________________
વખત ફળ અને દૂધ લેશે. બધાએ વિરોધ કર્યો. બાપુએ ખૂબ સમજાવ્યાં. ત્યારે તેઓ બે વાર દૂધ ને ફળ લેવા તૈયાર થયાં, જેથી બાપુનું ધ્યાન રાખવા જેટલી શક્તિ ટકી રહે.
ઉપવાસના પહેલા બે દિવસ બાપુ બરાબર હતા. ત્રીજા દિવસે તેમને નબળાઈ લાગવા માંડી. ડૉ. મંચરેશા સરકારી ડૉક્ટર હતા. તેમણે પહેલા પણ બાપુની સારવાર લોહીના ઊંચા દબાણ માટે કરી હતી. તેમને આગાખાન મહેલમાં બાપુનું ધ્યાન રાખવા માટે મોકલાયા. છઠ્ઠા દિવસે બાપુની તબિયત વધુ બગડી.
બાએ સૂચન કર્યું કે પાણીમાં લીંબુના રસનાં થોડાં ટીપાં નાખીએ, તો થોડો ટેકો રહેશે.
‘ના, હમણાં નહીં.’ બાપુએ કહ્યું.
બીજા સપ્તાહ પછી લોકોને જાણ થઈ કે બાપુ ઉપવાસ પર ઊતર્યા છે. દેશભરમાં ચિંતા ફેલાઈ ગઈ. લોકોનાં ટોળાં મહેલના દરવાજે ભેગાં થતાં. વાઈસરૉયની કાઉન્સિલના ત્રણ ભારતીય કૉંગ્રેસ વિરોધી સભ્યોએ મહત્માને તરત છોડવાની માગણી કરી. સરકારે સાંભળ્યું નહીં, નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ કહ્યું, 'ગાંધીને બિનશરતે છોડી મૂકો અને તમારી સરકાર દ્વારા તેમને અપાયેલા માનસિક ત્રાસ માટે માફી માંગો. દિલ્હી અને લંડનના શાસકો પર આની કંઈ અસર થઈ નહીં. વાઈસરૉય લિનલિથગોએ આ ઉપવાસને ‘નૈતિક કર્તવ્ય વિહોણું રાજકીય અપકૃત્ય' કહી વખોડી કાઢ્યા. વડા પ્રધાન ચર્ચિલે કહ્યું, ‘ગાંધીને ભૂખે મરવું હોય તો ભલે તેમ થતું.’
જોકે થોડી છૂટ મુકાઈ. ગાંધીજીના પુત્રો રામદાસ અને દેવદાસ હાલ જ જેલમાંથી છૂટ્યા હતા. તેમને બાપુને મળવાની છૂટ અપાઈ. ત્યાર પછી મહેલના દરવાજા મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયા. સેંકડો લોકો આવતા ને મહાત્માના ઓરડા પાસે શાંતિથી ઊભા રહેતા. ચાલ્યા જતા. બાપુ સૂતા હોય, મુશ્કેલીથી શ્વાસ લેતા હોય, છતાં તેમના આત્માનું તેજ ન હણાયું હોય, તેની પ્રતીતિ તેમને થતી. કસ્તૂરબા સૌને આવકરતાં. પરિચિતોના ચહેરા જોઈને તેમને આનંદ થતો.
તેરમા દિવસની બપો૨ે બાપુના હૃદયના ધબકારા ધીમા પડી ગયા. ચામડી ચોંટવા માંડી. કિડની કામ કરતી બંધ થઈ. ડૉક્ટરોએ કહ્યું કે હવે બાપુનો જીવ જોખમમાં છે. કદાચ આજની રાત પણ ન કાઢે.
ફ્ળનો રસ ઉમેરું?’
બાપુએ માંડ પાંપણ ઉઘાડીને હા પાડી. સુશીલા રસોડામા દોડી ગઈ. બે ઔસ સંતરાના રસમાં ચાર ઔંસ પાણી નાખી દોડતી બાપુ પાસે આવી અને ધીરે ધીરે તેમના મોંમાં રસ રેડવા લાગી.'
આ દશ્ય જોઈ કસ્તુરબાને શાંતિ થઈ. આનંદ થયો. ઊઠીને તેઓ ઓરડામાં આવ્યાં. બાપુ શું પીએ છે, તેની તેમને ખબર નહોતી. તેમને એટલી જ ખબર હતી કે હવે બાપુ બચી જવાના.
