Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૨૩૭
સજ્ઞ અને જગદ્ગુરુ એવા શ્રી પાર્શ્વનાથનાં ૧૦૮ દિવ્ય નામેા અહી કહેવામાં આવ્યાં છે. આ નામે પવિત્ર , શ્રેષ્ઠ છે, ચિતવવા યેાગ્ય છે તથા પરમ આનદના દેનારાં છે. જેએ તેને નિત્ય પાઠ કરે છે, તેને આ નામે ભુક્તિ અને મુક્તિ દેનારાં છે તથા સર્વ પ્રકારનું મંગલ કરનારાં છે.
[ ૪ ]
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં વિદ્યમાન મુખ્ય તીર્થો
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં જે તી આજે વિદ્યમાન છે અને જેની યાત્રા ખાસ કરવા જેવી છે, તેની નોંધ અહી આપવામાં આવી છે. આરાધક આત્માઓને એ અતિ ઉપયાગી થશે, એમ અમારું માનવું છે. એ નોંધ અહીં અકારાદિ ક્રમે આપવામાં આવી છે.
[ ૧ ]
શ્રી અજારા પાનાથ
સૌરાષ્ટ્રની ભૂમિ અનેક જૈન તીર્થોથી વિભૂષિત છે. તેમાં (૧) દીવ, (૨) ઊના, (૩) અજારા, (૪) પ્રભાસપાટણ અને (૫) દેલવાડાની પચતીર્થાંના સમાવેશ થાય છે. આ પંચતીર્થાંમાં શ્રી અજારા પાર્શ્વનાથની મુખ્યતા છે.
એક કાલે અહીં માટું નગર વસેલુ હતુ અને તે જૈનાનું મહત્ત્વનું કેન્દ્ર હતું. તેમાં શ્રી જિનેશ્વરદેવનાં અનેક