________________
૧૪
સ્થૂલભદ્રકથા
મૂળશુદ્ધિ ભાગ-૨
હવે એક દિવસ ક્યારેક (વર્ષા પક્ષે) વાદળાની ધારા પડવાના બહાને દાનના સમૂહવાળો ઝબકતી વીજ રૂપી સુવર્ણની ભાલાવાળો, જેમાં વાદળની ગર્જનાથી ભારેખમ-ગંભીર શબ્દવાળો, (ગજપક્ષે) જાણે વાદળની ધારા પડતી હોય તેવા દાન – મદના સમૂહવાળો, વિજળીની લતા જેવી સુવર્ણની માળાવાળો, ગલાની ગર્જનાથી મોટા શબ્દોવાળા - ઉગેલા ભૂમિફોડા રૂપી (ઉગેલા) દાંતવાળો, ઘણા પ્રકારની ફેલાઈ રહેલી વેલડી રૂપી સૂંઢના પ્રસારવાળો, ઇંદ્રગોપ રૂપી સિંદુરવાળો વર્ષાકાળરૂપી ગજેન્દ્ર આવ્યો. (વર્ષાકાળ આવ્યો) (૧૦૧, ૧૦૨)
(તેથી) ત્યારે આર્યવિજયસંભૂતિસૂરિનાશિષ્યો અનુક્રમે વિવિધ પ્રકારના અભિગ્રહ વિશેષને ગ્રહણ કરે છે, તેમાંથી એક સાધુ ઉભો થયો અને કહેવા લાગ્યો કે સિંહગુફાના દ્વારે ઉભો રહેલો હું ચાર મહિનાના ઉપવાસવાળો વ્રતમધ્યે રહીશ. (૧૦૩, ૧૦૪)
બીજો બોલ્યો દષ્ટિવિષસર્પના દર પાસે કરેલા કાયોત્સર્ગવાળો, ભોજનનો ત્યાગ કરી ચારમહિના વીતાવીશ. (૧૦૫)
વળી ત્રીજો કહે છે કે, કુવાના કાંઠે કરેલા કાયોત્સર્ગવાળો ઉપવાસ દ્વારા વર્ષાકાળ પૂરો કરીશ, આ મારો નિયમ છે. (૧૦૬)
આ માટે આ મુનિઓ યોગ્ય છે એમ સમજી ગુરુએ તેઓને અનુમતિ આપી, તે દરમ્યિાનમાં સ્થૂલભદ્ર સાધુ પણ ઉભો થઈને એ પ્રમાણે કહેવા લાગ્યો કે - જે રુપકોશા વેશ્યા મારી પૂર્વ પરિચિત છે, તેની ચિત્રશાળામાં દરરોજ પસવાળું વિવિધભાતીનું ભોજન કરતો, તપવિશેષનો ત્યાગ કરી ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરીશ, આપશ્રીના ચરણમૂળમાં અમારો અભિગ્રહ હો ! (૧૦૦).
તે સાંભળી સૂરીશ્વરે વિશેષથી શ્રુત ઉપયોગ મૂકી (આપી) “આ પાલન કરી શકશે” એમ જાણીને તે મહાસત્ત્વશાળીને અનુજ્ઞા આપી. (૧૧૦)
તે બધાય નીકળ્યા, તે ત્રણ મહાત્મા પોત પોતાના સ્થાને સ્થિત થયા. ભગવાન્ સ્થૂલિભદ્ર પણ ઉપકોશાના ઘેર ગયા. (૧૧૧)
તેમને આવતા દેખી હર્ષના ભારથી ભરપૂર અંગોવાળી તે પકોશા ઉભી થઈ અને વિચારવા લાગી કે) ખરેખર વ્રતથી પડી ભાંગેલો ચલચિત્તવાળો આ આવ્યો છે. (૧૨)
હુકમ ફરમાવો” એ પ્રમાણે બોલતી હાથ જોડી આગળ ઊભી રહી, ભગવાન્ સ્થૂલભદ્ર પણ કહે છે કે “મને ચિત્રશાળામાં વસતિ આપ.” (૧૧૩)
આવો” એ પ્રમાણે તે વેશ્યા તૈયાર થઈ, તેથી આ સ્થૂલભદ્ર ત્યાં જઈને ઉતર્યા. અને સર્વરસયુક્ત આહારને તેના ઘરમાંથી લે છે. (૧૧૪)
ત્યારે ભોજન કર્યા પછી વિશેષથી આકર્ષક સજેલા શૃંગારવાળી, ઉત્કૃષ્ટ વર્ણ લાવણ્ય યુક્ત આકૃતિવાળી શ્રેષ્ઠ સંપદાવાળી મુનિ પાસે જઈ વિલાસ વિભોર યુક્ત હાવભાવથી પૂર્વની રતિક્રીડા યાદ કરાવતી (કરનારી) તે વેશ્યા ક્ષોભ પમાડવા પ્રવૃત્ત થઈ. (૧૧૬).
આ મેરુ જેવો નિષ્કપ છે, તેને તલના તસુના ત્રીજા ભાગમાત્ર પણ ચલાયમાન કરવો શક્ય નથી, આ ધ્યાનમાં વિશેષથી નિશ્ચલ છે. (૧૧૭)
એ પ્રમાણે દિવસે દિવસે તે કામને ઉદ્દિપન કરનારી ચેષ્ટાઓવડે જેમ ક્ષોભ પમાડે છે, તેમ કરતા ખરેખર લોખંડી પુરુષ પણ પીગળી જાય. (૧૧૮).