________________
કોરી તર્કનિષ્ઠા કરતાં પ્રેમાળ હૃદયને વધારે મૂલ્યવાન ગણે છે. હૃદયની કેળવણીમાં માણસની ભાવનાઓ અને આવેગોનું સંસ્કરણ, પ્રેમ, સમભાવ, ભાઈચારા જેવી ઊંડામાં ઊંડી લાગણીઓની જાગૃતિ તેમજ ચિત્રકામ, સંગીત અને હસ્ત ઉદ્યોગ જેવા ઉત્પાદક સર્જન દ્વારા સૌંદર્ય ભાવનાના વિકાસનો સમાવેશ થાય છે. હૃદયની આ કેળવણી એટલે ગાંધીજીની દૃષ્ટિએ ચારિત્ર્યની ખિલવણી : “મેં હૃદયની કેળવણી એટલે ચારિત્ર્ય ખિલવવાને હમેશાં પ્રથમ પદ આપ્યું છે....ચારિત્ર્યને મેં તેમની (ફિનિક્સમાં બાળકોની કેળવણીના પાયારૂપ માન્યું. પાો પાકો થાય તો બીજું બાળકો અવકાશ મળ્યે મદદ લઈને કે આપબળે મેળવી લે.'' એટલે અક્ષરજ્ઞાન અને ચારિત્ર્ય ઘડતર બેમાંથી જો પસંદગી કરવાની હોય તો ગાંધીજીનો ચારિત્ર્ય ઘડતરને પ્રથમ સ્થાન આપે એટલું જ નહિ, પણ અક્ષરજ્ઞાનનો સર્વથા ત્યાગ કરતાં પણ ન અચકાય. ભારત સ્વતંત્ર થાય ત્યારે કેળવણીનું આપણું લક્ષ્ય શું હશે? એવા એક પ્રશ્નના ઉત્તરમાં એમણે તરત જ કહી દીધું : ''ચારિત્ર્ય ઘડતર'' એટલે કે ધૈર્ય, તાકાત, સદ્ગુણો, મહાન ઉદ્દેશો સિદ્ધ કરવાની દિશામાં કામ કરતી વખતે પોતાની જાતને ભૂલી જવાની શક્તિ વિક્સાવવાનો પ્રયત્ન તેથી જ તો ભારતમાં અક્ષરજ્ઞાનનો અભાવ ખેદજનક હોવા છતાંય તેમને તેની ઝાઝી ચિંતા ન હતી તથા તેના કારણે ભારત સ્વરાજ માટે બિનલાયક હોવાનું તેઓ માનતા નથી. ગાંધીજીના આ સિદ્ધાંતમાં માણસના અંગત જીવનની શુદ્ધિ સંગીન કેળવણી માટે અનિવાર્ય શરત છે. તેમના મતે વિદ્યાઓિએ પોતાના અંતરમાં ડોકિયું કરવું ઘટે, પોતાનું અંગત ચારિત્ર્ય તપાસવું જોઈએ, કારણ કે ચારિત્ર્ય વિનાની કેળવણી શાની? તથા અંગત શુદ્ધિ વિનાનું ચારિત્ર્ય શાનું? ગાંધીજીને મન શાળાઓ અને કૉલેજો ચારિત્ર્યનું ઘડતર કરવા માટેનાં કારખાનાં છે. પોતાના છોકરા-છોકરીઓ સારાં પુરુષો અને સ્ત્રીઓ બને એટલા માટે માબાપો તેમને ત્યાં આગળ મોકલે છે. આમ, આરામ અને ઉપભોગની સામે સેવા અને આપભોગની દિશામાં શિક્ષણના તત્ત્વજ્ઞાનનું ધ્યાન કેન્દ્રિત કરવું એ આ સિદ્ધાંતનો તાત્પર્યાર્થ છે. ૬.૬. શિક્ષણ અને આનુષંગિક વિભાવનાઓ :
શિક્ષણની ‘યોજના’ છે. વર્ષા શિક્ષણ યોજના ગાંધીજીના શિક્ષણના તત્ત્વજ્ઞાનનો એક ભાગ છે, જેમાં ગાંધીજીના ચિન્તનને અમલી સ્વરૂપ આપવાનો પ્રામાણિક પ્રયત્ન થયો છે, એ વિશે કોઈ બે મત નથી; પણ તેથી એનો અર્થ એ નથી કે, ગાંધીજનું ચિન્તન જ વર્ધા યોજના છે. હકીકતમાં ‘તત્ત્વજ્ઞાન’ અને ‘યોજના’માં ભેળસેળ કરીને જ આપણે ધીરે ધીરે ગાંધીને ગુમાવતા જઈએ છીએ એ વાત ભલે કદાચ સાંવેગિક લાગતી હોય તોપણ કબૂલાતના સત્યથી યુક્ત છે. ગાંધીજીએ આપેલા શિક્ષણ ચિન્તનનો આશય ૧ થી ૭ ધોરણની નિશાળો શરૂ કરવાનો નથી. એવી નિશાળો ખોલવા માટે આવડા મોટા તત્ત્વજ્ઞાનની જરૂર પણ નથી; એવી નિશાળ તો સામાન્ય તાલીમ લીધેલો શિક્ષક પણ શરૂ કરી શકે. ગાંધીજીના શિક્ષણ ચિન્તનનો આશય માનવ માત્રના ચેતના પ્રદેશમાં ક્રાંતિના બીજનું વાવેતર કરવાનું છે. અજ્ઞાન, ગરીબી અને રોગમાં પીડાતી માનવજાતને ઢંઢોળીને તેમાં સમૂળી ક્રાંતિની મશાલ લઈને નીકળનાર આ મહાત્માએ કતિના માધ્યમ તરીકે શિાત્રની પસંદગી કરી. તત્ત્વજ્ઞાન મનુષ્યને બદલાવાનો, મનુષ્યની સમસ્યા ઉકેલવાનો, મનુષ્યને સમજવાનો, પ્રયત્ન કરે છે. જ્યારે શિક્ષણ યોજનાને તો અમુક ઉંમર ગાળાનાં બાળકો કે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે જ લેવાદેવા હોય એ સ્વાભાવિક છે. એ શિક્ષણ માટે વર્ષા યોજનાના વિચારકો મહાત્માજીના શિક્ષણ ચિન્તનનો શક્ય ત્યાં ખપ પૂરતો ટેકો લે છે; તેનાથી વિશેષ કશું જ નહિ. આપણી સ્પષ્ટતા સાથે હવે ગાંધીજીના ચિન્તનની કેટલીક વિભાવનાઓ સમજવા પ્રયત્ન થઈ શકે.
(૧) શિક્ષણ : ગાંધીજીના શિક્ષણ ચિન્તનનો પ્રથમ સિદ્ધાંત જ શિક્ષણની વિભાવનાની દિશામાં લઈ જનારો છે : “અક્ષર જ્ઞાન એ કેળવણી નથી.'' ગાંધીજીની દૃષ્ટિએ વાચન, લેખન, ગણનનું ઔપચારિક શિક્ષણ (formal education) તત્ત્વતઃ શિક્ષણનું ધ્યેય (end) નથી, તેમ તેની શરૂઆત પણ નથી. શિક્ષણ વિશે વિચારતાં ગાંધીજી જેવા સામધર્મી ચિન્તકે નકારાત્મક અભિગમ દાખવ્યો હોય એવો આ એક જ મુદ્દો છે, જે ઔપચારિક શિક્ષણની સમગ્ર વિભાવનાનું નિરસન (rejection) કરનારો છે. જો અક્ષરજ્ઞાન કેળવણી ન હોય તો કેળવણી એટલે શું? એવો પ્રશ્ન સહેજે ઊભો થાય. ચાર દીવાલની વચ્ચે બેસીને માહિતી ગોખ્યા કરવી એ શિક્ષણ છે? કે પછી એક માણસ કોઈપણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યા વિના પણ નીતિમાન જીવન જીવતો હોય તથા પોતાની ફરજોનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરતો હોય યા વહેલી પરોઢથી રાત સુધી શ્રમનિષ્ઠ જીવન ગાળતો હોય, સમાજમાં સભ્યતાથી વર્તતો હોય તો આ માણસને શિક્ષિત ગણવો કે નહિ?
ગાંધીજીના શિક્ષણ ચિન્તનને સમજવા અને સમજાવવા જતાં સામાન્યતઃ વર્ધા શિક્ષણ યોજનાનું વિવેચન થા વિવરણ પ્રસ્તુત કરવાનો આજકાલના શિક્ષણ જગતમાં એક રિવાજ ઘણો પ્રચલિત છે. એટલે કે ગાંધીજીના શિક્ષણ ચિન્તનને બુનિયાદી શિક્ષણની સાથે ગૂંચવવામાં આવે છે, એમ કરવા જતાં ‘તત્ત્વજ્ઞાન જ બાજુ પર રહી જાય છે અને 'યોજના' પર જ ભાર મુકાય છે. તત્ત્વતઃ ગાંધી શિક્ષણ ચિન્તન અને વર્ષા યોજના એકમેકના પર્યાયો નથી, એ વાત સ્પષ્ટ થવી જ જોઈએ. ગાંધીજીનું શિક્ષણ ચિન્તન શિક્ષણનુંઆમ, આખોય પ્રશ્ન શિક્ષાની કઈ વિભાવના પસંદ કરવી તેના તત્ત્વજ્ઞાન છે; જ્યારે બુનિયાદી શિક્ષણ યા નવી તાલીમ એ વર્ષા પર આધારિત છે. મહાત્માજી કેળવણી શબ્દનું અર્થઘટન આ રીતે
ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૩ ૯