________________
૪. તેજ-પ્રકાશ-અગ્નિ
જેમ આકાશાદિ તત્ત્વો મહત્વનાં છે તેમ પ્રકાશ પણ એટલો જ મહત્ત્વનો છે. પ્રકાશ એટલે સૂર્ય. ગાંધીજી લખે છેઃ પ્રકાશ વિના મનુષ્યનો નિર્વાહ થઈ શકે નહીં અને પ્રકાશ માત્ર સૂર્યની પાસેથી મળે છે, સૂર્ય ન હોય તો ન ગરમી હોય, ન પ્રકાશ હોય. આ પ્રકાશનો આપણે પૂરો ઉપયોગ નથી કરતા, તેથી પૂરું આરોગ્ય નથી ભોગવતા.' સૂર્યકિરણ ચિકિત્સા, આ આતપસેવન વિવિધ રોગોમાં ઉપયોગી બને છે.
ન
એટલે ગાંધીજીએ જળ સ્નાનની જેમ સૂર્યસ્નાનની વાત કરી છે. ‘નબળો માણસ જેનું લોહી ઉડી ગયું છે, તે જો સવારનો તડકો નગ્ન દશામાં લે, તો તેની ફીકાશ અને નબળાઈ જશે અને હોજરી મંદ હશે તો તે જાઅત થશે, ” તેઓ સૂર્ય સ્નાન વિષે લખે છેઃ ‘આ સ્નાન સવારમાં તાપ બહુ ન ચડયો હોય ત્યારે લેવાનું છે.’ જરૂર લાગે તો કપડું ઓઢીને બેસાય કે સુવાય. તેમણે સૂર્ય સ્નાનની ભલામણ ક્ષયના દરદીઓ માટે ખાસ કરી હતી અને ક્ષયના દર્દીઓની સારવાર પણ તેમણે કરી હતી. ઉપરાંત ગૂમડા, જે રૂઝાતાં ન હોય ત્યાં પણ ભલામણ કરી છે. ગાંધીજીએ દરદીઓને અગિયાર વાગ્યાના બળતા તાપમાં પણ સુવાડ્યા છે! પણ આવા તાપમાં સુવાને સારુ દરદીને માથે માટીનો પાટો મૂકવા જોઈએ, માથે સખત તડકો ન લેવો જોઈએ.’
આપણા દેશમાં તો મોટા ભાગમાં સૂર્ય સ્નાનનો લાભ લઈ શકાય તેમ છે. ઉધરસ, દમ, લકવા, હાડકાંના રોગો વગેરે અનેક દરદો માટે સૂર્યનાં કિરણો અકસીર માલુમ પડયાં છે. આજે શહેરી જીવન અને તેનાં મકાનોમાં સૂર્ય સેવનનો લાભ મળતો જ નથી.
સંકડાશવાળાં ઘરો અને તેમાં પ્રકાશનો અભાવ-આવી સ્થિતિમાં શ્વાસના, ચામડીના રોગો ન થાય તો જ નવાઈ.
૫. હવા-વાયુ
ગાંધીજીએ લખ્યું છેઃ “શરીરને ત્રણ પ્રકારનો ખોરાક જોઈએહવા, પાણી અને અન્ન,' અન્ન વિના ધોડા દિવસ જીવિત રહી શકાય, પાણી વિના પણ થોડા કલાકો કે દિવસો કાઢી શકાય, પણ હવા વિના ચાલે નહીં. તેઓએ લખ્યું છે: સેકર્ડ નવાણું ટકા ઉપરાંત માંદગીનું કારણ તે ખરાબ હવા છે.” “શુદ્ધ પ્રાણવાયુનો અભાવ માંદગી લાવે છે. વાયુ અને પ્રકાશને આપણે બંધ કરી આરોગ્યને જોખમમાં નાખીએ છીએ. શરીરમાં સૌથી વધારે અગત્યની વસ્તુ હવા છે અને તેથી કુદરતે હવાને વ્યાપક બનાવી છે.'
ઊંડા શ્વાસોચ્છવાસ લેવા, ખુલ્લી હવામાં સૂવું, મોઢેથી શ્વાસ ન લેવા, ઘરમાં બારીઓ ખુલ્લી રાખીને સૂવું, સૂતી વખતે મોઢું ઢાંકવું નહીં તેમ ગાંધીજીએ સમજાવ્યું છે. આપણને હવાને ફેફ્સામાં ભરતાં ને કાઢતાં બરોબર આવડતું નથી તેથી જોઈએ તેવી રક્તની શુદ્ધિ થતી નથી. ગાંધીજીએ તેમના સાથીદારો અને આશ્રમવાસીઓને
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૫૦
ઊંડા શ્વાસ લેવા અને અનુલોમ-વિલોમ પ્રાણાયામની પણ સલાહ આપી છે. આ પંચમહાભૂત એ કુદરતી ઉપચારના, સ્વસ્થ જીવનની બુનિયાદ છે.
