Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહરે તેત્રની ઉત્પત્તિ
૭૫. વરાહમિહિરે સાધુ અવસ્થામાં જોતિષવિદ્યાને સારે અભ્યાસ કર્યો હતે. એટલે એ વિદ્યાથી રાજા તથા પ્રજાનું મન રંજન કરવા લાગ્યો. પછી તે તેણે એવી વાત પણ. વહેતી મૂકી કે
“હું નાનું હતું ત્યારથી મને તિષવિદ્યાને બહુ શોખ હતું. હું એક વાર જંગલમાં ગાયે ચરાવવા ગયે હતું, ત્યાં રમતાં રમતાં મેં એક શિલા પર સિંહ-લગ્નની કુંડલી બનાવી હતી. સાંજે વખત થઈ જવાથી હું ઉતાવળમાં ને ઉતાવળમાં પેલી કુંડલી ભૂસ્યા વગર ઘેર ગયે. પણ રાત્રે વિચાર આવ્યો કે મેં બનાવેલી લગ્નકુંડલી ભૂંસી નથી માટે અત્યારે જઈને ભૂંસી નાખું. તરત જ હું કઈ પણ જાતનો ભય રાખ્યા વિના એકલે જંગલમાં ગયો ને જોયું તે એ લગ્નકુંડલી ઉપર એક સિંહ બેઠેલે હતો, પરંતુ મેં એ સિંહને ડર રાખ્યા વિના તેની નીચે હાથ નાખીને એ કુંડલી ભૂંસી નાખી.
સિંહ મારું આ પરાક્રમ જોઈ પ્રસન્ન થયે અને સૂર્યરૂપે પ્રત્યક્ષ થઈને બોલ્યા કે “હે વત્સ! હું તારી આ લગ્નકુંડલી ઉપરની ભક્તિથી અને તારા પરાક્રમથી પ્રસન્ન થયે છું. માટે તું કઈ પણ વર માગ.” પરંતુ આચાર્ય શ્રી સંભૂતિવિજયજી આચાર્યપદ પર માત્ર આઠ જ વર્ષ રહ્યા હતા અને એમના સ્વર્ગવાસ–સમયે શ્રી સ્થૂલભદ્રજી નવા જેવા જ હતા, આથી શ્રી યશોભદ્રસૂરિજીની પાટે તેમના જ બીજા શિષ્ય શ્રી ભદ્રબાહસ્વામીજી પણ પટ્ટધર બન્યા. એ જ કારણે પટ્ટાવલીકાએ શ્રી યશોભદ્રસૂરિજીની પાટે બે શિષ્યો પટ્ટધર બન્યાને ઉલ્લેખ કર્યો છે.
જૈન પરંપરાને ઇતિહાસ, ભાગ પહેલો, પૃ. ૧૨૧