________________
ક્યારે ખાવું, કેટલું ખાવું, શું ખાવું એ વિષે ગાંધીજએ ખુબ જ ઊંડાણથી વિચાર્યું છે. ‘સહુ પ્રજાઓની રીતો જુદી છે પણ મૂળ વાત છે, માણસ ખાવાને સારુ જન્મ્યો નથી અને ખાવાને સારુ જીવતો નથી. તે જન્મ્યો છે “પોતાના કર્તાની પહેચાન કરવા અને તે સારુ જવે છે.’ અને ‘એ પહેચાન શરીર નિભાવ્યાં વિના થતી નથી, તેથી ખોરાક લેવાની ફરજ છે.'
પશુ-પંખી માંદાં નથી પડતાં કારણ કે ‘જ્યારે ભૂખ લાગે ત્યારે જ અને તેટલું જ ખાય છે.’ પણ માણસને નસીબે માંદગી છે કારણ કે તે અત્યાહાર, અસંતુલિત આહાર કરે છે. તેમણે લખ્યું છેઃ ‘કયો આહાર લેવો, એ વિશે વિચારતાં, કયો ન લેવો એ પણ વિચારવું. ચા, બીડી, તમાકુ, ભાંગ, કોફી, કોકો, મસાલા, મીઠું, ખાંડ આ બધાં ત્યાગ કરવા લાયક છે.’ માંસાહાર એ માણસ માટે અનુકૂળ નથી. ‘શરીરની રચના જોતાં એમ જણાય છે કે, કુદરતે માણસને વનસ્પતિ ખાનારો બનાવ્યો છે. કેવળ ફળાહારથી પણ જીવી શકાય, સ્વસ્થ રહી શકાય તેમ તેઓએ અનુભવથી કહેલું. તેમણે લખ્યું છે : મારાં જેટલાં ફળ ભાગ્યે જ કોઈએ ખાધાં હશે! છ વર્ષ તો કેવળ ફળ પર જ રહેલો.' અને જે વનસ્પતિ પકાવ્યા વિના ન ખાઈ શકાય તે આપણી હોઈ ન શકે તેમ તેમણે લખ્યું છે. સામાન્યતઃ બે ટાઈમથી વધારે ખાવાની જરૂર નથી. મજૂરી કરનારને વધારે જોઈએ. પણ ખોરાકને ખૂબ ચાવીને ખાવો. તેઓ ભોજનમાં ઠીક-ઠીક સમય લેતા. ખૂબ જ નિરાંતે જમતા તેથી ઓછા ખોરાકથી ચાલી જતું. આજે ‘આપણું પેટ એ આપણું પાયખાનું બન્યું છે! અને પાયખાનાની પેટી આપણે આપણી સાથે રાખીને ફરીએ છીએ.' અઠવાડિયે એક ઉપવાસ કે કેવળ ફ્ળ પર રહેવું તેમ કહેતા. ખોરાક વિષેના ગાંધીજીના વિચારો માટે ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’, આરોગ્યની ચાવી’ ઉપરાંત “આપણો ખોરાકનો પ્રશ્ન' મહત્વનાં પુસ્તકો છે. કુદરતી ઉપચારમાં આહાર વિજ્ઞાન જાણવું તે આહાર ચિકિત્સાની બુનિયાદ છે. મોટા ભાગના રોગો આહાર પરિવર્તનથી મટી શકે છે તેમ તેઓ કહેતા. તેઓ દિવસમાં પાંચ જ વસ્તુઓ લેતા.
રામનામ પ્રાર્થના
'રામનામ' એ ગાંધીજીની દૃષ્ટિએ કુદરતી ઉપચારના કેન્દ્રમાં છે અને રામનામ ને તેઓ ‘આધિ, વ્યાધિ, ઉપાધિનો રામબાણ ઈલાજ' માનતા. કુદરતી ઉપચાર અને રામનામની તેમની ફિલસૂફીમાંથી જ ૧૨૫ વરસ જીવવાનો તેમનો સિદ્ધાંત ઉદ્ભવેલો. રામનામ તેમને બાળપણથી જ પ્રિય હતું અને પછી તો કેવું પ્રાણપ્રિય બની રહ્યું કે મૃત્યુ વખતનો છેલ્લો ઉદ્ગાર પણ તે જ હતો. રામનામનું તેમને મન ઉંચું આધ્યાત્મિક મહત્ત્વ હતું, પણ કેવળ કુદરતી ઉપચારના સંદર્ભમાં જ વિચારીએ તો તેમણે કહેલુ: ‘રામનામ એ કુદરતી ઉપચારના શસ્ત્રાગારમાં સૌથી અમોઘ શસ્ત્ર ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી
છે.' પણ આ રામનામ એ કોઈ જાદુટોણા નથી. જેણે ખાઈ ખાઈને પેટ બગાડયું છે, તેના માટે રામનામ બેકાર છે.' કબજીયાત માટેનો ઈલાજ ઉપવાસ છે રામનામ તે પછી.’ મૂળ ભલે ‘વ્યાધિ અનેક છે, વૈદ્ય અનેક છે, ઉપચાર અનેક છે. પણ વ્યાધિને એક જ ગણીએ તો તેને મટાડનારો વૈદ એક રામ જ છે.'
