Book Title: Mandavgadhno Mantri Pethad Kumar
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Mohanlal Maganbhai Zaveri

View full book text
Previous | Next

Page 14
________________ આજકાલ પ્રાચિન અતિહાસિક વિષય ઉપર જગત વધારે વધારે રૂચિવંત થતું જાય છે. કોઈ ઠેકાણે પ્રકરણ વીર રસથી ભ રપુર હોય તો કોઈ ઠેકાણે મૂંગાર રસથી લેખની ઉલ્લેખિત થયેલી હોય, ત્યારે કયાંક કરૂણારસ નેત્રમાં ઝળકી નીકળે. આવી રીતે ભિ જ ભિન્ન રસોથી ભરપુર લેખકની લેખની જગતની પ્રિય પાત્રતા મેળવી શકે તો તેમાં નવાઈ જેવું ગણી શકાય નહિ. જો કે આજ કાલ પ્રાચીન દેશની લાભહાનીના અને પરદેશી રાજાઓના હુમલા વગેરેના ઇતિહાસોથી જગતમાં તેના કેટલાક પડઘા પડયા છે, પરંતુ આપણને દિલગીરી થાય છે કે આપણા પ્રાચિન જન ઈતિહાસો જે ઇએ તેવા પ્રમાણમાં જગ જાહેર થઈ શકયા નથી, જ્યાં સુધી આપણું જૈન ઈતિહાસો જગ જાહેર થાય નહિ, ત્યાં સુધી આપણી ખરી સ્થીતિને આપણે ઓળખી શકીયે નહિ, અને આપણી થી તિનું આપણને વાસ્તવિક રીતે ભાન પણ ન થાય; તેથી આપણે અજ્ઞાન અવસ્થામાં કોઈ પણ કાર્ય કરવામાં સાહસિક થતા નથી. કે. મકે આપણો પુર્વનો ઈતિહાસ જાણવાથી આપણા પૂર્વજોના કર્તવ્યનાં તે ભાન કરાવે છે, આપણે વૃત્તિઓને ન્યાયમાર્ગે ઘસડી જઈ મહાન કાર્ય કરવામાં હિમત આપે છે, ઐતિહાસિક વિષય આપણા મનને કાંઈક જાદુઈ અસર કરી શકે છે, મનને અમોઘ કર્તવ્ય કરવાને મને હાન રણું કરી નવી નવી આશાઓ ઉત્પન્ન કરાવે છે, એટલું જ નહિ પણ બુદ્ધિવંતને પ્રાચિન સ્થીતિ અને વર્તમાન વસ્તુ સંકલના માં કાળને પરિણામે કરીને કેટલું પરાવર્તન થયેલું છે. તેનું દિગ્દર્શન કરાવી આપી કોઈ અપુર્વ રસમાં ગરકાવ કરી દે છે. કેટલાંક લખાણ જ્યારે વીર રસથી ભરપુર હોય છે, ત્યારે કેટલાંકમાં કરૂણરસનાં લખાણુ વિશેષતઃ દ્રષ્ટીગોચર થાય છે. તો વળી કેટલાંકમાં શૃંગાર રસનીજ પુષ્ટિ કરવામાં આવેલી હોય છે, ત્યારે કેટલાક ધર્મ વૃત્તિઓને લગતા ઈતિહાસ એવા હોય છે કે તે કોઈ પણ વિષયમાં નહિ લપટાતાં માત્ર ધર્મને અનુકુળ વિષયોમાં જ પૂર્ણ હતિને પામે છે. જોકે વર્તમાન પરિસ્થીતિનું વલણ એવા પ્રકારનું છે કે શૃંગારરસ કે વીરરસ અથવા તે શાંતરસથી ભરપુર લખાણ હોય તે તે વિશેષતઃ પ્રીતિપાત્ર નિવડે છે અન્યથા તે વાંચકને વાંચવાનું પણ મન થતું નથી. આ વસ્તુ સંકલના જોકે વ્યાજબી છે, પરંતુ નવા પ્રકારના રસમાં આપણે ધર્મ રસને પણ એક જુદો જ ગણીશું, કે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 264