________________
૧૫
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન પ્રસ્તુત પીઠિકાગત સમસ્ત લખાણના નિષ્કર્ષરૂપ હેઈને તે પત્રિકા પણ અત્ર રજુ કરવી જરૂરી છે. આ રહી તે પત્રિકા – પટ્ટધર અંગે ખુલાસે. તા. ૨૦-પ-૬૬ ચોટીલા.
તમારા તરફથી ગત વૈશાખ સુદ ત્રીજે પ્રસિદ્ધ થયેલ પ્રસ્તાવનાતિમિર ભાસ્કર નામની બૂકમાં પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી મ.ને બદલે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મકશ્રીને આ. શ્રી વિજયાનંદસૂરિજી મ.શ્રીના પટ્ટધર” કેમ લેખાવ્યા ? અને આ૦ શ્રી વિજયદાનસૂરિજી મ.શ્રીને બદલે આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.શ્રીને આ૦ શ્રી વિજયકમલસૂરિજી મશ્રીના પટ્ટધર” કેમ લેખાવ્યા ?” એમ અનેક સુજ્ઞ વ્યક્તિઓને થતી શંકાનું નીચે મુજબ સમાધાન અપાય છે કે
પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી મ, પૂ.આ. શ્રી વિજ્યાનંદસૂરિજી મકશ્રીના પટ્ટધર હોવાની અને આ. શ્રી વિજયદાન સૂરિજી મ., આ. શ્રી વિજયકમલસૂરિજી મ.ના પટ્ટધર હેવાની તમારી માન્યતા, કેટલાક સ્વમહત્વાકાંક્ષી અને પરતેજોષી એવા સ્વાર્થ સાધુઓએ સાધુ અને શ્રાવકોના પરિબળના તેરમાં તેવા પ્રકારના વર્ષો સુધી ફેલાયેલા ભ્રામક પ્રચારને આભારી સંભવે છે. કારણ કે
વિ. સં. ૧૯૮૩માં પ્રસિદ્ધ થયેલ આ. શ્રી દાનસૂરિજી મ. વિરચિત “વિવિધ પ્રશ્નોત્તર” ભાગ પહેલાના મુખ ભાગે તેઓશ્રીએ આ. શ્રી. કમલસૂરિજી મના ફેટામાં આ૦ મ. શ્રી કમલસૂરિજી મને આ૦ મ૦ શ્રી આત્મારામજી “વિજયાનંદસૂરિજી મ.ના પટ્ટધર નહિ; પરંતુ “પપ્રભાવક જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com