Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 426
________________ ૩૧૦ ઉવસગ્ગહર સ્તોત્ર લીધી અને કારણ પૂછ્યું તે ભંડારીજીએ રાજાના હુકમની વાત કરી. યતિજી નિમિત્તશાસ્ત્રના જાણકાર હતા. તેમણે કહ્યું: “તમને કંઈ થશે નહિ. નિર્દોષ પાછા આવશે.” ભંડારી જોધપુર ગયા અને રાજાને મળ્યા. તે વખતે તેમના મનમાં પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ ચાલુ હતું. રાજાને તેમની મુખમુદ્રા જોતાં જ સદ્ભાવ ઉત્પન્ન થયે અને તેઓ કદી પણ ખોટું કામ કરે નહિ” એવી ભાવના જોરદાર થતાં તેમને સન્માન આપ્યું. જોધપુરથી પાછા ફરતાં ભંડારીજી કાપરડા આવ્યા અને પેલા યતિજીને મળ્યા. યતિજીએ આ ખુશાલીના બદલામાં કાપરડામાં એક જિનમંદિર બંધાવવા જણાવ્યું અને ભંડારીજીએ એ યતિશ્રીની મદદથી ત્યાં ભવ્ય મંદિર બંધાવ્યું, જે આજ સુધી એક તીર્થધામની ખ્યાતિ ભેગવી રહ્યું છે. - મંદિરના ત્રણ માળમાં ચમુખજી છે, જેમાં પહેલા માળે ઉત્તરસન્મુખ મૂળનાયક શ્રી સ્વયંભૂપાર્શ્વનાથ, પૂર્વમાં શ્રી શાંતિનાથ, દક્ષિણમાં શ્રી અભિનંદન અને પશ્ચિમમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાઓ છે. આ મંદિરને વિસ્તાર તારંગા કરતાં વધારે છે. એને ફરતી વિશાળ ધર્મશાળા છે, તે અમદાવાદનિવાસી શેઠ માણેકલાલ મનસુખભાઈએ બંધાવેલી છે. આ મંદિરનું શિખર પાંચ માઈલ દૂરથી દેખાય છે. આ મંદિરને છેલ્લો જીર્ણોદ્ધાર આચાર્ય શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ માં કરાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478