________________
દિવસે પૂરું થવું જોઈએ એ પણ જાહેર કર્યું અને એથી આખા રાષ્ટ્ર તનતોડ મહેનત કરી એ દિવસે સાંજ સુધીમાં એ રકમ પૂરી કરી પણ ખરી. વિદ્યાપીઠને એમણે જોડણીકોશ રચવાનો આદેશ કર્યો તે સાથે જ કોશ એમને અમુક દિવસે મળવો જોઈએ એવું પણ જણાવ્યું. અને એ ઠરાવેલે દિવસે રાતે એઓ અમદાવાદ સ્ટેશનેથી પસાર થવાના હતા એટલે કોશની પહેલી નકલ એમને પહોંચાડવા મુ. શ્રી કાકાસાહેબ, નરહરિભાઈ વગેરે ગયેલા એ હજી મને યાદ છે.
૨. એમનો બીજો આગ્રહ સ્વચ્છતા વિશેનો હતો. અસ્વચ્છતા એ આપણા દેશનો વ્યાપક રોગ છે. આપણા અંગત જીવનમાં સ્વચ્છતા હોય છે, પણ સામૂહિક જીવનમાં એ જોવા મળતી નથી. આપણે આપણા ઘરના કચરો કાઢી પડોશી કે સામાના આંગણામાં નાખીએ છીએ, આપણે કેરી ખાઈને છાલ-ગોટલા સામાના આંગણામાં પધરાવીએ છીએ, દાતણ કરીને ચીરીઓ સામે નાખીએ છીએ. આમ, આપણે પરસ્પર સહકારથી ગંદા રહીએ છીએ. આ આપણી અસ્વચ્છતા સામે ગાંધીજી જીવનભર ઝૂઝવા. ઠંક આફ્રિકાથી એમણે આ ઝુંબેશ શરૂ કરી હતી. એમણે સ્વચ્છ જીવનનો કેવળ ઉપદેશ જ ન કર્યો. એના દાખલા પૂરા પાડ્યા. એમના બધા જ આશ્રમોમાં અને બીજી સંસ્થાઓમાં સ્વચ્છતાનો આગ્રહ સદા સેવાતો. સ્વચ્છતા શી રીતે જળવાય એનો વિચાર કરી એમણે જીવનપદ્ધતિ અને સાધનો પણ ઉપજાવી કાઢયાં અને તેનો પ્રચાર કર્યો. પાયખાનાં અને મુતરડીઓ, રસોડાં અને ખાતરના ખાડા કેવા હોય અને કેમ સ્વચ્છ રખાય એ એમણે પ્રત્યક્ષ કરી બતાવ્યું અને તેનો સર્વત્ર આગ્રહ રાખ્યો. જાજરૂની સફાઈને એમણે સંસ્થાની કસોટી બનાવી મૂકી, એમનું પોતાનું જાજરૂ એટલું સ્વચ્છ રહેતું કે એઓ ઘણું વાચન ત્યાં જ કરતા. એક વાર શ્રીનિવાસ શાસ્ત્રી આશ્રમમાં આવેલા તેમને આશ્રમનાં જુદાં જુદાં સ્થાનો બતાવ્યાં તેમાં ગાંધીજીનું પાયખાનું પણ બતાવ્યું. તેમાં તે વખતે ખૂબ ચર્ચાતો ફિસ્કલ કમિશનનો હેવાલ પડ્યો હતો, તે જોઈને શ્રી શાસ્ત્રીએ પૂછ્યું કે ગાંધીજી કાગળ વાપરે છે? ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે ના, એઓ અહીં એ વાંચે છે. ગાંધીજીનું પાયખાનું ‘લાઈબ્રેરી' નામે પણ ઓળખાતું એનું આ કારણ છે.
૩. સ્વચ્છતા પછી સુઘડતા. સુઘડતા એટલે ઉપરની ટાપટીપ નહિ, પણ એકેએક ઝીણામાં ઝીણું કામ પણ વ્યવસ્થિત અને સાઈબંધ રીતે કરવું તે. કાગળ ફાડવો હોય તોયે તે વ્યવસ્થિત સરખી રીતે ફાડવો જોઈએ. કાગળની ગડી કરવી હોય તો તે બરાબર ખૂણેખૂણો મળી રહે એ રીતે વાળવી જોઈએ, કૂતરાના કાનની પેઠે ખૂણા બહાર દેખાય એમ નહિ. ગાદી ઉપર ચાદર પાથરવી, ધોતિયું પહેરવું, ટોપી પહેરવી – બધામાં જ આ ચીવટ અને સફાઈનો તેઓ આગ્રહ રાખતા. પોતે તો માત્ર લંગોટ પહેરતા હતા. પણ ખૂબ વ્યવસ્થિત રીતે પહેરતા અને તેને ઘટતે સ્થાને ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી
-
પિન લગાવતા કે જેથી અવ્યવસ્થિત થાય નહિ. એમને કદી કોઈએ જથ૨૫થર કે અવ્યવસ્થિત જોયા નથી. શ્રી નરહિરભાઈ એક વાત કહેતા. આશ્રમની જમીનને અંગે ક્લેક્ટરને કે કમિશનરને મળવા જવાનું હતું. શ્રી નરહરિભાઈ અને મહાદેવભાઈ તરત તૈયાર થઈ ગયા, પણ ગાંધીજીએ કહ્યું : “જુઓ, સાંભળો, હજામત કરીને જજો.’
