Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
[ ૧૪ ]
ત્રીજી ગાથાનું અવિવરણ
ઉવસગ્ગહર સ્તોત્રની પહેલી ગાથામાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના ગુણાનું વર્ણન કર્યું અને તે આ વિશ્વની કેવી મહાન વિભૂતિ છે, તે દર્શાવ્યું. જેમનાં નામસ્મરણથી સ જાતના ઉપદ્રવો ટળી જાય, મહાભયંકર એવા સૌંનુ ઝેર પણ ઉતરી જાય અને આનદ મંગલ પ્રવર્તે, એ કંઈ જેવી તેવી મામત ન ગણાય.
'
ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં તેમના વિષધરસ્ફુલિંગ’ નામના મત્ર કેવા મહિમાશાળી છે, તે દર્શાવ્યું અને એ રીતે તેમની મશ્વર તરીકે પ્રતિષ્ઠા કરી.
હવે ઉવસગ્ગહુર સ્તોત્રની ત્રીજી ગાથામાં તેમના પ્રણામને પ્રભાવ દર્શાવવા નીચેના પાઠ ચેાજાયેલે છે:
૧ મૂળપાઠે
चिउ दूरे मंतो, तुज्य पणामो वि बहुकको होइ । ન-તમેમુ વિજ્ઞીયા, પતિ નતુલ-રોમ: ॥૨॥