Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય ત્તીર્ઘા
૩૩૯
છે. ઘણા ભાગે સંપ્રતિ રાજાના સમયનુ છે. તેનુ પરિકર પીત્તળનું છે, જે પાછળથી અનેલું છે, પરંતુ તેમાં ૨૩ તી કરાની મૂર્તિઓ છે; એટલે મૂળનાયક મળીને ચાવીશી થાય છે.
મેવાડના અધિપતિ મહારાણા જગતસિંહૈ તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના ઉપદેશથી વરકાણાતી માં પાષ વિદ્વ ૮–૯–૧૦ના ભરાતા મેળાના દિવસેામાં લેવાતા કર માફ કરેલા છે.
યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના પ્રયાસથી અહીં શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય તથા હાઈસ્કૂલ શરૂ થયેલ છે. અને તે આજે સારી સ્થિતિમાં ચાલી રહેલ છે.
[ ૨૩ ] શ્રી શખેશ્વર પાથનાથ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મહિમા ભૂતકાલમાં ઘણે વિસ્તરેલા હતા અને આજે પણ ઘણા વિસ્તરેલા છે. ઘણા ભાવિક પ્રાતઃકાલમાં તેમનું સ્મરણ કરે છે તથા સ્તવના ગાય છે. વળી દરેક વર્ષે અનેક સ્થળે અટ્ટમની તપશ્ચર્યાપૂર્વક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની સમૂહઆરાધના કરવામાં આવે છે, તે એમના પ્રત્યક્ષ પ્રભાવનું પુષ્ટ પ્રમાણ છે.
શ્રી શ ંખેશ્વર તી ગુજરાતના રાધનપુર જિલ્લામાં આવેલું છે. પ્રાચીન લેખા વગેરેમાં આ ગામના ઉલ્લેખ