Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૦૦ વિશાળ ગગનચુંબી ભવ્ય મંદિર છે, જે તારંગાજીના ભવ્ય જિનપ્રાસાદની યાદ આપે છે. ૯૮ ફીટની ઊંચાઈવાળું આ મંદિર હાલમાં કંઈક જીર્ણ થયેલું છે, પણ તેની ભવ્યતા જરાયે ઓછી થઈ નથી. સં. ૧૬૭૮ માં જૈતારણવાસી ઓસવાલ શેઠ ભાણજી ભંડારીએ આ મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી, એ શિલાલેખ મૂળનાયકની પ્રતિમા પર મૌજુદ છે. ભાણજી ભંડારીએ આ મંદિર કેવા સગોમાં બંધાવ્યું, તે જાણવા જેવું છે.
રાવ જોધાજીના સમયથી ભંડારી મહાજન મારવાડમાં આવ્યા અને પિતાની કુશલતાથી રાજ્યના અધિકારી પદે નિમાયા. જોધપુરના રાવ ગજસિંહે અમર ભંડારીના પુત્ર ભાણજી ભંડારીને જૈતારણના અધિકારી નિમ્યા હતા. તેઓ પિતાની કામગીરી બરાબર બજાવતા હતા, પણ કઈ ઈર્ષાળુએ રાજાના કાન ભંભેર્યા, એટલે રાજાએ તેમને જોધપુર તેડાવ્યા. માર્ગમાં તેમણે કાપરડામાં મુકામ કર્યો.
જમવાને સમય થતાં સાથેના માણસોએ તેમને ભેજન કરવા બોલાવ્યા, પણ તેમને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનાં દર્શન કર્યા વિના ભેજન ન લેવાની પ્રતિજ્ઞા હતી, તેથી તેમણે ના પાડી અને સાથેના માણસને જમી લેવા જણાવ્યું. પણ સાથેના માણસને ચેન ન પડ્યું. તેઓ જિનમૂર્તિની શોધ કરવા લાગ્યા, એવામાં એક યતિજી પાસે જિનમૂતિ હેવાની ભાળ મળી, એટલે ભંડારીજી દર્શનાર્થે એ યતિજીને ત્યાં ગયા. એ વખતે યતિજીએ ભંડારીની ઉદાસીનતા પારખી