Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૪
ઉવસગ્ગહર તેાત્ર
'
જલાશય પર ગયાં, ત્યાં રાજાએ સર્વાંગસ્નાન કર્યું કે તેની આખીયે કાયા કંચનવરણી બની ગઈ. આથી સ કોઈ ને આશ્ચર્ય થયું. પછી રાણીએ એ સ્થાનની પૂજા કરીને ખલી આકળા ઉછાળવાપૂર્વક કહ્યું કે હું જળાશયના અધિષ્ઠાયક દેવા ! હે ક્ષેત્રદેવતાઓ ! તમે ગમે તે હે। પણ મને દર્શન આપે.’ અને રાજારાણી અન્નજળનો ત્યાગ કરી પ્રાથના કરતાં બેસી જ રહ્યાં. ત્રીજા ઉપવાસની રાત્રે સ્વપ્નમાં ક્ષેત્રદેવતાએ કહ્યુ કે હે રાજન્ ! માલી અને સુમાલી નામના વિદ્યાધરને માટે તેમના સેવકે અનાવેલું અને અહીં પધરાવેલુ શ્રી પાર્શ્વનાથનું બિંબ આ જળમાં વિદ્યમાન છે. તેના પ્રભાવથી તારો કોઢ દૂર થયા છે. ખીજા પણ અનેક પ્રકારના અસાધ્ય રાગા આ મૂર્તિના પ્રભાવે શમી જાય છે. હું નાગરાજ ધરણેન્દ્રના સેવક છું અને તેમના હુકમથી અહીં રહીને સેવા કરું છું.”
'
તે પછી રાજાએ સ્વપ્નમાં એ પ્રતિમાની માગણી કરી અને આખરે ધરણેન્દ્રે તેના સ્વીકાર કર્યાં તથા જણાવ્યું કે કમળનાલની ગાલ્લી બનાવી કાચા સૂતરના તાંતણે બાંધી તમે તેને કૂવામાં ઉતારો, એટલે તેમાં હું પ્રતિમા મૂકીશ, પછી બહાર કાઢી કમળનાળીના રથમાં (ગાડામાં) પધરાવી સાત દિવસના ગાયના વાછરડા જોડી તમે આગળ ચાલજો. ગાડી તમારી પાછળ તમે જ્યાં જશે ત્યાં ચાલી આવશે, પણ તમે પાછળ જોશે નહિ. જે વખતે પાછળ જોશે કે તરત પ્રતિમાજી ત્યાં અટકી જશે. આ પંચમકાલમાં પણ