Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
[ ૧૮ ]
પ્રથમ ગાથાના મંત્રા અને મત્રા
ઉવસગ્ગહર’ સ્તોત્રની પ્રત્યેક ગાથા પરત્વે કેટલાક યંત્ર અને મત્રે પ્રચલિત છે, તે વૃદ્ધ સ ંપ્રદાયથી ચાલ્યા આવ્યા છે; એટલે કે અનુભવી પુરુષોએ તેની પર પરા જાળવી રાખેલી છે અને તે મુજબ તેનું વિધિ-વિધાન સમજવાનુ છે.
શ્રી જિનપ્રભસૂરિજીએ અકલ્પલતામાં આ યંત્રા અને મંત્રા વિષે નિર્દેશ કરેલ છે તથા શ્રી પાર્શ્વદેવગણિવરચિત લઘુવૃત્તિમાં અને શ્રી પૂર્ણચન્દ્રાચાર્ય વિરચિત લઘુવૃત્તિમાં તેનું સ્વરૂપ દર્શાવાયેલું છે, તેના આધારે અહીં તેનું વર્ણન કરીએ છીએ. પરંતુ તે પહેલાં એટલુ જણાવવા ઈચ્છીએ છીએ કે મત્ર અને યંત્રના વિષય અતિ ગહન છે, તેમાં કેટલાક પ્રવેશ થયા હાય તા જ આ વસ્તુ બરાબર સમજાય તેમ છે, તેથી તેના જિજ્ઞાસુએ અમારા રચેલા ‘મંત્રવિજ્ઞાન • મંત્રચિ’તામણિ ? અને ‘નમસ્કારમત્રસિદ્ધિ એ ગ્રંથા અવશ્ય વાંચી લેવા, તેમજ આ ગ્રંથના પ્રારંભિક ભાગમાં