૪. એ પછી સાદાઈ અને કરકસર આવે. ગાંધીજીએ પોતાને ગરીબ ભારતના પ્રતિનિધિ માનેલા એટલે પોતાનું જીવન પૂરી સાદાઈથી એમણે વિતાવ્યું. પોતાની જાત માટે ઓછામાં ઓછાં સાધનો લેવાં, અનાવશ્યક કશું જ ન રાખવું એવો એમનો સતત આગ્રહ હતો. એમણે લંગોટ પહેરવો શરૂ કર્યો તેની પાછળ દરિદ્રનારાયણ સાથે તાદાત્મ્ય સાધવાની ભાવના રહેલી હતી. ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી, એમાં પણ એ જ ભાવના હતી. ગોળમેજી પરિષદ માટે વિલાયત ગયા ત્યારે પણ પોતાનો વેશ એ જ રાખ્યો અને શહેનશાહને પણ એ જ વેશે મળ્યા. ત્યાં એમને માટે મીરાંબહેને બજારમાંથી મધ મંગાવ્યું, તો તેમની ધૂળ કાઢી નાખી. વિલાયત જવા ઊપડ્યા ત્યારે સાથે મહાદેવભાઈ, પ્યારેલાલ, દેવદાસ વગેરેએ મિત્રોની સલાહસૂચના અને સહાયથી ચામડાની ભંગો ભરીને સામાન લીધો હતો. સ્ટીમર ઊપડ્યા પછી ગાંધીજીને ઝડતી શરૂ કરી. અને જે પુણ્યપ્રકોપનો ધોધ વહેવડાવ્યો તે આ બધાના આંસુથી પણ કર્યો નહિ. એડનથી બધી ટૂંકા અને વધારાનો સામાન પાછો દેશ મોક્લ્યો ત્યારે જ જંપ્યા. ‘‘હું ભારતનાં દીનજનોનો પ્રતિનિધિ. મારા મંત્રીને કાગળ રાખવા ચામડાની બૅગ શા સારુ જેઈએ? ખાદીની થેલી કેમ ન ચાલે?'' વગેરે, વગેરે. કોંગ્રેસ ભારતના દરિદ્રનારાયણેના પ્રતિનિધિ છે એ વાત એઓ કદી ભૂલતા નહોતા. ગોળમેજીમાં પણ એમણે સ્પષ્ટ કહેલું કે દરિદ્રનારાયણોના હિતની આડે આવતું કોઈ પણ હિત સાચવવાની હું બાંયધરી આપતો નથી. યરવડા જેલમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી માટે ખજૂર ધોઈને તૈયાર કરતા. પંદર પેશી લેવાનો નિયમ હતો. વલ્લભભાઈ કોઈ વાર સત્તર સરકાવી દેતા તો ઠપકો સાંભળવો પડતો. પોતે પાછળથી પાણી પણ શીશીમાં લઈને વાપરતા, જેથી નકામો વ્યય ન થાય. પોતા ઉપર આવેલા પત્રોની પાછલી કોરી બાજનો પણ ઉપયોગ કરતા.
પણ આ કંજૂસાઈ નહોતી. જ્યાં જરૂર હોય ત્યાં એ હજારો વાપરતાં પણ અચકાતા નહિ, આશ્રમમાં પણ માંદા માટે ફળ જરૂર આવવાનાં, એક વાર બંગાળની પ્રાંતિક પરિષદમાં હાજર રહેવાનું એમણે દેશબંધુ દાસને વચન આપ્યું હતું તે પાળવા સ્પેશિયલ ટ્રેન જોડાવીને પણ ગયા હતા. ‘યંગ ઈન્ડિયા’ કે ‘હરિજન’ માટે ઘણી વાર આખા લેખોના લેખો તારથી મોકલતા, એટલું જ નહિ, કોઈ વાર જરૂર પડ્યે સુધારા પણ તારથી કરાવતા. એ એમને નકામો ખર્ચ કે ઉડાઉપણું નહોતું લાગતું. પણ પોતે જેને વિશેષાંક
સત્ય-અહિંસા-અપરિગ્રહ
の
૭ ૯