________________
હોય તો તે આ જ ‘અહિંસાનો વ્યવહારમાં વિનિયોગ' એટલે ગાંધી પ્રણિત સમાજ રચનાના વિચારને ‘સર્વોદયથી સમાજ રચના' કે ‘અહિંસક સમાજ રચના’ કહેવાય છે. 'મંગલ પ્રભાત' નામની સુંદર પુસ્તિકામાં તેમણે જે અગિયાર વ્રતો સમજાવ્યાં છે તેમાં તેમણે ‘સત્યની શોધ’ માટે અહિંસાની અનિવાર્યતા અને હિંસાઅહિંસાની સૂક્ષ્મ સમજ આપી છે. અને તેમાં પરંપરાગત પાંચ વ્રતો ઉપરાંત બીજાં છ વ્રતો ઉમેર્યાં તેમાં ‘અસ્વાદ’ વ્રતને પણ ઉમેર્યું છે.
આવી અહિંસક જીવનશૈલીની શોધમાં જ તેમને આ કુદરતી ઉપચારની લગની લાગી. તે અંગે તેઓ નિરંતર વિચારતા રહ્યા અને તે મુજબ જીવતા રહ્યા. તેમના જીવનનાં છેલ્લા બે-અઢી વર્ષમાં તો આ વિચાર સઘનપણે વિચારાયો અને સતત મૂકાર્યો તેમણે તો નિસર્ગોપચારનું એક વિશ્વવિદ્યાલય ખુલે તે માટેય વિચારેલું. ૧૯૪૬માં પુનાના નિસર્ગોપચાર કેન્દ્રમાં ૩ મહિના રહ્યા બાદ તેઓ સેવાગ્રામ પરત ફર્યા ત્યારે 'નિસર્ગોપચાર વિદ્યાલય'ની યોજના સાથે આવેલા. પણ પાર વિનાનાં કામોને લીધે તે વાત પૂર્ણ ન થઈ. સરદાર પટેલને તેમણે એક વખત લખેલું : ‘નિસર્ગોપચારની લગની મને બાળપણથી જ વળગી છે પરંતુ મારી બીજી અનેક પ્રવૃત્તિઓને કારણે હું મારા આ સ્વપ્નની પાછળ પડી શક્યો નથી પણ જ્યારે જ્યારે તક મળી ત્યારે એમણે એ મેળવી લીધી છે. વાઈસરોય કે દેશના નેતાઓથી માંડી અદના ગ્રામીણજનને તેમણે જે હજારો પત્રો લખ્યા છે તેમાં તબિયતની વાત ઉપરાંત તેને સ્વસ્થ રાખવાની, તેના ઉપચારોની વાત પણ લખી હોય, સલાહ આપી હોય તેવા સેંકડો-સેંકડો દ્રષ્ટાંતો મળે! ગાંધીજીના પત્ર સાહિત્યનો અભ્યાસ કરવા જેવો છે, ગાંધીજીનું પત્ર સાહિત્ય મુલ્યવાન નિધિ
છે.
ગાંધી૪ ૧૭-૧૮ વર્ષના હતા ત્યારથી આરોગ્ય વિષે સ્વાસ્થ્ય ચિંતન અને પ્રયોગો, અભ્યાસ અને અધ્યયન કરતા રહ્યા હતા. એટલે ૧૯૭૦માં આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન'નો પ્રાસ્તવિકમાં જ તેમણે લખ્યું: “મેં ઠીક ઠીક અનુભવ લીધો છે, અને એ અનુભવ ઉપરથી કેટલાક વિચારો હું બાંધી શક્યો છું.’ તેઓએ શરીર શાસ્ત્ર, આહાર શાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર આદિ આરોગ્ય વિષયક શાસ્ત્રોનો ઊંડાણથી અને અખિલાઈથી અભ્યાસ કરેલો. તેમણે લખ્યું છેઃ ‘શરીરને લગતા સાધારણ નિયમોથી બિનવાકેફ રહી આપણે ઘણીવાર ન કરવાનું કરીએ છીએ અથવા સ્વાર્થી અને ધૂતારા ઊંટ વૈદ્યોના હાથમાં પડીએ છીએ'. એટલે પુસ્તકની પ્રસ્તાવનામાં જ તેમણે લખ્યું ‘દરદ મટાડવા કરતાં દરદ અટકાવવું એ વધારે સારૂં છે, કારણકે જેમ ખોવાયેલું રત્ન મુશ્કેલીથી હાથ લાગે છે, ને તેનું જતન કરવામાં જેટલો પ્રયાસ આપણે કરીએ છીએ તેના કરતાં તેને શોધવામાં ઘણો વધારે કરવો પડે છે. એમ આરોગ્યરૂપી રત્ન આપણા હાથમાંથી ગયા પછી પાછું મેળવવા બહુ વખત અને પ્રયાસની હાનિ થાય છે .