ગાંધીજીનો રામ કોણ તે તેમના ‘રામનામ’ નામની સુંદરનાની પુસ્તિકામાંથી મળે છે. ટૂંકમાં ‘રામ યાને પરમાત્મા, તે સદાય જીવિત છે, અને સહુથી મોટો ચિકિત્સક છે, તેની શરણ આપણે લેવી જોઈએ.' વ્યક્તિ આવા રામનામની શરણ નથી લેતો અને મરણધર્મા છે તેવા વૈદ-ડૉક્ટરની શરણ લે છે તેનું તેમને દુઃખ હતું. રામનામ એ વૈદ-ડૉક્ટરના ઈલાજ કામ ન લાગે પછી લેવાની વસ્તુ નથી. તે જ પ્રારંભે છે અને અંતે છે. કારણ કે ‘રામનામનું' અમૃત આત્માને આનંદ આપનારું છે અને દેહના આ રોગો હરનારું છે. એટલે રામનામ' ઉપરાંત જેટલું થાય તે કુદરતની વિરૂદ્ધ છે.
ગાંધીજી કહેતાઃ ‘કુદરતના કાનુનનો ભંગ કરવાને કારણે જ બધા રોગો થાય છે. અને કુદરતના કાનૂનોનું પાલન કરવું એ આરોગ્ય પ્રાપ્તિનો રાજમાર્ગ છે.’ અનાસક્ત થઈને કર્યા કરવું અને દીર્ધાયું જીવનની ઈચ્છા સેવવી. મનુષ્ય જીવન ભોગ સારુ નથી પણ સેવાને સારુ છે તેમ તેઓ માનતા. ‘રામનામનો નાદ હ્રદયમાંથી ઉઠવો જોઈએ અને ઈશ્વર પરની જીવંત શ્રદ્ધા હોવી જોઈએ.’
આ રામનામ આરોગ્ય માટે કેવી રીતે કામ લાગે? વસ્તુતઃ રામનામ એટલે શરીર-મનની શાંતિ, હળવાશ, સંતુલિતતા. આ હળવાશ અને સરળતા એ રોગોનો મુખ્ય ઉપચાર છે. રોગોનું નિવારણ જીવની શક્તિથી થાય છે. અને આ જીવની શક્તિનો સંચય રામનામથી શક્ય બને. તેમણે લખ્યું છે; ‘અંતરથી સમજપૂર્વક રામનામ લેવું એ સર્વ પ્રકારની વ્યાધિઓનો ઈલાજ છે.” તેમણે તો છેક ત્યાં સુધી કહ્યું: ‘રામનામ ઉપરાંત જેટલું કરાય તે નિસર્ગની કે કુદરતની વિરૂદ્ધ છે.’ પણ ‘રામનામનો ઈલાજ પૂરો અસરકારક બનાવવા કેટલીક શરતો પાળવાની રહે છે, તે માટે માણસે યોગ્ય યુક્તાહાર અથવા મિતાહાર લેવો જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ અને ક્રોધને વશ ન થવું જોઈએ. ઉપરાંત માણસે કુદરત સાથે પૂરો મેળ સાધી તેના નિયમોનું પાલન કરવું જોઈએ.'
તેઓ કહેતાઃ ‘જેને રામનામનો ઈતબાર છે તે ગમે તે ઉપાયે પોતાની આવરદા લંબાવવા ખાતર એક નામાંકિત ડૉક્ટરને બારણેથી બીજાને કે એક વૈદને ત્યાંથી બીજાને ત્યાં ધક્કા નહીં ખાય.' 'રામનામના રામબાણ ઈલાજ ઉપર ભરોસો રાખનારને સાર તે પહેલો તેમજ છેલ્લો ઈલાજ છે.’ ‘રામનામથી ખંડિત થયેલું અંગ પાછું ઉગી ન શકે, પણ રામનામ તેના સ્વીકારની અને અંદરની વિશેષાંક
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૫૧