Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૦૮
ઉવસગ્ગહર સ્તોત્ર રાજસાગર તળાવની પાલ બંધાવવી શરૂ કરી, પણ તે ટકતી ન હતી. જ્યોતિષીઓએ કહ્યું કે સતી સ્ત્રીના હાથે પાયે નંખાય તે જ આ પાળ ટકશે, એટલે મંત્રી દયાલશાહની પુત્રવધૂએ પાયે નાખ્યું અને કામ આગળ ચાલ્યું. આના બદલામાં દયાલ શાહને પહાડ પર મંદિર બંધાવવાની મંજૂરી મળી.
દયાલશાહ રાણા રાજસિંહના મુખ્ય મંત્રી હતા. તેમણે ઔરંગજેબ બાદશાહના સૈન્ય સામે લડીને વિજ્ય મેળવ્યો હતે. વળી તેઓ ધર્મના પણ દઢ અનુરાગી હતા, એટલે આ મંદિરની પાછળ અઢળક નાણું કર્યું અને તેને નવ માળથી સુશોભિત કર્યું. પાછળથી બાદશાહે તેને કિલ્લે સમજીને તેડાવી નાખ્યું. હાલ તેના બે માળ વિદ્યમાન છે. તે અંગે મેવાડી ભાષામાં એક દુહો પ્રચલિત છે :
કે તે રાણું રાજસિંહ, કે તે શાહ દયાલ; વણે બંધાયે દેવરે, વણ બંધાઈ પાલ.
[ ૭] શ્રી કાપરડા પાર્શ્વનાથ જોધપુરથી ૨૨ માઈલ, પીપાડ સીટી સ્ટેશનથી ૮-૯ માઈલ અને ત્યાંથી બીલાડા જતી રેલ્વેના શેલારી સ્ટેશનથી ચાર માઈલ દૂર કાપરડા નામનું ગામ છે. તેનું પ્રાચીન નામ કર્યટહેડક, કાપડહેડા વગેરે મળે છે. એક વખત એ સારી આબાદીવાળું મોટું શહેર હતું, પણ આજે ત્યાં મામુલી વસ્તી છે.
આ તીર્થમાં શ્રી સ્વયંભૂપાર્શ્વનાથનું ચાર માળનું