બીમારી એટલે કેવળ દેહની જ બીમારી નહીં મનની પણ
અને વસ્તુતઃ માનસિક સ્વાસ્થ્ય ને શારીરિક સ્વાસ્થ્યનો પાયો છે. સારૂં સ્વાસ્થ્ય તેને જ કહેવાય જેમાં વ્યક્તિ શરીર, મન અને ચેતનાથી સ્વસ્થ હોય. તેમણે લખેલું... ‘જેનું ચારિત્ર્ય ખરાબ છે, તે માણસ નિરોગી નહીં જ ગણાય અને તેઓ માનતા જેનું શરીર નીરોગી હોય, તેનું મન શુધ્ધ હોય.’ કારણકે ‘આપણા કર્મથી આપણે માંદા પડીએ છીએ. તેમ વિચારી પણ માંદા પડીએ છીએ.' તેઓએ લખ્યું છે. “માણસ રોગી કે નિરોગી રહે તેનું કારણ ઘણી વાર પોતે જ છે.' આજનું ચિકિત્સા વિજ્ઞાન પણ સ્વીકારે જ છે કે દર્દી બધાં મનોશારીરિક હોય છે.
અલબત્ત તેઓએ લખ્યું છેઃ ‘નિરોગી માણસ આ દુનિયામાં બહુ જ થોડા જોવા મળશે,’ અર્થાત્ જે શરીર, મન, તેમજ આત્માથી સ્વસ્થ હોય. માણસને નાની-મોટી બીમારી આવે એટલે ડૉક્ટર પાસે દોડે. ગાંધીજી કહે છેઃ ઘરમાં બાટલી પૈકી પછી ત્યાંથી નીકળતી જ નથી.’ અને ‘આપણી આદત એવી છે કે જરા દરદ થાય કે તુરંત આપણે ડૉક્ટર, વૈદ કે હકીમને ત્યાં દોડી જઈએ છીએ. આપણી માન્યતા જ એવી છે કે દવા વિના દરદ જાય નહીં. આ મોટો વહેમ છે, અને આ વહેમથી માણસ જેટલો ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
એટલે તેમના આશ્રમમાં કે જ્યાં પણ ગાંધીજીનો નિવાસ હોય ત્યાં કહેવાતું ‘જો તમારે બાપુની નિકટ આવવું હોય તો માંદા પો.' માંદાની મુલકાત અને સારવાર એ બાપુની એ ચૂક, જાણે ધર્મચર્યા ખુબ પ્રેમથી-દિલથી કરે! આશ્રમમાં હોય ત્યારે સવારસાંજ દરદીઓની અવશ્ય મુલાકાત લે, અને ખૂબ ઝીણવટથી તેમના ખોરાક, ઝાડો, પેશાબ અંગે પૂછે, જરૂર પડે તો સ્પંજ માલિશ આદિ જાતે કરે અથવા યોગ્ય રીતે સમજાવે. પછી ભલેને ગમે તેવું કામ હોય, ભારે અગત્યનું કામ હોય તોય આ ક્રમ તૂટે નહીં. એવા પ્રસંગો એકાધિક વેળા બનેલા છે કે સાબરમતી આશ્રમ કે સેવાગ્રામ આશ્રમમાં અત્યંત અગત્યની મિટિંગ હોય અને તેની વચ્ચે બાપુ ઊઠીને દરદીને આપેલા સમય મુજબ ત્યાં પહોંચ્યા જ હોય. સિમલામાં વાઈસરોયની મુલાકાત પછી વાઈસરોયે પૂછેલું મિ. ગાંધી આપ સિમલા રોકાવાના છો' ગાંધીજીએ તુરંત કહ્યું “મારા આશ્રમમાં મારા દરદીઓ મારી રાહ જોઈ રહ્યાં છે, મારે
સત્ય-અહિંસા-અપરિગ્રહ
૪ ૬
તુરંત જ નીકળવું જોઈએ’
બીમારોની શુશ્રુષા એ તેમનું અત્યંત પ્રિય કાર્ય હતું. દક્ષિણ આફ્રિકામાં પક્ષ બોઅર યુદ્ધ અને ગ્લુ બળવા વખતે તેમણે ઘાયલોની સેવા-શુશ્રુષા માટે જ ટુકડી બનાવેલી. અને ત્યાંની સેવા સંસ્થાની હોસ્પિટલમાં દ૨૨ોજ, પોતાનું વકીલાતનું કામ મૂકીને કે અન્યને સોંપીને જતા.