________________
થાય છે. ગાંધીજી માનતા કે અહિંસાનો જીવનના મૂલ્ય સ્વરૂપે સ્વીકાર કરવામાં આવે તો તે સમગ્ર જીવનમાં વ્યાપી જાય, એટલા માટે તેમણે પ્રેમ એટલે કે અહિંસાના વિધાયક સ્વરૂપના મૂલ્યને કેળવણીના મૂલ્ય તરીકે જોયું છે.
છેવટે રસ્કિનના 'અર્જુ ધિસ લાસ્ટ'ના પ્રભાવ નીચે ગાંધીજી સર્વોદયના મૂલ્યની સ્થાપના કરે છે. આ સર્વોદયનું મૂલ્ય પૂર્વે જે મૂલ્યોની વાત કરી છે. તેનો જ પરિપાક છે. સર્વોદય એટલે : ૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. ૨. વકીલ તેમજ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો
હક બધાંને એકસરખો છે. ૩. સાદું મજૂરીનું તેમજ ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ ચાર મૂલ્યો આપોઆપ જ આ પૂર્વે જેની ચર્ચા જ્ઞાનમીમાંસામાં કરી છે તે આત્મજ્ઞાનના યા આત્મસાક્ષાત્કારના અંતિમ મુલ્ય નજીક લઈ જાય છે.
ઑક્ટોબર- ૨૦૧૮
TELE
Dun -૧ શિવ, શિવસાગર એપાર્ટમેન્ટ, નાના બજાર, વલ્લભવિદ્યાનગર - ૩૮૮૧૨૦ ફોન નં. ૦૯૮૭૯૨૪૫૪૦૩
Receiving C Rajgopalachari at the airport who came to join the central cabinet. Sardar Patel on the right, Undated.
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૫૭