તે દિવસથી બાપુમાં થોડું ચેતન આવ્યું. તેઓ પ્રસન્ન દેખાતા. સ્થિતિ સુધરી. બીજી માર્ચે, ઉપવાસના વીસમા દિવસે છેલ્લી વાર આગાખાન મહેલના દરવાજા લોકો માટે ખૂલ્યા. જેલના અધિકારીઓએ જાહેર કર્યું કે આવતી કાલે બાપુના ઉપવાસ પૂરા થશે. તેમના પુત્રો સિવાય કોઈને પ્રવેશ નહીં મળે. બાપુએ તરત કહ્યું, 'જો લોકોને આવવા નહીં દેવાય તો મારા પુત્રો પણ નહીં આવે.' એટલે ફક્ત કેદી સાક્ષીઓની હાજરીમાં બાએ સંતરાના રસ વડે બાપુને પારણાં કરાવ્યાં.
ઉપવાસ દરમિયાન કસ્તૂરબા કોણ જાણે ક્યાંથી દિવસભર અવિરત શ્રમ કરવાની શક્તિ મેળવતાં રહ્યાં હતાં. જેવા ઉપવાસ પુરા થયા કે બાની શક્તિ હણાઈ ગઈ. ૧૬ માર્ચે બાને ઉધરસ અને શ્વાસનો હુમલો આવ્યો - બે ક્લાક સુધી ચાલ્યો. ત્યાર પછીના સપ્તાહે આવો હુમલો ચાર ક્લાક સુધી ચાલ્યો. સુશીલાએ કહ્યું, બાનું હૃદય નબળું પડ્યું છે અને તેની સારવાર નથી.
બાપુના સતત પ્રયત્નોથી સ૨કારે અંતે બાને પુત્રોને મળવાની સંમતિ આપી.
તે વખતે બાપુના કાકા તુલસીદાસ ગાંધીની પ્રપૌત્રી મનુ ગાંધી ‘હિંદ’ કેદ હતી. ત્યાર પહેલાં ત્રણ વર્ષ સુધી તે સેવાગ્રામ આશ્રમમાં હતી. પંદર વર્ષની મનુ બાને પોતાના પૌત્ર-પૌત્રીઓ જેટલી જ વહાલી હતી. અત્યારે તેમને થયું કે જો મારી પાસે મનુ હોય તો સારું. બાની ઇચ્છા જોઈ સુશીલા અને ડૉ. ગિલ્ડરે ભંડારીએ કહ્યું કે કસ્તૂરબાને મનુ ગાંધી જેવી એક સેવિકા અને સોબતીની જરૂર છે, જે બાને ઓળખતી હોય, બા સાથે તેમની જ ભાષામાં વાત કરી શક્તી હોય.
ભંડારીને બા પ્રત્યે આદર હતો. તેમણે નાગપુરમાં જેલવાસ ભોગવતી મનુને આગાખાન મહેલમાં બોલાવી લીધી. કસ્તૂરબાને ત્યારે ન્યુમોનિયા થયો હતો. મનુએ તેમની સેવાના જવાબદારી ઉપાડી લીધી. બા સાજાં પણ થયાં.
બા બાપુની બાજુમાં જ હોય – પણ તે દિવસે તેઓ સવા૨થી વરંડામાં તુલસીના છોડ પાસે બેસી ચૂપચાપ પ્રાર્થના કરી રહ્યાં હતાં. તેમની આંખો બંધ હતી, મોં પર પવિત્રતાનું તેજ હતું. લોકોની અવરજવર પર તેમનું ધ્યાન ન હતું. સુશીલા અને મીરાંબહેન બાને આમ બેઠેલાં જોઈ રડી પડ્યાં. સુશીલાને થયું. હવે બાપુને
દેવદાસ અને રામદાસ મળવા આવતા, પણ હરિલાલ? ઘણા મહિનાઓથી તેને જોયો નહોતો અને મણિલાલ - દૂર દક્ષિણ આફ્રિકામાં હતો. આ બંને પુત્રો બાના મનમાં રહેતા. બા તેમનાં
કોઈ બચાવી શકે તો તે બાની પ્રાર્થના જ. અને તે બાપુ પાસે દોડી... તેમકુશળની પ્રાર્થના કરતાં રહેતાં. ગિલાલ પર પત્રો લખાવતાં. ગયાં ને બાપુના કાનમાં પૂછવા લાગ્યાં, બાપુ, પાણીમાં થોડી ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી
તેમાં પોતાની ચિંતા ન કરવાની સૂચના આપી, તેઓ મળિલાલવિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