ખોરાક
ગાંધીજએ ખોરાક વિષે જેટલું વિચાર્યું છે, જાતે તેના પ્રયોગો કર્યા છે અને તારણો કાઢ્યાં છે તે એક પુસ્તક બને તેટલું છે. તેઓએ લખ્યું છેઃ “ખોરાક માત્ર ઔષધ સમજીને ખાઓ.' તેમનો પોતાનો આહાર પરનો સંયમ અદ્ભુત હતો. ઈંગ્લેંડના અભ્યાસકાળ દરમિયાન તેમણે કેટલાક પ્રયોગો કરેલા, પણ દક્ષિણ આફ્રિકામાં તો અત્યંત આગ્રહ પૂર્વક પોતે પ્રયોગો અને ખોરાકમાં ફેરફારો કર્યા. કસ્તુરબાની માંદગી વખતે કઠોળ અને મીઠું છોડેલાં, તે પછી ચાલુ જ રહ્યું. શ્રમિક સિવાયનાને કઠોળ માટે મનાઈ કરતા. તેમના આશ્રમ વાસીઓએ લખ્યું છેઃ “ખાવા-પીવાના સંયમ વિષે બાપુ બહુ આગ્રહ રાખતા.' એકાદશ રોમાં ‘અસ્વાદનું વ્રત' તેમની જીવન સાધનાનો ભાગ હતું. ‘અસ્વાદ’ કે સાદો બાફેલો આહાર બ્રહ્મચર્યના ભાગ રૂપે પણ હતો. મીઠું, મરચું, મસાલા વિનાનાં કેવળ બાફેલા જ શાક-દાળ આશ્રમમાં બનતાં, પ્રભાવતીબહેનને એક પત્રમાં લખે છેઃ મેં હમણાં મુનક્કા અને ખજૂર પણ છોડ્યાં છે. ને તેને બદલે બાફેલું શાક લઉં છું. તેમાં ઘણા ભાગે રતાળુ અને વગર રાંધેલાં ટમાટાં તથા રોજ કોઈ લીલોતરી જેમ કે કોબી હોય છે.' ગાંધીજી અતિ આહારને પાપ માનતા, અનૈતિક માનતા. કહેતાઃ ‘મિતાહારી બનો' અને પછી કહેતાઃ ‘ભૂલથી વધારે ખવાઈ જાય તેના કરતાં એ સારું કે ભૂલથી ઓછું ખવાઈ જાય. કમ ખાના ઔર ગમ ખાના.'
નિસર્ગોપચારનું એક અગત્યનું અંગ યુક્તાહાર-સંતુલિત આહાર છે. ગાંધીજીએ આ વિષે પુષ્કળ ચિંતન કર્યુ હતું. તેમણે બુદ્ધિજીવીને રોજનો ખોરાક સામાન્યતઃ નીચે મુજબ કહ્યો છે;
પ∞ ગ્રામ જેટલું ગાયનું દૂધ (દૂધ, દહીં, છાસ), ૧૫૦ ગ્રામ અનાજ જેમાં ચોખા, ઘઉં, બાજરી વગેરે આવી જાય, ૧૦૦ ઞામ પાંદડાવાળું શાક અને એટલું જ બીજું શાક, ૩૦ ગ્રામ કાચું શાક-સલાડ, ૩૦ આમ ઘી અથવા ૪૦ આમ માખણ, ૩૦ મ ગોળ કે સાકર (ખાંડ નહીં), તાજાં ફળ રુચિ મુજબ અને દરરોજ બે ખાટાં લીંબુ. આટલું દિવસ દરમિયાન લેવું જોઈએ. દૂધ મળી રહે તો દાળ ન લેવી તેવું કહેતા.
ગ્રામ
ગાય-ભેંસ પરનો જુલમ જોઈને તેમણે દૂધ બંધ કરેલું, પણ પછી સ્વાસ્થ્ય માટે જરૂરી લાગતાં બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું. સામાન્યતઃ તેઓ દૂધ અથવા દહીં-છાશની ભલામણ કરતા. તેમણે લખ્યું છેઃ દૂધના દોષો અને જોખમો વિશે મારા વિચારો જેવા ને તેવા છે, છતાં મને લાગે છે કે એ સર્વે દોષો અને જોખમો વેઠીને પણ હિંદુસ્તાનના લોકો માટે દૂધ એ અનિવાર્ય ખોરાક છે.” પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
ઑક્ટોબર- ૨૦૧૮