________________
-
-
-
-
- - -
-
-
-
તે તે ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ જ છે, બંધ ભાવ જ છે—એમ તમે સમજે. વળી, દ્રવ્યલિંગી મુનિને જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે શુભ ભાવ હોય છે તે ભાવે તે દરેક જીવ અનંત વાર કરી ચૂક્યો છે પરંતુ તે ભાવે તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયું છે કારણ કે પરમાત્મતત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવપરિણમન અશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અશમાત્ર પણ હતી નથી સર્વ જિદ્રોના દિવ્ય ધ્વનિને સક્ષેય અને અમારા સ્વસ વેદનો સાર એ છે કે ભયંકર મ સારગિનું એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વને આશ્રય જ છે જ્યા સુધી જીવની દષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્વ ઉપર ન પડતાં ક્ષણિક ભાવે ઉપર રહે છે ત્યા સુધી અન ત ઉપાયે પણ તેના મૃતક ઔપાધિક ઉછાળા–શુભાશુભ વિક –શમતા નથી. પરંતુ જ્યા તે દ્રષ્ટિને પરમાત્મતત્વરૂપ ધ્રુવ આલ બન હાથ લાગે છે ત્યા તે જ ક્ષણે તે જીવ (દષ્ટિ-અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દષ્ટિઅપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાનું વેદન થાય છે, નિજ સ્વભાવભાવરૂપ પરિણમનને પ્રારંભ થાય છે અને કૃતક પાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિર જન નિજ પરમાત્મતત્ત્વના આશયરૂપ માગે જ સર્વ મુમુક્ષુઓ ભૂત કાળે પચમ ગતિને પામ્યા છે. વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે આ પરમાત્મતત્વ સર્વ તમા એક સાર છે, ત્રિકાળ નિરાવરણ. નિત્યાન દ એકસ્વરૂપ છે, સ્વભાવઅન ત-ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનુ પૂર છે, દધિને કિનારે છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકને તે જ એક ઉપાદેય છે હે ભવ્ય જીવો! આ પરમાત્મતત્વને આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરે એટલું ન કરી શકે તે સમ્યગ્દર્શન તે અવશ્ય કરે જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.