Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 449
________________ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો ૩૩૩. જોધપુરથી બિકાનેર જતી રેલ્વેમાં મેડતારેડ સ્ટેશનની પાસે આવેલું છે. તે સામાન્ય રીતે મેડતા-ફધિ તરીકે ઓળખાય છે. તેનું પ્રાચીન નામ ફલવધિ કે ફલવર્ધિક છે. ફલવધિ કાતીર્થ પ્રબંધ'માં જણાવ્યું છે કે શ્રી વાદિદેવસૂરિ શાકંભરી નગરી તરફ વિહાર કરી રહ્યા હતા, ત્યારે વચમાં મેડતા પાસે ફધિ ગામમાં એક માસ રહ્યા હતા. એ વખતે પારસ નામના શ્રેષ્ઠિને એક ટીંબામાંથી જિનપ્રતિમા મળી આવી હતી, એટલે તેણે એક વિશાળ મંદિરની રચના કરી. તેને વહીવટ અજમેર તથા નાગપુર (નાગોરી)ન શ્રાવકને સેંયે હતો. સં. ૧૧૯૮ન્ના ફાગણ. સુદિ ૧૦ ના રોજ એ મૂતિની મંદિરમાં સ્થાપના કરવામાં આવી અને સં. ૧૨૦૪ના માહ સુદ ૧૩ ને શુક્રવારે તેના કલશ–ધ્વજનું આરોપણ કરવામાં આવ્યું. શ્રી જિનપ્રભસૂરિએ વિવિધતીર્થકલપમાં આ તીર્થ સંબંધી એક કલ્પ લખે છે. તેને સાર એ છે કે સપાદલક્ષ દેશના મેડતા નગરની પાસે શ્રી વીરમંદિર અને બીજા નાના–મેટાં મંદિરેથી શોભતું ફલેધિ નામે નગર છે. ત્યાં ફલવર્ધિ દેવીનું એક ઊંચા શિખરવાળું મંદિર છે. એક વાર ધંધલ શ્રાવકે આ નગરની પાસે ચમત્કારભરી રીતે જિનબિંબ જોયું અને અધિષ્ઠાયક દેવની સહાયથી અહીં પાંચ મુખ્ય મંડપ તથા બીજા નાના મંડપો સાથેનું એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું. સં. ૧૧૮૧માં રાજગ૭ના શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધર્મષસૂરિ કે જેમણે દિગમ્બર

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478