સાથે 'રિસ્ટ્રિક્શન' એક્ટની ચર્ચા કરે છે અને એ સમયે સોરાબજી અડાજણિયાને ટ્રાન્સવાલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એની વાત કરે છે ત્યારે તેઓ સોરાબજી અડાજણિયાને ટ્રાન્સવાલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એની વાત કરે છે ત્યારે તેઓ સોરાબજી લડત પુરી થયે વિલાયત ગયા અને ત્યાંથી અભ્યાસ કરીને પરત જોહાનિસબર્ગ આવ્યા અને મરણ પામ્યા ત્યાં સુધીની બધી વાત કરે છે.
ક્યારેક ગાંધીજી ‘એસેન્સ્યાલિઝમ'ના પણ ભોગ બને છે. આ વિધાન જુઓઃ પારસીઓની એક કોમ તરીકે તેઓમાં જે કેટલીક ખોડ છે' તે ખોડ તેઓ સોરાબજી અડાજણિયામાં હશે તેમ માને છે (૨૨૧). અહીં અમુક પ્રજામાં અમુક તત્ત્વો તો હોય જ એવી ‘એસેન્શિયાસ્ટ” વિચારને ગાંધીજ તાબે થયા દેખાય છે.
પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
ઑક્ટોબર- ૨૦૧૮