Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૯૮
ઉવસગ્ગહરં સ્તોત્ર મંદિર શોભી રહ્યાં હતાં. આ નગરની ઉત્પત્તિ વિષે કહેવાય છે કે અતિ પ્રાચીનકાળમાં રઘુકુલના અજયપાલ નામના રાજાને
જ્યારે અનેક રેગેએ ઘેરી લીધા, ત્યારે તેનું નિવારણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના હવણજળથી થયું હતું. એ ઉપકારથી દબાયેલા રાજાએ અહીં અજ્યનગર નામનું એક ભવ્ય નગર વસાવ્યું અને તેમાં કલામય સુંદર જિનમંદિર બાંધી ઉક્ત પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે તે નગર અજાહરા કે અજારા તરીકે ઓળખાવા લાગ્યું. આજે તે એ સ્થળે માત્ર એક નાનું ગામડું છે અને તેમાં જૈનેની વસ્તી નથી. આ તીર્થની સઘળી વ્યવસ્થા ઊનાને શ્રીસંઘ કરે છે. ' યાત્રાળુઓ મોટા ભાગે ઊનાથી જ અજારી જાય છે.
અહીંના ઉજ્જડ પ્રદેશમાંથી ૧૫૦ જેટલી પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે અને હજી બીજી મૂર્તિઓ ખંડિત અખંડિત દશામાં મળતી જ રહે છે. શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તીર્થમાળામાં અહીંના શ્રી પાર્શ્વનાથ મંદિરની નોંધ કરેલી છે.
આજે અહીં શિખરબંધી ભવ્ય મંદિર મોજુદ છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની વેળુની બનેલી પ્રાચીન મૂતિ વિરાજે છે. તેના ઉપર લાલ લેપ કરે છે. મૂળ ગભારામાં બંને પડખે કાઉસગ્ગીયા મૂર્તિઓ છે, તે અહીંના ચેરાની જમીન ખેદતાં મળી આવેલી છે. આ મંદિરની ચારે દિશા અને ખૂણામાં શ્રી આનંદવિમલસૂરિ, શ્રી વિજયદાનસૂરિ શ્રી હીરવિજયસૂરિ, શ્રી વિજ્યસેનસૂરિ .