Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ફસાયેલી કલમે લખાઈને સોહામણું રૂ—રંગે બહાર પડી રહ્યું છે, , એ એક ગૌરવ લેવા જેવી બીના છે. તેથી કોને આનંદ નહિ થાય! . વર્ષોના અનુભવ પછી એનાં પસ્પિાકરૂ૫ મહા પ્રાભાવિક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર પર વિશદ વિવેચન કરતું આ પુસ્તક લોકપ્રિય નીવડશે, એ નિઃસંદેહ હકીકત છે. તે મેં આ પુસ્તક સાવંત વાંચ્યું છે, બારીકાઈથી તેનું નિરીક્ષણ તે કર્યું છે અને એમાંથી મને ઘણું જાણવા મળ્યું છે. છે . " આ પુસ્તક સરળ અને લોકભોગ્ય ભાષામાં હોઈ જનતા
તે હોંશે હોંશે વાંચશે. જે લોકે આ પુસ્તકનું સાવંત વાંચન, છે જન અને પરિશીલન કરશે, તેમના હૃદયમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન - પ્રત્યે અને આદર અને ભક્તિભાવ ઉત્પન્ન થશે, એ, નિઃસંદેહ આ હકીક્ત છે.
પ્રતિદિન રાત્રે સૂતા પહેલાં એક નવકાર અને એક ઉવસગર એમ છવખત નવકાર અને ૭ વાર ઉવસગહર ગણવાથી જેમને ઉપદ્રવ કરનારા ખરાબ સ્વપ્ન આવતાં હતાં, ઊંઘ નહોતી આવતી, બીક લાગતી હતી, તે બધી ફરિયાદો દૂર થતી સાંભળી છે. એક વખત નાની વયે અમારા સંસારી ઘરની ભી તેથી એક સાપનો કણો ચાલ્યો જતો હતો, તે વખતે અમારા સંસારી માતુશ્રીએ, ૧-૨ વાર ઉવસગ્ગહરં સ્તોત્રનો પાઠ કે સર્પ ક્યાંય અદશ્ય થઈ ગયો! એટલે શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના અલૌકિક પ્રભાવ વિષે બે મત છે જ નહિ.
આ પુસ્તકમાં જૈન મંત્રવાદના વિશદ વિવેચન ઉપરાંત પ્રાંતે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મહત્ત્વના તીર્થોની કથાઓ, તેમજ ૧૦૮ નામ, પાદપૂર્તિરૂપ સ્તોત્રો વગેરે પણ અપાયેલ છે, એટલે આ ગ્રન્થ ઘેર ઘેર વંચાશે, લોકપ્રિય બનશે અને જનતાનો આદર પાત્ર બનશે. એ નિઃશંક છે.
- . .
.
.
*?',
''
- -