________________
નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન તે છટકું પદ કાઢયું તેને હું કહેલ છે છતાં તે લેખકે, મેં તે પદ વાળી વાતને બેટી ચીતરી હોવાનું લખેલ છે તે પણ છેટું છે.
(૩૬)-તે ત્રીજા પિરાના તે લખાણ પછીથી પૃ૦ ૪૭ ના પહેલા પેરા સુધીની લખેલી-(૧) “તે વખતે પં. શ્રી રામવિત્ર મને વ્યાખ્યાનવાચસ્પતિનું બીરૂદ પણ આપ્યું હતું (૨) આ બીરૂદ આપવાનું સ્વ. આચાર્ય શ્રી મેઘસૂરિજીએ ખાસ લખ્યું હતું” એ બંને વાત પણ સદંતર જૂઠી છે. તે વખતને તેમના જ
વીરશાસન” પત્ર વર્ષ ૯ અંક ૭ કાત્તિક વદિ ૮ શુક તા. ૧૪-૧૨-૩૦ના પૃ૦ ૮૫થી ૯૨ સુધીમાં તે પ્રસંગને “અમારા ખાસ પ્રતિનિધિ તરફથી' એમ લખીને તે ૫૦ શ્રી રામવિ. એ એ પત્રમાં પ્રસિદ્ધ કરવા મોકલેલ વિશાળ લેખ છપાએલ છે. તે લેખમાં ખુદ પં શ્રી રામવિજયજી મહારાજે પણ “પછીથી પૂ૦ પાદ આચાર્ય દેવે પોતાના વરદ હસ્તે પદપ્રદાનની ક્રિયા શરૂ કરાવી હતી. પહેલાં પૂજ્યપાદ મુનિપ્રવરશ્રીને પંન્યાસપદનું સમર્પણ થયું હતું” એમ જ લખેલ છે; પરંતુ “સિદ્ધાંતમહેદધિપદ” તથા “વ્યાખ્યાવાચસ્પતિ” બીરૂદ આપેલ હેવાની વાત લખેલ નથી. આપ્યું હોય તે લખે ને? સં. ૧૯૯૭માં પ્રસિદ્ધ થએલ “સંક્રમકરણ પહેલા ભાગની મુનિશ્રી રક્ષિતવિજયજીએ તે સં. ૧૯૮૭ના મહા શુદિ પાંચમે અંધેરી મુકામે લખેલી પ્રસ્તાવનામાં પણ તે વાત નથી. [ એ વાત તે–આ. શ્રી લબ્ધિસૂરિજી તે ગુરુથી વગર પ્રાપ્ત બિરૂદે પોતાને વર્ષોથી સિદ્ધાંતમહોદધિ” તેમજ “વ્યાખ્યાનવાચસ્પતિ' લેખાવે છે અને ઉ૦ શ્રી પ્રેમવિજયજી તથા પં. શ્રી રામવિજયજી તે ગુરુથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com