Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
ટીકાનુ—ભવના પ્રથમ સમયે વર્તમાન ઓછામાં ઓછા વીર્યવ્યાપારવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદીયા જીવના કોઈપણ એક પ્રદેશના વીર્યવ્યાપારના કેવલીની બુદ્ધિરૂપ શસ્ત્રથી એકના બે ભાગ ન થઈ શકે તેવા અંશો કરીએ તો અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ થાય છે. તેમાંના એક અંશને અવિભાગ કહે છે. પ્રત્યેક આત્મપ્રદેશ ઉપર આવા અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ અવિભાગો–વર્યાણુઓ હોય છે. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વીર્યવ્યાપારવાળા પ્રદેશમાં અસંખ્યાતગુણા અવિભાગો હોય છે. આ પ્રમાણે અવિભાગનું સ્વરૂપ કહ્યું. ૫ હવે વર્ગણાનું સ્વરૂપ કહે છે –
सव्वप्पवीरिएहिं जीवपएसेहिं वग्गणा पढमा । बीयाइ वग्गणाओ रूबुत्तरिया असंखाओ ॥६॥
साल्पवीर्यैर्जीवप्रदेशैर्वर्गणा प्रथमा । _ द्वितीयादयो वर्गणा रूपोत्तरा असंख्येयाः ॥६॥ અર્થ–સર્વાલ્પ વીર્યવાળા જીવપ્રદેશો વડે પહેલી વણા થાય છે, એક બે આદિ અધિક વિર્યાણુવાળી બીજી આદિ અસંખ્ય વર્ગણાઓ થાય છે.
ટીકાન–વીઆંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ વીર્ય તો સઘળા આત્મપ્રદેશે સમાન જ હોય છે, પરંતુ જે પ્રદેશોને કાર્ય નજીક હોય ત્યાં વીર્યવ્યાપાર વધારે હોય છે અને જે જે પ્રદેશોને કાર્ય દૂર દૂર હોય ત્યાં ત્યાં અનુક્રમે વીર્યવ્યાપાર ઓછો ઓછો હોય છે. તેથી ઓછા અને ક્રમશઃ વધારે વધારે વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશો મળી શકે છે અને વર્ગણા, સ્પર્ધ્વક અને યોગસ્થાન થઈ શકે છે.
અહીં પ્રથમ વર્ગણાનું સ્વરૂપ કહે છે–ભવના પ્રથમ સમયે વર્તમાન લબ્ધિ અપર્યાપ્ત ઓછામાં ઓછા વીર્યવ્યાપારવાળા સૂક્ષ્મનિગોદીયાનો વીર્યવ્યાપાર પણ સઘળા આત્મપ્રદેશે સમાન હોતો નથી, જ્યાં કાર્ય નજીક હોય છે ત્યાં વધારે હોય છે અને કાર્ય જેમ જેમ દૂર હોય તેમ તેમ વીર્યવ્યાપાર અલ્પ અલ્પ હોય છે.
અહીં ઓછામાં ઓછા વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશોથી વર્ગણા કરવાની શરૂઆત કરવાની છે. ઓછામાં ઓછા વીર્યવ્યાપારવાળા કોઈપણ એક આત્મપ્રદેશ પર જે વીર્યવ્યાપાર છે તેના એકના બે ભાગ ન થાય તેવા અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ અંશો થાય છે તે ઉપર કહ્યું છે. આ પ્રમાણે અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ સરખે સરખા વિર્યાણુવાળા આત્મપ્રદેશોનો જે સમુદાય તે વર્ગણા કહેવાય છે. - ૧, વર્મીતરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત શક્તિને વીર્ય કહેવાય છે, અને તેના વ્યાપારને એટલે કાર્યમાં પ્રવૃત્ત વીર્યને યોગ કહેવાય છે. તાત્પર્ય એ આવ્યો કે પહેલાને લબ્ધિવીર્ય અને બીજાને ઉપયોગવીર્ય કહેવાય છે. લબ્ધિવીર્ય દરેક આત્મપ્રદેશે સમાન હોય છે, પરંતુ ઉપયોગવીર્ય સમાન હોતું નથી. જે પ્રદેશને કાર્ય નજીક હોય ત્યાં વીર્યવ્યાપાર વધારે અને જેમ જેમ કાર્ય દૂર હોય તેમ તેમ અલ્પ અલ્પ વીર્યવ્યાપાર હોય છે. તેથી જ વર્ગણા સ્પર્ધ્વક અને યોગસ્થાનકની ઉત્પત્તિ થઈ શકે છે.
૨. સરખે સરખા વિર્યાણુવાળા આત્મપ્રદેશના સમુદાયને વર્ગણા કહે છે.