Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
330
ઉવસગ્ગહર સ્તાત્ર
પ્રતિમા બિરાજે છે. બંને તરફની મૂર્તિઓ પણ ૨૦ ઇંચનું કદ ધરાવતી હાવાથી અનુપમ દૃશ્ય ખડું કરે છે.
કેટલાક વૃદ્ધોનુ એમ કહેવુ છે કે નાકોડા પાસેની નદીના કિનારે એક પ્રાચીન ખડેર છે, તેમાંથી આ પ્રતિમાએ મળી આવી છે. મંદિરના દક્ષિણ ભાગમાં પાસે પાસે જ એ મજબૂત ભોંયરાં છે. તેમાં વિક્રમની બારમી સદીથી સત્તરમી સદીની મૂર્તિ વિરાજમાન છે.
ધશાળા સુંદર છે. અહી ઘેાડા દિવસની સ્થિરતાપૂર્વક આરાધના કરવામાં આવે તે અનુપમ શાંતિના અનુભવ
થાય છે.
[ ૧૫ ]
શ્રી નાગફણા પાર્શ્વનાથ
ઈડરથી કેશરિયાજી પગરસ્તે જતાં મેવાડની હદમાં એ ડુંગરો વચ્ચે આ તીસ્થાન આવેલું છે. તેની ચારે તરફ ડુંગરો ફેલાયેલા છે. નજીકમાં કોઈ ગામડુ નથી.
આ તીંમાં એક નાનુ જિનાલય છે. તેમાં બે હાથની નાગરાજ ધરણેદ્રની ફાવાળી શ્યામ મૂર્તિ છે. તેના ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુની છ ઇંચ ની પ્રતિમા વિરાજે છે. મંદિરની નીચેના ભાગમાંથી પાણીનાં ઝરણા વહે છે, તે આ સ્થાનની પ્રકૃતિક શે।ભામાં ઘણા ઉમેરો કરે છે.
આ તીથ ચમત્કારિક છે. અહીં શ્રી ગુણુદેવાચાયે આસવાલ વીરમશાહને ધરણે દ્રની આરાધના કરાવી હતી અને