Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૦૨
ઉવસગ્ગહર સ્તાત્ર
આવેલું હતું, પણ આવેલુ છે, એટલે એમ ધ્વશ થયા હશે અને લાવીને આ મંદિરમાં
આ મંદિર ક્ષિપ્રા નદીના કિનારે
આજનું મ ંદિર શહેરની મધ્યમાં લાગે છે કે કાલાંતરે એ મંદિરનો તેમાંની ચમત્કારિક મૂર્તિને શહેરમાં પ્રતિષ્ઠિત કરી હશે.
ઉજ્જૈનની સાથે જૈન ઇતિહાસનાં અનેક સુવર્ણ પૃષ્ઠો જોડાયેલાં છે, એટલે આ સ્થાનની યાત્રા કરતાં એ પૃષ્ઠો તાજા થાય છે અને પુનરુત્થાનની પવિત્ર પ્રેરણા કરી જાય છે.
[4]
શ્રી અતરીક્ષ પાર્શ્વનાથ
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં વર્તમાન સર્વ તીર્થાંમાં શ્રી શખેશ્વર અને શ્રી અંતરીક્ષજી અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. અન્ય શબ્દોમાં કહીએ તેા આજે પણ આ બંને તીર્થોમાં અવારનવાર ચમત્કારિક ઘટનાએ મન્યા કરે છે અને તેથી ભક્તવતુ તેના તરફ ભારે આકર્ષણ થાય છે.
વરાડ દેશ આજના મહારાષ્ટ્ર રાજ્યની અંતર્ગત છે. તેમાં આકોલાથી ૪૪ માઈલ દૂર સિરપુર નામનું ગામ છે, તેમાં આ તીધામ આવેલુ છે.
એક વાર લંકાપતિ રાવણે પેાતાના માલી અને સુમાલી નામના બે વિદ્યાધરાને કોઈ અગત્યનું કામ સોંપ્યું, એટલે તે વિમાનમાં સવાર થઈ ને ઉડવા લાગ્યા. એમ કરતાં મધ્યાહ્ન વેળા થઈ, એટલે તેમણે વિમાનને નીચે ઉતાર્યું. તે