Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ તપાસી ગયા છીએ. જૈન દર્શનમાં આમ નથી. એમાં પહેલેથી જ પ્રત્યક્ષની ચાર અવસ્થા જે ઘણી સહજ છે તે જ જણાવી છે. આ અવસ્થાઓની જાણ જ્ઞાતાને મન દ્વારા ઇન્દ્રિયથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એમાં મનની ગતિની અતિશીધ્રતાને કારણે થતી નથી, છતાં આ અવસ્થાઓ અતિ સ્પષ્ટ છે. અવગ્રહ, "હા, અવાય તથા ધારણા આ ચારે પ્રકારો હેમચંદે સ્પષ્ટ રીતે પ્રમાણમીમાંસામાં સમજાવ્યા છે. આપણે એને ક્રમશઃ જોઈએ. પહેલો પ્રકાર સમજાવતાં તેઓ જણાવે છે કે –
“अक्षार्थयोगे दर्शनानन्तरमर्थग्रहणमवग्रहः।
એટલે કે ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થતાં જે સૌ પ્રથમ વસ્તુનું ગ્રહણ થાય એ અવગ્રહ છે. આ અવગ્રહમાં વસ્તુના વિશેષોનું ગ્રહણ થતું નથી, પરંતુ “આ કાંઈક છે એવા આકારની પ્રતીતિ થાય છે. આમાં કાંઈક છે એટલી પ્રતીતિ સ્પષ્ટ થતી હોઈ આ નિવિકલ્પક જ્ઞાન નથી, કારણ કે વસ્તુનું ગ્રહણ યથાર્થ ગ્રહણ તો આમાં સ્પષ્ટપણે થાય છે જ. આ પ્રમાણે “અવગ્રહ થયા બાદ પ્રત્યક્ષની બીજી અવસ્થા તે ઈહિ છે. આને સમજાવતાં તેઓ જણાવે છે કે–
૧°અવતવિરોષાક્ષાનીદા |
અવગૃહીત એટલે કે જેનું સામાન્ય ગ્રહણ થયું હોય એવા કોઈ અર્થની-પદાર્થની વિશેષ આકાંક્ષા થાય તથા એ આકાંક્ષા થતાં મનમાં આ અમુક પ્રકારનો પદાર્થ છે એવા નિર્ણય તરફ લઈ જતી માનસિક ચેષ્ટા યા પ્રક્રિયા એને હા કહેવામાં આવે છે. અહીં અવગ્રહ અને ઈહાની વચ્ચે કોઈકવાર અન્ય વિષયમાં પણ પ્રમાતાને સંશય થતો હોય છે પણ આ સંશય મનની અત્યન્ત શીધ્ર ગતિને કારણે જણાતો નથી. આ ઈહા અને ઊહ વચ્ચે ફરક છે. એ બન્નેનો ભેદ હેમચંદ્ર આ પ્રમાણે સમજાવે છે:
पत्रिकालगोचरः साध्यसाधनयोर्व्याप्तिग्रहणपटुरूपो यमाश्रित्य 'व्याप्तिग्रहणकाले योगीव सम्पद्यते प्रमाता' इति न्यायविदो वदन्ति । ईहा तु वार्तमानिकार्थविषया प्रत्यक्षप्रभेद इत्यपौनरुक्त्यम् ।
અર્થાત ઊહ એ ગણેય કાળનો સ્પર્શ કરે છે, સાધ્ય તથા સાધનની વ્યાતિગ્રહણમાં ૫ટુ એવો હોઈ એને આધારે વ્યાપ્તિગ્રહણના સમયે (જેની વ્યાપ્તિ ગ્રહણ થાય એ વસ્તુ વિશે) પ્રમાતા થોડીવાર યોગીની જેમ (સા) થઈ જાય છે એમ ન્યાયવિદોનું કહેવું છે. અર્થાત વ્યાપ્તિજ્ઞાન દ્વારા એકવાર એ
વ્યાપ્તિની અસર હેઠળ આવતી બધી વસ્તુઓનું સામાન્યજ્ઞાન પ્રમાતાને ઊહ દ્વારા થાય છે. જ્યારે અહીં ઈહા તો ફક્ત વર્તમાનકાળમાં જેનું પ્રત્યક્ષ થઈ રહ્યું છે એનું જ ગ્રહણ કરતી હોઈ એ પ્રત્યક્ષનો ભેદ છે. આમ ઊહ અને ઈહા વચ્ચે મૂળભૂત ફરકની આચાર્ય સૂક્ષ્મક્ષિકા દ્વારા સ્પષ્ટતા કરે છે. ઈહા એ પ્રત્યક્ષજ્ઞાનરૂપ માનસિક ચેષ્ટા છે તથા એ નિશ્ચયાત્મક પ્રત્યક્ષજ્ઞાન તરફ દોરી જાય છે.
ઈહા પછી તુરત જ જે નિર્ણય થાય છે તેને અવાય કહે છે. અવાયને સમજાવતાં આચાર્ય હેમચંદ્ર જણાવે છે કે—
१२ईहितविशेषनिर्णयोऽवायः।
ઈહાએ જે વસ્તુના વિશેષને જાણવાની ચેષ્ટા કરી છે એનો નિશ્ચયામક નિર્ણય થઈ જવો એ અવાય છે. આ અવાય એ પ્રત્યક્ષ જ્ઞાનનું નિશ્ચયાત્મક સ્વરૂપ હોઈ એ અન્તિમ અવસ્થા છે. અવાય થયા બાદ એની ધારણું થાય છે, એટલે કે એનો સંસ્કાર આત્મામાં પડે છે અને બીજીવાર એ સંસ્કારને બળે સ્મૃતિ થઈ શકે છે. માટે જ આચાર્ય ધારણાનું સ્વરૂપ સમજાવતાં જણાવે છે કે –
૯ જુઓ એજન સૂ૦ ૧.૧. ૨૬ ૧૦ જુઓ એજન સૂ૦ ૧. ૧. ૨૭
જુઓ પ્ર. મીમાંસા સૂ૦ ૧. ૧. ૨૭ ઉપરનું ભાગ્ય પૃ૦ ૨૧. ૧૨ જુઓ એજન સૂ૦ ૧, ૧, ૨૮
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org