________________
જીવન જીવશો તો ઘણા બધા આર્થિક લાભ થશે પરંતુ જો જાવનની ઉર્ધ્વગામીતા ઉપર લક્ષ આપવું હોય તો ગાંધીવિચાર તરફ પ્રયાણ કરવું પડશે. સસ્તામાં સસ્તા, મોટામાં મોટા કે સારામાં સારા ફ્રીજ બનાવવામાં આધુનિકત્તમ પશ્ચિમી ટેકનોલોજી વપરાતી હોઈ શકે પણ ગાંધીવિચારમાં ફ્રીજને બદલે ગામના કુંભારે બનાવેલું માટલું જ પસંદ કરવાનું થાય. ચિનાઈ માટીના સિરામિક ઉદ્યોગનું સ્થાન ગામેગામના વિકેન્દ્રિત રીતે પથરાયેલા કુંભાર લે. ચાના કપ અને કુલ્લડી વચ્ચે અર્થકારણની દૃષ્ટિએ પાયાગત તફાવત ઊભા થશે. ગાંધીવિચાર અને આધુનિક ગણાતા અર્થશાસ્ત્ર વચ્ચેનું અંતર આ તફાવતો દ્વારા સમજીએ :
(૧) કુલડીનો ઉદ્યોગ' ગામેગામ અને વિકેન્દ્રિત હશે. (૨) આ કૌટુંબિક વ્યવસાયમાં માલિક અને મજૂરના ભેદ નહીં હોય. શોષણ નહીં હોય અને મજૂર મંડળોની પણ ભૂમિકા નહીં હોય. શોષણ ન હોવાથી માર્કસના જણાવેલી હિંસક ક્રાંતિની પણ જરૂર નહીં પડે.
ન
(૩) ઉદ્યોગ આજીવિકા માટે હશે અને નાના પાયા ઉપર હશે તેથી મોટ શેરબજાર કે બેંકની લોનોની પણ જરૂર નહીં પડે.
(૪) શિક્ષણનું સ્વરુપ પણ સાવ જુદું હશે. ટેકનોલોજી, એન્જિ., એમ.બી.એ., વગેરેની પણ જરૂર નહીં રહે. આથી મોટા શિક્ષણ સંસ્થાન, ઊંચી ફી અને અંતે બેકારીનો સવાલ રહેશે નહીં. વળી શિક્ષણમાં વિદેશી ભાષાના પ્રભાવનો મુદ્દો પણ ઊભો નહીં થાય.
(૫) સિરામિક ઉદ્યોગમાંથી પૈદા થતા પર્યાવરણ સામેના પડકારો અને ખતરો પણ આ કુલડી ઉદ્યોગમાં હશે નહીં.
(૬) કુંભાર અને જો આ વિચાર બધે લાગુ પડાય તો તેના જેવા અન્ય અનેક વ્યાવસાયિકો ખપ પુરત જ કમાઈ લેતા હશે. મોટરકાર, સોના-ચાંદીનાં અનેક ઘરેણાં, ટી.વી., ફ્રીજ, મોટાં મકાનો, વિશાળ રસ્તા, વગેરેની પણ જરૂર જ નહીં રહે. લુહાર, સોની, મોચી, વાળંદ, વણકર વગેરે દરેક ગામમાં હશે. તેમના વ્યવસાયો વિકેન્દ્રિત અને નાના પાયા ઉપરના હશે. તેમાં હરિફાઈ, કાર્યક્ષમતા, બજાર કે મૂડીરોકાણ, નફો વગેરે જેવા અર્થશાસ્ત્રીય વિચારોનું સ્થાન જ નહીં રહે.
કુલડી અને કપ-રકાબી બનાવનારા સિરામિક ઉદ્યોગની આ તુલના તો માત્ર ઉદાહરણરૂપે છે. જો સમગ્ર અર્થતંત્ર માંગને બદલે આવશ્યક્તાને આધીન બને તો સમગ્ર ચિત્ર બદલાઈ જાય. આ રીતે દુનિયાભરમાં સુખી, સંતોષી, સ્વાશ્રયી, શોષણવિહીન અને અહિંસક સમાજની રચના થઈ જાય. ગાંધીવિચાર આ અર્થમાં એક તાર્કિક વિચાર છે. આ વિકેન્દ્રિત ગ્રામસ્વરાજમાં હાલના જગતમાં પ્રવર્તતી ઘણી બાબતો નહીં હોય.
