Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૪૨
ઉવસગ્ગહર સ્તાત્ર
નિર્વાણુસમય નજીક જાણીને અહી પધાર્યાં હતા અને તેમણે બીજા તેત્રીશ મુનિવરશ સાથે અનશન ગ્રહણ કર્યું હતું. શ્રાવણ સુઢિ આઝમના રાજ વિશાખા નક્ષત્રમાં તેઓ નિર્વાણુપદ્મને પ્રાપ્ત થયા હતા.
શ્રી સમેતશિખર ગિરિરાજની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૪૪૮૮ ફીટની છે. તે બધા વખત લીલાછમ રહે છે અને તેમાં જાતજાતની ઔષધિઓ થાય છે, જેવી કે હરડે, ભીલામા ધેાળી મુસળી, વછનાગ વગેરે. અહીં વનપશુએ પણ સારા પ્રમાણમાં છે, પરંતુ યાત્રાળુઓને હરકત પહોંચતી નથી.
આ ગિરિરાજ પર જવાના બે મુખ્ય માગે છે. તેમાંના એક માર્ગ પારસનાથ હીલ યાને ઈસરી નામના સ્ટેશન પરથી જાય છે અને બીજો મધુવનથી જાય છે. તેમાં બીજો માગ વધારે ઉપયોગમાં છે. ઈસરીમાં સ્ટેશનની નજીક જૈન ધર્મશાળા છે અને ત્યાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે, જે પહાડ વગેરેની દેખરેખ રાખે છે.
મધુવનમાં શ્વેતામ્બર જૈનેામાં ૧૧ મદિરે લગાલગ આવેલાં છે, તેમાંનાં અર્ધા ઉપરાંત મદિરા તા શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં જ છે. શ્વેતામ્બર ધમ શાળામાં પ્રવેશ કરતાં કોટની અહાર ભામિયાજીનુ મંદિર છે.
સવારે ચાર વાગ્યે ચડવાની શરૂઆત કરવામાં આવે તે સાંજના પાંચ-છ વાગતાં પાછા મધુવન આવી શકાય છે. આ ગિરિરાજ પર રાત્રિ રહી શકાતી
નથી. છ માઈલ