Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૮૮
ઉવસગ્ગહર સ્તાત્ર
સાંપડે છે, એટલે કે ભય, ચિંતા, ખેદ્ય આદિના અનુભવ થતા નથી.
ઉવસગ્ગહર સ્તેાત્ર અંગે અમારા કેટલાક અનુભવા આ ગ્રંથમાં વર્ણવ્યા છે, તે ધ્યાનપૂર્વક વાંચી જવાથી આરાધક આત્માઓના ઉત્સાહ વૃદ્ધિ પામશે અને તેમને એક નવું જ અળ પ્રાપ્ત થશે, એમ અમાર' માનવું છે.
આ ગ્રંથમાં જે યંત્ર-મંત્રા આપ્યા છે, તે આપણી વિહિત પરપરાને અનુસરીને આપ્યા છે. તે બધાના અનુભવ લઈ શકાયા નથી, પણ જેણે અનુભવ લીધા છે, તેને લાભ થયા છે, એટલે આવશ્યકતા અનુસાર તેને ઉપયોગ કરવા, પરંતુ તે માટે પ્રથમ સદ્ગુરુ પાસેથી કે કોઈ અનુભવી પ્રામાણિક વ્યક્તિ પાસેથી તે અંગે યાગ્ય માર્ગદર્શન મેળવી લેવું.
ઘણા મંત્રા જપનારને કોઈ મંત્ર સિદ્ધ થતા નથી, એ વસ્તુ લક્ષ્યમાં રાખીને જે મંત્ર આપણને સહુથી વધારે ઇષ્ટ લાગે અને જેમાં હાર્દિક ભક્તિ જાગે, તેના જ જપ કરવા અને કોઈ પણ સયેાગેામાં તેને જ વળગી રહેવું.
દરેક રીતે હતાશ થયેલા અને નાશ પામવાની અણી ઉપર આવેલા મનુષ્યા પણ આ સ્તોત્રનું સતત સ્મરણ કરવાથી આશાવત બન્યા છે અને પેાતાનુ જીવન ઉજ્જવલ બનાવી શક્યા છે, એટલે આ સ્તોત્રના સ્મરણમાં કદી આળસ કે ઉપેક્ષા કરવી નહિ.
શ્રી જિનશાસન આવી ઉત્તમ વસ્તુઓથી જયવંતુ છે અને સદા જયવતુ રહેશે.
સવે નું કલ્યાણ થાઓ.