ઝડપી સંદેશા વ્યવહાર અને તેના ગોટાળા નહીં હોય. આટલા બધા મોટા પ્રમાણમાં ગુનાખોરી નહીં હોય અને તેથી જેલ અથવા પોલીસ અને ન્યાયતંત્રની જરૂર પણ ઘટશે. ગાંધીવિચાર માણસકેન્દ્રી છે અને શિષ્ટ અર્થશાસ્ત્ર બજારકેન્દ્રી છે. માણસ અને બજાર વચ્ચે જેટલું છે તેટલું જ અંતર ગાંધીવિચાર અને આધુનિક અર્થકારણ વચ્ચે છે. માણસ માટે ઇષ્ટ કે અનિષ્ટના જે વિચારો છે તે બજારના આવા વિચારોથી સાવ અલગ અને ઘણીવાર વિપરિત પણ છે.
ગાંધીવિચારમાં યંત્રો અંગેના ખ્યાલો ખાસા ચર્ચાસ્પદ બનેલા છે. ગાંધીવિચારમાં યંત્રવાદ અને યંત્રોની ઘેલછા સામે વિરોધ છે. જરૂરી હોય ત્યાં યંત્ર વાપરવા સામે વિરોધ નથી. મજૂરોએ 'કાળજાં તોડ’ શ્રમ કરવો પડે તે કરતાં યંત્રો સારા એમ ગાંધીજી સ્વીકારે છે. યંત્રો વિશે ગાંધીજીનું દૃષ્ટિબિંદુ આ પ્રકારે છે ઃ તેઓ લખે છે, ‘હું સંચાકામનો વિરોધી છું એમ કહેનારની ટીકા બેજવાબદાર ટીકા છે. પોલાદનો ઉદ્યોગ એવો છે કે તેમાં હાથની મહેનત ઉપયોગી નીવડે નહીં. વાઢકાપનાં ઉત્તમ સાધનો બનાવવા માટે હું નાજુકમાં નાજુક સંચાકામ વસાવ્યું. પણ ખોરાક અને કાપડની બાબતમાં હું ઉદ્યોગીકરણનો (યંત્રીકરણનો) સખત વિરોધી છું. મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી. પરિશ્રમનો બચાવ કરનારાં કહેવાતાં યંત્રોની સામે મારો ઝઘડો છે. પરિશ્રમ એટલે દરજ્જો બચાવવા જાય છે કે આખરે હજારો અને લાખોને બિચારાઓને ભૂખે ટળવળવું પડે છે... યંત્ર જ્યાં સુધી માણસના ઉપર હુમલો નથી કરતું, ત્યાં સુધી સહ્ય છે. તે માણસને અપંગ નથી કરી મૂકતું ત્યાં સુધી સહ્ય છે. એટલે યંત્રોની મર્યાદા બંધાય એમ હું ઇચ્છું છું. માણસને અપંગ કરી મૂકે તે સંચો નકામો.’ (ભૂમિપુત્ર ૧.૧.૧૯૯૮, મહાદેવભાઈની ડાયરીમાંથી સારવીને
બીજી તરફ ગાંધીવિચાર ઉદ્યોગો અને પારસ્પારિતના વિચારથી અજાણ હોય તેમ લાગે છે. એક તરફ, તેમના અગિયાર મહાવ્રતોમાં ‘સ્વદેશી’પણ એક વ્રત છે તે યાદ રાખીએ. મતલબ કે ગાંધીવિચારમાં વિદેશથી કે અન્ય વિસ્તારમાંથી પણ ખાસ આદાનપ્રદાન થાય તે આવકાર્ય નથી, આમસ્વરાજ અને સ્વાયત્ત ગામડાં તથા સ્વદેશીના ખ્યાલને યાંત્રીકરણના ઇનપુટ-આઉટપુટના પ્રવાહો સાથે સાંકળીએ તો જણાશે કે આ દિશામાં ગાંધીવિચારે કેટલાક ઉત્તરો આપવાના બાકી રહે છે. આ મુજબ સૈદ્ધાંતિક અને તાત્વિક ચર્ચા કરવામાં આવે તો ગાંધીવિચારને ટકાવવો મુશ્કેલ બને છે.
વાસિલી લિઓન્ટિફ (૧૯૦૬-૧૯૯૯) નામના અર્થશાસ્ત્રીને વર્ષ ૧૯૭૩નું અર્થશાસ્ત્રનું નોબલ ઈનામ મળ્યું હતું. તેમણે આંતરદ્યોગ પૃથક્કરણ અને ઇનપુટ-આઉટપુટ પૃથક્કરણ વિક્સાવ્યું હતું. આ પૃથક્કરણ પદ્ધતિનો સાર એ છે કે ઉદ્યોગો ઇનપુટ અને
ક્લાકો સુધી સ્માર્ટફોન ઉપર આંગળી નચાવનારા નહીં હોય. આઉટપુટ નિક્ષેપ અને પેદાશની શૃંખલા થકી પરસ્પર જોડાયેલા
ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી
વિશેષાંક
સત્ય-અહિંસા-અપરિગ્રહ 33