Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્તોત્ર [૧૧] શ્રી ચારૂપમંડન પાર્શ્વનાથ પાટણથી ત્રણ ગાઉ દૂર આવેલા ચારૂ૫ ગામમાં ભવ્ય શિખરબંધી જિનાલય છે. તેમાં મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય અને પ્રાચીન મૂર્તિ વિરાજમાન છે, તે શ્રી ચારૂપમંડન પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. - પ્રાચીનકાળમાં ચારૂપ મહાતીર્થ હતું. ત્યાં આષાઢી શ્રાવકે ભરાવેલી ત્રણ પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા સ્થાપન કરેલી હતી. સં. ૧૨૯૬માં નાગરનિવાસી શેઠ દેવચંદે ચારૂપમાં શ્રી આદીશ્વર ભગવાનને ગૂઢ મંડપ અને ચેકીઓ સાથે એક જિનપ્રાસાદ બંધાવેલે ને તેમાં ભવ્ય બિંબની પ્રતિષ્ઠા કરાવેલી, એ ઉલ્લેખ આબુમાંના શિલાલેખોથી પ્રાપ્ત થાય છે.
દહેરાસરની આજુબાજુ કોટ છે. કાર્તિક વદિ એકમના દિવસે પાટણને શ્રીસંઘ ત્યાં દર્શન કરવા જાય છે. સ્થાન
ઘણું ભવ્ય અને શ્રી રાજુ કોટ છે કે,
[ ૧૩ ] શ્રી જીરાવલા પાર્શ્વનાથ આબૂ રેડથી મટર રસ્તે અણુદરા થઈને જીરાવલા જવાય છે. જૈન ગ્રંથમાં તેને ઉલ્લેખ જીરાવલી કે છરિકાપલ્લી તીર્થ તરીકે આવે છે. અહીં ગામ બહાર બાવન જિનાલયનું ભવ્ય મંદિર, ચેક અને ધર્મશાળા છે. ગામની ચારે તરફ